કક્ષા

આઇઆઇટી મુંબઈ અને ઇન ઓપન ટેકનોલોજીસ ના સહયોગ થી

કોપીરાઇટ અને લાયસેન્સ માટે આખરી પાનાં ને જોવો

બનાવમાં આવેલું છે:
ડિપાર્ટમેંટ ઓફ કમ્પ્યુટર સાઇન્સ અને એંજીન્યરિંગ
ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બે
મુંબઈ, ઈન્ડિયા.
www.cse.iitb.ac.in

Powered by:
InOpen Technologies

સંપાદકો
શ્રીધર ઐયર
માલતી બારૂ

લેખકો
ફરિદા ખાન
ઉષા વિશ્વનાથન
વિજયાલક્ષ્મી ચિત્તા

ડિજાઇન
સમીર સહસ્રબુદ્ધે
સ્વાતિ રેવાન્ડ્કર

ચિત્રો
કૌમુદી સહસ્રબુદ્ધે

આ પુસ્તક ના વિષય માં

ઘણા લેખકો ના સહયોગ થી આ પુસ્તક વિકસિત થઈ છે, ઘણા બધા સર્જનાત્મક વિચારો ને સાથે લાવીને. આ પુસ્તક ની મુખ્ય વિશેષતાઓ નિમ્નલિખિત છે:

  • આ પુસ્તક વિસ્તૃત કમ્પ્યુટર સાઇન્સ ના અભ્યાસક્રમ પર આધારિત છે અને વિશેસ્યજ્ઞો દ્વારા આની સમિક્ષા કરેલી છે. આ અભ્યાસક્રમ www.computermasti.com આ લિન્ક પર જઈને ડાઉનલોડ કરી સકાય છે.
  • વિચારો ની સ્પષ્ટતા અને અને કમ્પ્યુટર ની પ્રવાહીતા કમ્પ્યુટર મસ્તી નું પ્રમુખ ઉદ્દેશ્ય છે.
  • મજા કરતાં ભડવું એ શીખવા નું એક મહત્વપૂર્ણ અંગ છે.
  • આમાં પાઠ નો તાનો બાનો એક કાલ્પનિક શિક્ષક અને બે છાત્રો ની વચ્ચે ની વાતચીત થી બુનેલો છે. શિક્ષક એમાં અધિકતર પ્રશ્નો કરે છે જે છાત્રો ને પોતાના રીતે ચીજો ને સંજવામાં મદદ કરે છે.
  • હર પાઠ માં વિશેષ કન્સેપ્ટ્સ અને એના થી જોડાયેલી સ્કિલ્સ પર ધ્યાન દીધેલું છે. આ કન્સેપ્ટ્સ આવી રીતે ચયન માં આવ્યા છે જેવી રીતે: (i) કમ્પ્યુટર ને શીખવા માટે એ મજબૂત ફાઉંડેશન બનસે (ii) સામાન્ય બૌધિક વિકાસ માં મદદ કરસે અને (iii) એ ઉમ્ર ના હિસાબ થી બનાવેલા છે.
  • અભ્યાસ- પત્રિકા અને એક્ટિવિટીસ ને એવી રીતે ડિજાઇન કરવા માં આવ્યું છે કે જ્યાં સુધી સંભવ છે ત્યાં સુધી આ બીજા પાઠ માં બતાવેલા ટોપીક્સ ને પણ કવર કરીને ચાલશે. હર પાઠ માં ગ્રૂપ એક્ટિવિટીસ નું સમાવેશ કરેલું છે જેનાથી એક બીજા ના સહયોગ થી શીખવા નું મહત્વ સમજી સકે. પ્રોજેક્ટ્સ પણ આપેલા છે જેનાથી અલગ અલગ ટોપિક ના વિષય માં પૂર્ણત: જાણકારી મડી સકે.
  • ૨૧વી સદી ની સ્કિલ્સ જેમ કે જટિલતા થી સોચવું, સહયોગ કરવું, સંચાર અને સર્જનાત્મકતા પણ શીખવા માં આવે એવા પાઠ તૈયાર કરવામાં આવેલા છે.
  • આ પુસ્તક નિરંતરતા અને વ્યાપક મૂલ્યાંકન ના માપદંડ પર ખરી ઉતરે છે. (શિક્ષા નો અધિકાર)
  • આના પાઠો અને ક્રિયાઓ ફ્રી અને ઓપન સોર્સ સોફટવેયર પર આધારિત છે. કમ્પ્યુટર મસ્તી ટૂલકિટ (સીડી માં દીધેલી) કોમન યુઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર સરળતા થી ઇન્સ્ટોલ થઈ જસે.
  • આ પુસ્તક માં છોકરાઓ ને ગમે તેવા ઉદરહણો આપેલા છે જે બોડી ઇમેજ અને લિંગ ના મુદ્દા પર સંવેદનશીલ છે.
  • હર પાઠ માં શિક્ષક કોર્નર કરીને એક કૉલમ છે, જે કેવી રીતે પાઠ ની પ્લાનિંગ કરવી, શું કરવું અને શું નહી, અને પોઈંટર્સ આપેલા છે કે ક્યારે કઈ અભ્યાસ- પત્રિકા છોકરાઓ ને આપવી.
  • સ્વસ્થ કમ્પ્યુટર વ્યવહાર પર જોર દીધેલો છે, જેમાં સ્માર્ટ રુલ્સ જે ઇન્ટરનેટ સેફટી માટે આવશ્યક છે શામિલ કરેલા છે, સાવધાની થી ઇન્ટરનેટ ના રિસોરસેસ ના ઇસ્તેમાલ પર માર્ગદર્શિકા પણ પાઠ માં અને પૂરક ગતિવિધિઓ માં શામિલ કરેલી છે. આ વિષય પર પોસ્ટર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેને તમે ડિસ્પ્લે બોર્ડ પર લગાડી સકો છો. આ એક ક્વિક રેફેરેન્સ અને મેમરી ટ્રિગર ની જેમ કાર્ય કરસે.
  • આનું ઓન્લાઇન (ઈ-બૂક) વર્ઝન વ્યક્તિગત ઉપયોગ માટે ફ્રી માં ઉપલબ્ધ છે, કોપીરાઇટ માં પેલાં દીધેલી શરતો ના અંતર્ગત. તમે એને આ લિન્ક થી ડાઉનલોડ કરી સકો છો: www.computermasti.com.
  • પુસ્તક ઉપર તમારી ટિપ્પણિયો અને સૂજાવ તમે શ્રીધર ઐયર ને આપી સકો છો. (sri@iitb.ac.in).

આભાર:
આ બીજું એડિશન સહા ના મુરથી અને ફરિદા ખાન દ્વારા ઘણા સુજાઓ ને શામિલ કરવાનું પરિણામ છે. અમે આભારી છીયે નીલા શ્રીનિવાસન, સેમીના કાદેર,મીરા હીરાની, સ્મિતા સતમ અને શ્રીનાથ પેરૂર ના એમના સહયોગ માટે જે એમને પ્રથમ એડિશન ની પેલ્લા પ્રેલિમિનરી કંટૈંટ માટે આપ્યો હતો. અમે વૈજયંતિ સરમાં ના પણ આભારી છે પ્રથમ એડિશન વકતે એમની ચોકસાઈપૂર્ણ સમિક્ષા માટે. રાજેશ કુશલકાર, રેખા કાલે અને પ્રવીણ ઇંગ્લે ના સહયોગ માટે પણ અમે આભારી છે.
અમે IIT BOMBAY ના પુસ્તક બનાવતા વકતે ના સહયોગ માટે ક્રતજ્ઞ છીયે. પાયલોટ ઇમ્પ્લિમેનટેશન ના વકતે સહયોગ આપવા માટે અમે SSRVM ટ્રસ્ટ ના અને વિશેષ રૂપ થી એમના SSRVM મુલૂંડ સ્ટાફ ના આભારી છે.અને અંત માં અમે આ પુસ્તક પાછડ ના અમારા પ્રેરણાસ્ત્રોત શ્રી શ્રી રવિશંકરજી નું આભાર માન્યે છે, એમના શિક્ષણ વગર આ સંભવ નોતું.

આ પુસ્તક નો પ્રયોગ કેમ કરવો

આ પુસ્તક નો ઉપયોગ છોકરાઓ ને કમ્પ્યુટર સિખડાવા માટે કરવો એવા રીતે થી કે એમને શીખવા માં મજા પડે ( જેવુ કે પુસ્તક ના શીર્ષક “મસ્તી” થી દરશાઈ રહ્યું છે). એક શિક્ષક નો રોલ મુખ્યતઃ એવા ફેસિલિટેટર નું હોય છે જે સક્રિય રૂપ થી શિખડાવવાને પ્રોત્સાહિત કરે. શિક્ષકો માટે વિશેષ માર્ગદર્શિકા હર પાઠ ના અંત માં દીધેલી છે. આ વાતની ખાતરી જરૂર કરવી કે છોકરાઓને કન્સેપ્ટ્સ ની સારી સમજ આવી જાય, પછી જ એમને સ્કિલ્સ સિખડાવવું જોઇયે. વિધ્યાર્થીયો ને શિક્ષા થી સંબંધિત કમ્પ્યુટર ગેમ્સ રમવાની ઇજાજત આપવી જોઇયે જેને હર પાઠ માં શામિલ કરેલું છે જે થી એલોકો ના કન્સેપ્ટ્સ/ સ્કિલ્સ નો વિકાસ થાય. અગર કમ્પ્યુટર લેબ માં એ લોકો સમૂહ માં ચીજો કરી રહ્યા છે તો એ વાત ની ખાતરી કરવી કે એમના રોલ બદલાતા રહે, જેનાથી હર એક ને કમ્પ્યુટર પર શીખવા નો મોકો મળે. અભ્યાસપત્રિકા માં એવી રમતો આપેલી છે જેનાથી એમની ઉચ્ચ સ્તરીય શિક્ષા નું સ્તર વિકસિત થસે. પ્રોજેક્ટ્સ અને ગ્રૂપ એક્ટિવિટીસ ની મદદ થી એમનો જ્ઞાન વધસે અને સર્જનાત્મકતા જાગસે. આ બૂક એવી રીતે બનાવેલી છે જેનાથી એને આરામ થી એક વર્ષ સુધી,એક ક્લાસ (30 થી 45 મિનટ્સ ની) હર અઠવાડિયે ભંડાવી સકો છો. નીચે દીધેલી ટેબલ થી તમને એક સમગ્ર ઝાંખી મળસે હર પાઠ માં સમ્મલિત કરેલા કન્સેપ્ટ્સ, સ્કિલ્સ અને મૂલ્યો ની એમના હર અઠવાડીયા ના કાર્યક્રમ સાથે.

પાઠ ક્રમાંક: વિષય નું નામ કન્સેપ્ટ્સ સ્કિલ્સ મૂલ્યો અઠવાડીયા
 ૧  કમ્પ્યુટર ના ઉપયોગો  ο કમ્પ્યુટર એક મશીન ના રૂપ માં જેના ઘણા બધા ઉપયોગો છે.   ο એવી જગ્યાઓ ને ઓડખો જ્યાં કમ્પ્યુટર નો ઉપયોગ થતો હોય.
ο Tuxpaint પર સરળ ચિત્રો દોરો.
સારી આદતો નું વિકાસ.
ο જાગરુકતા.
ο પરિજનો સાથે સંચાર.
૧ થી ૪
કમ્પ્યુટર ના પાર્ટસ ο કમ્પ્યુટર ના વિભિન્ન ભાગો હોય છે. ο ભાગો ની અને એના કર્યો ની સૂચી બનાઓ. ο જાગરુકતા. ૫ થી ૭
કમ્પ્યુટર સાથે શું કરવું અને શું નહી ο કમ્પ્યુટર ના ઉપયોગ નો યોગ્ય માર્ગ. ο કમ્પ્યુટર ને સાફ રાખવું.
ο યોગ્ય મુદ્રા.
ο કમ્પ્યુટર ના ઉપયોગ વખતે સુરક્ષિત રહવું.
ο મશીન ના ઉપયોગ વકતે યોગ્ય સાવધાની રાખવી.
ο બીજાની જરૂરતો માટે સંવેદનશીલ રહવું.
ο એક બીજા સાથે સાધનો ને બાટવું.
ο સફાઈ રાખવી.
૮ થી ૧૦
માઉસ નો પ્રયોગ ο માઉસ ના કાર્યો. ο રાઇટ ક્લિક, લેફ્ટ ક્લિક,અને ડબલ ક્લિક દ્વારા પોઈંટર ને નિયંત્રિત કરવું. રજામંદી લેવી. ૧૧-૧૨
પુનરાવર્તન ૧૩-૧૪
કીબોર્ડ નું પ્રયોગ ο કીબોર્ડ ના કાર્યો. ο કીબોર્ડ ના ઉપયોગ થી અક્ષર અને નંબર લખવા. વિગતો પર ધ્યાનદેવું(નિરીક્ષણ કુશળતા). ૧૬ થી ૧૮
 ૬  કમ્પ્યુટર ની મદદ થી પેન્ટ કરવું   ο આઇકોન્સ, ટૂલ્સ અને ટૂલબાર
(પેંટ એપ્લીકેશન ના ઉદાહરણ થી).
  ο ખોલો, દોરો અને પેન્ટ ફાઇલ ને સેવ કરો.  નવા જ્ઞાન ને પેલ્લાં અર્જિત કરેલા જ્ઞાન થી જોડો.  ૧૯ થી ૨૧
 ૭  પેન્ટ ના ઉપયોગ થી વધુ ક્રિયાઓ   ο ફાઇલ શું છે તેની વ્યાખ્યા કરો.
ο નવી કે પેલ્લાં થી મોજૂદ ફાઇલ ને ખોલો.
ο ફાઇલ ને સેવ કરો.
ο એપ્લીકેશન ને બંદ કરો.
  ο પેન્ટ ફાઇલ ને સેવ અને પ્રિન્ટ કરો.
ο પેંટ એક્ટિવિટી થી બહાર આવો.
 જિજ્ઞાસા (નિરીક્ષણ -વિચાર - પૂછપરછ).  ૨૨-૨૩
 ૮  મ્યુજિક પ્લેયર નું ઉપયોગ     ο મ્યુજિક પ્લેયર એપ્લીકેશન ને ખોલો.
ο મ્યુજિક ફાઇલ ને ખોલો.
ο કંટ્રોલ બટન્સ નું ઉપયોગ કરો: પ્લે, પોઝ, સ્ટોપ.
 બીજાની જરૂરતો માટે સંવેદનશીલ રહવું.  ૨૪-૨૫
 ૯  ડેસ્કટોપ ના વિષય માં જાણવું   ο કમ્પ્યુટર પર વિન્ડોસ અને ડેસ્કટોપ ના તત્વો.  ο ડેસ્કટોપ પર એક્ટિવિટીસ ને ખોલો.
ο વિન્ડો ને મેક્સિમાઈજ,મિનિમાઇજ અને બંદ કરો.
ο વોલપેપર ને બદલો.
 વ્યવસ્થિતપણું.    ૨૬ થી ૨૮
 ૧૦  પ્રોજેક્ટ્સ         ૨૯ થી ૩૨

અનુક્રમણિકા

ક્રમ નં

પાઠ નું નામ

પૃષ્ઠ ક્રમાંક

૦.
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.

એક દિવસ…
કમ્પ્યુટર ના ઉપયોગો
કમ્પ્યુટર ના પાર્ટસ
કમ્પ્યુટર સાથે શું કરવું અને શું નહી
માઉસ નો પ્રયોગ
કીબોર્ડ નું પ્રયોગ
કમ્પ્યુટર ની મદદ થી પેન્ટ કરવું
પેન્ટ ના ઉપયોગ થી વધુ ક્રિયાઓ
મ્યુજિક પ્લેયર નું ઉપયોગ
ડેસ્કટોપ ના વિષય માં જાણવું
પ્રોજેક્ટ્સ



૧૨
૨૧
૩૦
૩૬
૪૨
૪૯
૫૫
૬૧
૬૮

આ પુસ્તક માં ઉપયોગ કરેલા લીજેંડ્સ

સૂચક

સ્પષ્ટીકરણ





અધ્યાઓ માં જે વિષયો નું સમાવેશ છે તેની સૂચી.
એ અધ્યાય માં જે કન્સેપ્ટ ની ચર્ચા થઈ છે તેને સમજાઓ.
કાર્ય ને કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ નિર્દેશો આપો (કમ્પ્યુટર પર) જે એપ્લીકેશન ની ચર્ચા કરીયે તેના પર.
સામાન્ય જાનકારિયો આપો જે ઉદ્દેશ્ય ની પ્રાપ્તિ માં સહયોગ કરે.
સ્કીલ અથવા કન્સેપ્ટ ના વિષય માં સૂચના અથવા વધારે જાણકારી આપો.
વિષય નો અભ્યાસ કર્યા પછી વિધ્યાર્થી થી શું અપેક્ષાઓ છે તેની સૂચી બનાવો.
જે પ્રષ્ઠો માં આ આયકન બનેલું છે એમાં અભ્યાસપત્રિકા આપેલી છે, જે એની પરીક્ષા લે છે કે તમે પાઠ માં થી કેટલું સિખયા છો.
જે પ્રષ્ઠો માં આ આયકન બનેલું છે એમાં ક્રિયાઓ આપેલી છે, જે વિધ્યાર્થીયો માં શીખવા ની ઇચ્છા જગાડસે.
આ આયકન દર્શાવે છે કક્ષા ની પછી સહયોગી ગતિવિધિઓ ને, જે કક્ષા માં પછી પ્રસ્તુત કરવામાં આવસે ચર્ચા અથવા સમિક્ષા માટે.
આ ચિત્ર માં ટાસ્ક દીધેલાં છે જે વિધ્યાર્થીયો એ વિષય પર અધિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરી સકે છે.
જે પ્રષ્ઠો પર આ આઈકન બનેલું છે એ શિક્ષકો ને પોઈન્ટર્સ આપે છે કે અધ્યાય કેવી રીતે સમજાવું.
આ આયકન એ વેબસાઈટસ ની સૂચી પ્રદાન કરે છે જેને તમે સ્વયં શિક્ષા માટે ઉપયોગ માં લાવી સકો છો.

બ્લેક ઇટાલિક ટેક્સ્ટ

બોલ્ડ બ્લેક ટેક્સ્ટ
બોલ્ડ ઓરેન્જ ટેક્સ્ટ

કીવર્ડ, ઉદાહરણો અને વેબ સાઇટ નું એડ્રેસ ગોતો.
નવાં શબ્દ નું પરિચય
બોલ્ડ ઓરેન્જ ટેક્સ્ટ નવાં ટેકનિકલ શબ્દ નું પરિચય.

એક દિવસ . . .

જ્યારે તેજસ અને જ્યોતિ સ્કૂલ ના મેદાન માં રમતા હતા, એમની બૉલ કમ્પ્યુટર રૂમ માં ચાલી ગયી. તેજસ અને જ્યોતિ એમ તો સ્કૂલ પત્યા પછી પણ રોકાતા હતા, ઘરે જવાની રાહ જોતાં. એમને આ સમય ખૂબ અજ ગમતો, કેમકે એમને પૂરો સ્કૂલ મડી જતો રમવા માટે. સ્કૂલ ખાલી સમય માં પ્રયોગ કરવા માટે છોકરાઓને લાઇબ્રેરિ, મેં દાન અને બાકી સુવિધાઓ આપતો.


હમણાં સુધી, તેજસ અને જ્યોતિ ક્યારે પણ કમ્પ્યુટર રૂમ માં નતા ગયા. આજે એમજ બૉલ ની ખોજ માં એલોકો ત્યાં વયા ગયા. એમને જોઈને આશ્ચર્ય થયું કે એક મોટા ઉંદર એ એમની બૉલ પકડી ને રાખી હતી ! તે ઉંદર એ ચશ્મા પેરયા હતા, જે એની નાક ઉપર થી નીચે ખસકી રયા હતા. આ દ્રશ્ય જોય એમને હસું આવતું હતું. તેજસ અને જ્યોતિ જિજ્ઞાસુ થઈ ગયા. એમને પોતાના હાથ ફેલાવ્યા બૉલ લેવા માટે. ઉંદર રમત રમત માં પાછડ થઈ ગયો અને જરાય ડરયો પણ નહી.


કમ્પ્યુટર પર રંગે બે રંગી સ્ક્રીન જોઈને ને તેજસ અને જ્યોતિ નું ધ્યાન ત્યાં ખેચાયું. એ લોકો એક કમ્પ્યુટર ની પાસે ગયા હજી પાસે થી જોવા માટે. એકાએક કમ્પ્યુટર ના ઉપર થી અવાજ આવ્યો કે તમને કમ્પ્યુટર સિખવું છે શું? છોકરાઓ એ ઉપર જોયું તો ત્યાં ઉંદર હતો. ઉંદર ને આમ બોલતા જોય છોકરાઓ માં ઉત્સાહ જાગ્યો. એમને આ ઉંદર સાથે મિત્રતા કરવી હતી.

તેજસ: હૂઁ તેજસ છું, હૂઁ છ વરસ નો છું.
જ્યોતિ: હૂઁ જ્યોતિ છું, હૂઁ પેલ્લી ક્લાસ માં ભંડું છું . તમારું નામ શું છે? તમે કેટલા વર્ષ ના છો?
ઉંદર: મારૂ નામ મોજ છે. મારી ઉમર ખૂબ અ જ વધારે છે.
તેજસ: શું આપડે મિત્ર બની સકયે છે?
મોજ: હા, હૂઁ તમને કમ્પ્યુટર શીખવા માં મદદ કરીસ, અને તમે મને બૉલ રમતા સિખડાવજો.
જ્યોતિ: આમાં તો બવ મજા આવસે. શું કમ્પ્યુટર પર ગેમ રમી સકાય?

પણ ...હવે એમનો ઘરે જવાનો સમય આવી ગયો હતો. બૉલ લઈને ભાગી જતાં પેલા મોજ એ કીધૂ “ કાલે જ્યારે મડશું ત્યારે હું તમને આનો જવાબા આપીસ. ચીન ચીનાકી !”

પાઠ 1

કમ્પ્યુટર ના ઉપયોગો

આ પાઠ માં તમે કમ્પ્યુટર ના સરળ અને મનોરંજક ઉપયોગો શિખશો.

મોજ: આજે આપડે શું શિખશું?હા, આજે આપડે શિખશું કે કમ્પ્યુટર એક બહુ જ ઉપયોગી મશીન છે. એમાં આપડે રમત રમી સકયે, સંગીત સાંભડી સકયે, પિચર જોય સકયે.
તેજસ: શું આપડે ચિત્રો પણ દોરી સકયે?

મોજ: ચોકસ અજ તમે કરી સકો. કમ્પ્યુટર નો પ્રયોગ તમે ઘણા
સરળ કાર્યો માટે કરી સકો છો જેમ કે:

ચિત્ર દોરવું
પત્ર લખવું
રમત રમવી
સંગીત સાંભડવું
અંકો ને જોડવું
પિચર કે કાર્ટૂન જોવું


જ્યોતિ: મને યાદ છે
આપડી સ્કૂલ ની લાઇબ્રેરી માં મેં કમ્પ્યુટરl
જોયું હતું.
તેજસ: મેં પણ જોયું હતું પણ
કમ્પ્યુટર નું લાઇબ્રેરી માં શું કામ?
મોજ: આ સારો પ્રશ્ન છે.
ચાલો હૂઁ ઉદાહરણ થી સમજાવું છું કે કેવી રીતે
કમ્પ્યુટર નો પ્રયોગ અલગ અલગ
જગ્યા એ કરવામાં આવે છે.


૧. લાઇબ્રેરિ
લાઇબ્રેરિ માં ઘણી બધી પુસ્તકો નું ભંડાર હોય છે. તમને તમારી મન પસંદ પુસ્તલ ગોતવા માં ઘણો સમય લાગી સકે છે. તો, લાઇબ્રેરિમાં કમ્પ્યુટર ના ઇસ્તેમાલ થી એમાં રાખેલી પુસ્તકોની સૂચી એમની જગ્યા રાખવા માં આવે છે. જ્યારે તમે કોઈ પુસ્તક લેવા જાસો, તો લાઇબ્રેરિયન કમ્પ્યુટર માં જોઈને બતાવી દેસે કે એ પુસ્તક ઉપલબ્ધ છે કે નહી. પછી ઈતમને બતાવી દેસે કે એને કયાઁ શોધવી. લાઇબ્રેરિ થી તમને પુસ્તક ઇસ્યુ પણ કમ્પ્યુટર ના ઉપયોગ થી થસે.

૨. બૈંક
ઘણા લોકો પોતાના ધન ને સુરક્ષષિત રાખવા માટે બૈંક નું ઇસ્તેમાલ કરે છે. બૈંક કમ્પ્યુટર ઉપર સૂચિ તૈયાર કરે છે કે બૈંક માં કૌનું કૌનું ખાતું છે અને એની પૂરી જાણકારી રાખે છે. જ્યારે માતા-પિતા ને કઈ ખરીદવા માટે પૈસા ની જરૂર હોય છે, ત્યારે એ લોકો બૈંક માં જાય છે. ક્લર્ક કમ્પ્યુટર માં જોઈને ચેક કરે છે તમારા ખાતા માં જોઇયે તેટલા રૂપયા છે કે નય. પછી ક્લર્ક તમારા માતા પિતા ને રૂપયા આપે છે.

૩. રેલવે સ્ટેશન

રેલ્વે ટિકિટ બુક કરવા માટે કમ્પ્યુટર નું પ્રયોગ કરે છે. ટ્રેન ના ટાયમિંગ વ્યવસ્થિત રાખવા માટે પણ કમ્પ્યુટર નો પ્રયોગ કરવા માં આવે છે. જ્યારે તમે તમારા માતા-પિતા ની સાથે ટિકિટ બુક કરવા જાઓ છો, તો ક્લર્ક કમ્પ્યુટર માં જોઈને બતાવે છે કે ટિકિટ ઉપલબ્ધ છે કે નહી. પછી એ પૈસા લઈને ટિકિટ આપે છે.

જ્યોતિ: આ તો ઠીક છે, પર બાડકો કઈ રીતે કમ્પ્યુટર નું પ્રયોગ કરી શકશે?

મોજ: ચલો તમને કંઈ સરળ કાર્ય બતાવું જે કમ્પ્યુટરની મદદ થી કરી શકાય છે.

તમે કાર્ટૂન અને પિચર જોય શકો છો.

 તમે ચિત્ર દોરી શકો છો.

તમે સંગીત સાંભળી શકો છો.

તમે તમારા દાદા દાદી ને પત્ર લખી શકો છો.

તમારા દોસ્ત માટે ગ્રીટિંગ કાર્ડ બનાવી શકો છો.

મોજ: અમારા રોજ ના કાર્યો માં આપડે ઘણી મશીનો નું પ્રયોગ કરીયે છે જેમ કે ટેલિવીજન,રેડિયો,વોશિંગ મશીન,મિક્સર,મ્યુઝિક સિસ્ટમ,ટેલિફોન આદિ. કમ્પ્યુટર પણ આ મશીનો નું થોડું બઉ કાર્ય કરવામાં સક્ષમ છે.

ટેલિવીજન પિચર જોવાના માટે ઉપયોગ મા આવે છે.
શુ તમે કમપ્યુટર પર પિચર જોય શકો છો?

હા જોય શકો છો!

રાહુલ કાગળ પર ચિત્ર દોરી રયો છે.
શુ એ પણ કમ્પ્યુટર ના ઉપયોગ થી દોરી શકે છે?

હા દોરી સકે છે!

મ્યુઝિક સિસ્ટમ માં ગાયન વાગે છે.
શુ તમે કમ્પ્યુટર પર ગાયન વગાડી શકો છો?

હા જોય શકો છો!

તેજસ: ઓહ કમ્પ્યુટર તો બઉજ ચતુર છે.શુ આ બધું કામ કરી શકે છે?
મોજ: કમ્પ્યુટર તમને ઘણા બધા કર્યો માં મદદ કરી શકે છે. પરંતુ એવી પણ ઘણી વસ્તુઓ છે જે એ નથી કરી ગશકતો.

તમે ખાવાનું સમાન રાખવા માટે ફ્રીઝ નું પ્રયોગ કરો છો.
શુ કમ્પ્યુટર ને પણ ફ્રીઝ ની જેમ ઉપયોગ માં લાવી શકાય?
ના એ સંભવ નથી!

તમે મિક્સર માં તાજા ફડો નું રસ નીકાળી શકો છો.
શુ કમ્પ્યુટર નું પ્રયોગ મિસર માં રૂપ માં કરી શકાય?
ના કરી શકાય!

તમે વોશિંગ મશીન માં કપડાં ધોવો છો.
શુ કમ્પ્યુટર નો ઉપયોગ મશીન ની જેમ કરાય?
ના કરી શકાય!


તેજસ: કમ્પ્યુટર ની આજુ બાજુ એટલા બધા વાયર કેમ છે?
મોજ: આપડે જ્યારે પાંછા મળસુ ત્યારે
આ વિષય પર વાત કરીશુ.હમણાં માટે અલવિદા.
ચીન ચીનાકી…

શીખવા યોગ્ય વાતો

આ પાઠ વાંચવા પછી
તમે નિમ્ન વસ્તુઓ કરી શકશો:

  • કમ્પ્યુટર ના ઘણા ઉપયોગો ની સૂચિ તૈયાર કરી શકશો.
  • એ ઓળખી શકશો કે કઇ જગ્યાએ કમ્પ્યુટર નો
    ઉપયોગ કરી શકાય.
  • એ નિર્ણય લઈ શકશો કઇ જગ્યાએ એનું ઉપયોગ
    ન કરી શકાય.

કાર્યપત્રકો ૧.૧

૧. કમપ્યુટર નો ઉપયોગ કરી શકાય.નામ ને ચિત્રો સાથે જોડી બનાઓ.

a. હોસ્પિટલ b. રેલ્વે સ્ટેશન c. સ્કૂલ d. બેંક e. લાયબ્રેરી

૨. ઐયાં એ જગ્યાઓ દીધેલી જ્યાં કમપ્યુટર નો ઉપયોગ કરી શકાય.એ બધી ગોતો!

P Y T R D X K H B
S T A T I O N O A
H N W S M I H S N
S C H O O L N P K
O U S G J Z X I C
O F F I C E B T T
A X S H O P V A A
A I R P O R T L P

સ્કૂલ
બેંક
દુકાન
હોસ્પિટલ
સ્ટેશન
એરપોર્ટ
ઓફીસ

કાર્યપત્રકો ૧.૧

 

૩. કયા કયા કાર્યો માં કમ્પ્યુટર નો ઉપયોગ કરી શકાય? જયાં તમને લાગે એનો ઇસ્તેમાલ થઈ
શકે છેત્યાં ,સહી નો ચિન્હ લાગડો અને જ્યાં તમને લાગે છે કે ઇસ્તેમાલ
નથી થઈ શકતું ત્યાં ગલત નું ચિન્હ લાગડો.

a. સીમા રસ્સી ના ઇપયોગ થી ચડી રઇ છે.
શુ કમ્પ્યુટર ના ઉપયોગ થી
રસ્સી ચડી શકે છે?

b. વરુણ એ એના જન્મદિવસ માટે કૌને કૌને
બોલવું છે તેની લિસ્ટ બનાવી છે.
શુ કમ્પ્યુટર ની મદદ થી તે લિસ્ટ બનાવી
શકે છે?

c. સોમ લોલીપોપ ખાઈ રહ્યો છે.શુ
કમ્પ્યુટર ની મદદ થી ઈ લોલીપોપ ખાઈ
શકે છે?

d. સુહાસ સંગીત સાંભળી
રહ્યો છે. શુ કમ્પ્યુટર ની મદદ
થી એ સંગીત સાંભળી શકે છે?

કાર્યપત્રકો ૧.૧

e. રીમાં ફુગ્ગો ફુલાવી
રય છે. શુ કમ્પ્યુટર ની
મદદ થી ઇ ફુગ્ગો ફુલાવી
સકે છે?

f. જીત સ્લેટ ઉપર નંબર જોડી
રહ્યો છે. શુ કમ્પ્યુટર ની
મદદ થી ઇ નંબર જોડી સકે છે?

g.સલમાન રોટલી બનાવી
રહ્યો છે.
શુ કમ્પ્યુટર ની મદદ થી ઇ રોટલી બનાવી
સકે છે?

h. નિખિલ ચિત્ર દોરી રહ્યો છે.શુ
કમ્પ્યુટર ની મદદ થી એ દોરી શકે છે?

પ્રવૃત્તિ ૧.૧

૧. ચિત્ર ને દોરો: શિક્ષક ને વિનંતી કરો કે tuxpaint ને ઓપન કરે.
ક્લિક કરો Applications=>Graphics=>TuxPaint

૨. રમત રમવું: શિક્ષક ને વિનંતી કરો કે GCompris ને ઓપન કરે.
ક્લિક કરો Applications=>Games=>Educational suite GCompris.

પ્રોજેક્ટ
પાઠ 10 માં આપેલ પ્રોજેક્ટ 1 કરો.

ખબર પાડો!
૧. શું તમારી સ્કૂલ માં તમે કદી કમપ્યુટર જોયું છે?
૨. શું તમે કોઈ બીજી જગ્યા કમ્પ્યુટર નું ઉપયોગ થતા જોયું છે?
એ કયા કામ માટે ઉપયોગ થઈ રયા હતા ?

શિક્ષકો નું
કોર્નર ૧.૧

●પાઠ ની શુરુઆત વિદ્યાર્થીઓ સાથે મશીનો ના કનસેપ્ટ ની ચર્ચા થી કરવી.

●કમ્પ્યુટર નું પરિચય એક એવી પ્રતિભાવાન મશીન ના રૂપ માં કરવો જે ઘણા બધા કર્યો કરી શકતી હોઈ છે. ઐયાં બાળકો ને એવી ચર્ચા માં શામિલ કરો કે એમને કમ્પ્યુટર કઇ કઈ જગ્યાએ જોયા છે (ઘર,ઐયરપોર્ટ,રેલ્વે સ્ટેશન,બેંક,સ્કૂલ,સિનેમા હોલ) અને કેવી રીતે વિભિન્ન જગ્યાઓ માં એ લોકો ને કામ આવે છે.

●એના એવા બીજા દિલચસ્પ પ્રયોગ બતાઓ જે બાળકો ઓળખી શકે ઉદરાહણ માટે કાર્ટુન પિચર બનાવા માં કમ્પ્યુટર નો પ્રયોગ થઈ છે,ઘણી વસ્તુઓ ના ડિઝાઇન માં એનું ઉપયોગ થઈ છે જેમ કે રમકડાં,પુસ્તકો અને મકાનો.

●એમની જાગરૂકતા વધારો એ પૂછી ને કે શું એ લોકો કમ્પ્યુટર નો પ્રયોગ કરવા માંગે છે.કમ્પ્યુટર ની સરળ એપ્લિકેશન ની જાણકારી આપો જેમ કે સંગીત સાંભળવું,વિડિઓ જોવા,ચિત્ર દોરવું,રમત રમવું,જોડવું,લખવું આદિ.

●કમ્પ્યુટર પર થોડા બઉ ઓડિયો અને વિડિઓ ક્લિપ રાખો ઉદાહરણ માટે કવિતાઓ,કાર્ટુન્સ.એને ચલાઓ અને એમને જોવા દયો.અગર તમારી પાસે ટાઈમ હોય તો જે એ લોકો પાછું જોવા માંગે તે ફરી દેખાડો.

હજી વાંચો:
http://www.howstuffworks.com/
http://library.thinkquest.org/5862/

પાઠ ૨

કમ્પ્યુટર ના પાર્ટસ

આ પાઠ માં તમને કમ્પ્યુટર ના પ્રમુખ ભાગો ની જાણકારી મળશે.

તેજસ અને જ્યોતી કમ્પ્યુટર કક્ષ માં હતા અને એક કમ્પ્યુટર ને જોય
રહ્યા હતા. એ લોકો ઇ જોવાની કોશિશ કરી રહ્યા હતા કે એના વાયર કેવી રીતે જોડાયેલા છે,જ્યારે મોજ આવી ગયો…

મોજ: તો તમે આ પેલ્લા થી જ જાણી ગયા છો કે કમ્પ્યુટર ના ઘણા બધા પાર્ટ્સ હોઈ છે.
તેજસ: હા ઠીક એવીજ રીતે જેવી રીતે આપડા હાથ,પગ,આંખો અને કાન છે!કમ્પ્યુટર ના પાર્ટ્સ નું નામ શું છે?

મોજ: ચાર સૌથી મહત્વપુર્ણ પાર્ટ્સ ના નામ છે:cpu, મોનીટર,કીબોર્ડ અને માઉસ.

જ્યોતિ: કમ્પ્યુટર ને એટલા બધા પાર્ટ્સ ની શુ જરૂર છે?
એ શું કરે છે ?એ કેવી રીતે જોડાયેલા છે?

મોનીટર

કીબોર્ડ

Cpu

માઉસ

મોજ: આ સારો પ્રશ્ન છે!ચાલો બધા પાર્ટ્સ ના વિષય માં હવે સિખીયે.

CPU
Cpu ( સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ) કમ્પ્યુટર
નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.આ મસ્તિષ્ક ની સમાન છે.આ એ બધા કર્યો કરે છે જે આપડે કમ્પ્યુટર ને કરવા માટે કહીયે છે.આ બાકી બધા ભાગો ને પણ નિયંત્રણ માં રાખે છે જેમકે મોનીટર,કીબોર્ડ અને માઉસ.આ બધા ભાગો ને Cpu થી જોડાવું પડે ત્યારેજ એ કામ કરી શકે.

મોનીટર
મોનીટર ટીવી ની સ્ક્રીન જેવું દેખાય છે.CPU મોનીટર
ના પ્રયોગ થી આપણને ફોટો,પિચરો અને રમતો દેખાડે છે.મોનિટર
ના આગળ ના ભાગ ને સ્ક્રીન અથવા ડિસ્પ્લે કહેવામાં આવે છે.

કીબોર્ડ
કીબોર્ડ ઘણા નાના બટનો થી બનેલું હોય છે જેને કીઝ કહેવામાં આવે છે.હર એક કી માં નંબર,લેટર કે શબ્દો હોય છે.જેવી રીતે તમેં પેપર ઉપર લખવા માટે પેન્સિલ નું પ્રયોગ કરો છો,એવીજ રીતે કમ્પ્યુટર પર લખવા માટે તમે કીબોર્ડ નું પ્રયોગ કરો છો.

માઉસ
મોનિટર પર દેખાતી વસ્તુઓ ને પોઇન્ટ કરવા માટે માઉસ નું પ્રયોગ કરવામાં આવે છે.માઉસ માં લગભગ બે કે ત્રણ બટન હોય છે અને બટનો ની વચ્ચે એક નાની વ્હીલ હોઈ છે.

તેજસ:તમે કીધું હતું કે કમ્પ્યુટર ની મદદ થી ચિત્ર દોરી સકયે છે.શુ હું  માઉસ ની મદદ થી ચિત્ર દોરી શકું છું?
હું પિચર ને ઘરે કેવી રીતે લય ને જય સકુ છુ? મોજ:હા તમે માઉસ ની મદદ થી ચિત્ર દોરી શકો છો.પરંતુ ચિત્ર ને પ્રિન્ટ કરવા અને ઘરે લઈ જવા માટે પ્રિન્ટર ની આવશ્યકતા હોય છે.

જ્યોતિ: તમે કીધું હતું અમે કમ્પ્યુટર પર ગાયન સાંભળી સકયે છે.એના કયા ભાગ થી આપડે ગાયન સાંભળી સકયે છે?


મોજ:આમાં થી કોઈ પણ પાર્ટ થી નહી.ગાયન સાંભળવા માટે તમને સ્પીકર ની આવશ્યકતા પડશે. આ વાત 
યાદ રાખજો કે સ્પીકર,પ્રિન્ટર, કે બીજું કોઈ પણ ભાગ ફક્ત ત્યારેજ કામ કરશે જ્યારે એ cpu થી જોડાયેલું હશે. 
તેજસ એ કમ્પ્યુટર નું માઉસ ઉપાડ્યું અને એની સાથે રમવા
લાગ્યો.

તેજસ:આમાં આ બટન શા માટે લાગેલા છે?
મોજ: ધ્યાન થી કમ્પ્યુટર ના પાર્ટ્સ નું અમને ખાસ ખ્યાલ રાખવું જોઈએ.
કાલે આપડે વાંચસુ આવું કેવી રીતે કરાય અને પછી આપડે બટન ના વિષય માં પણ શીખસુ.
ચીન ચીનાકી…

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • કમ્પ્યુટર ના મુખ્ય ભાગો નું નામ બતાવી શકશો.

  • અને આ ભાગો ના કર્યો બતાવી શકશો.

કાર્યપત્રકો ૧.૨

૧.કમ્પ્યુટર ના ભાગો ને રંગો:
મોનીટર માં પીળો,CPU માં બ્લ્યૂ,કિબોર્ડ માં ગ્રીન,અને માઉસ માં લાલ રંગ ભરો.

૨.કમ્પ્યુટર ના ભાગો ને ઓળખો અને એમના ઉપર સર્કલ કરો.

Cpu કી રેટ PUC બોર્ડ
કીબોર્ડ માઉસ બ્લેકબોર્ડ ફોન સ્પીકર
કેટ પ્રિન્ટર કપબોર્ડ કૂકર પેન

કાર્યપત્રકો ૧.૨

૩.નીચે દીધેલા ભાગો ના નામ લખો.

મો_ટ_

મા_ સ

કી_ડ

C __U

કાર્યપત્રકો ૧.૨

૪.હું કૌણ છું?

માઉસ

મોનીટર

કીબોર્ડ

સ્પીકર્સ

Cpu

a. મારુ પ્રયોગ મોનીટર પર વસ્તુઓ પોઇન્ટ કરવા માટે થાય છે._______
b. હું મારી સ્ક્રીન પાર ફોટો,રમત અને પિચર દેખાડું છું._______
c. મારુ પ્રયોગ કમ્પ્યુટર ઉપર લખવા માટે થાઈ છે._________
d. તમને મારી જરૂરત કમ્પ્યુટર પર ગાયન સાંભળવા માટે છે._______
e.હું કમ્પ્યુટર નું મસ્તિષ્ક છું.______

૫.બધા વાયરો ને સરખી જગ્યાએ લાગડો.

કાર્યપત્રકો ૧.૨

૬.નીચે દીધેલા ચિત્ર માં કમ્પ્યુટર ના ભાગો ને ગોતો.

૭. સહી કે ગલત (નીચે દીધેલા બોક્સ માં સ કે ગ લખો)
A. Cpu કમ્પ્યુટર નું સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
B. કી બોર્ડ ટીવી જેવુ દેખાય છે.
C. માઉસ વસ્તુઓ ને પોઇન્ટ કરવાના કામ માં આવે છે.
D.કીબોર્ડ કમ્પ્યુટર ની પેન્સિલ ની જેમ કાર્ય કરે છે.
E. સ્પીકર ની મદદ થી તમે કમ્પ્યુટર પર ગાયન સાંભળી શકો છો.
F. તમે મોનીટર પર જે પણ જોવો છો માઉસ એને પ્રિન્ટ કરી શકે છે.

પ્રવૃત્તિ ૧.૨

૧. તમે કમ્પ્યુટર છો એવું નાટક કરો: એવું રમત રમો જેમાં તમારી પુરી કક્ષા કમ્પ્યુટર ની જેમ કાર્ય કરે.એક છાત્ર કીબોર્ડ બને. શિક્ષક કીબોર્ડ નું પ્રયોગ કમ્પ્યુટર ને કંઈ ક કર્યા આપવા માટે કરે છે કે કોઈ સમસ્યા નું હલ કાઢવા માટે.બીજો છાત્ર cpu બનશે અને એ સમસ્યા નું હલ કરશે.જે છાત્ર મોનીટર બન્યો છે cpu એને ઉત્તર બતાવસે,જે પછી ઉત્તર બતાવશે.કંઇક છાત્રો વાયર બની શકે છે જે કિબોર્ડ ને cpu થી જોડે છે અને cpu ને મોનિટર થી જોડે છે.તમે થોડાક બઉ છોકરાઓ ને સ્પીકર બનાવી શકો છો જે પુરી કક્ષા માટે ગાયન ગાશે!તમે તમારી કક્ષા ને વારી વારી થી અલગ અલગ ભાગો બનવા માટે કહી શકો છો.

૨. કમ્પ્યુટર બનાવો અને એમાં રંગ ભરો:જે કમ્પ્યુટર નો તમે ઉપયોગ કરી રહ્યા છો એનો ચિત્ર બનાઓ. એ વાત નું ધ્યાન રાખજો કે તમેં કમ્પ્યુટર થી સંબંઘીત બધી વસ્તુઓ ને શામિલ કરો છો જે તમારી ડેસ્ક પાર રાખેલી છે.જયારે તમારો ચિત્ર પૂરો થઈ જાય ,એમાં રંગ ભરો અને અલગ અલગ ભાગો ના નામ લખો.

3. એવી રમત રમો જેમાં કમ્પ્યુટર ના ભાગો ની આવશ્યકતા હોઈ:
શિક્ષક ને વિનંતી કરો GCompris ખોલવા માટે.
ક્લિક કરો Applications=>Games=>Educational suite GCompris.


a.સરળ અક્ષરો:
નીચે પડતા મૂળાક્ષરો ને લખો એ
પહેલાં કે એ નીચે મેં દાન માં પડી જાય.


b.અનુપસ્થિત અક્ષરો:
ને અક્ષરો અનુપસ્થિત છે તે ભરો.

પ્રોજેક્ટ
અધ્યાય ૧૦ માં દીધેલા પ્રોજેક્ટ ૨ અને ૩ કરો.

તપાસ કરો!
૧. કમ્પ્યુટર થી જોડાયેલા બીજા ભાગો ને શુ તમે જોય શકો છો?
એમનું નામ અને ઉપયોગો ની ખબર પાડો.

૨. જેવી રીતે કમ્પ્યુટર ના ઘણા ભાગો અને તેના ઉપયોગો હોય છે,તેમજ કાર ના અલગ અલગ ભાગો કયાં છે?
એમના નામ અને ઉપયોગો ની ખબર પાડો.

શિક્ષકો નું
કોર્નર ૧.૨

● ચર્ચા ની શુરુઆત સામાન્ય રૂપ થી ઇસ્તેમાલ માં આવતી મશીનો અને એના ભાગો થી કરો.એ સમજાઓ કે કમ્પ્યુટર પણ એક મશીન છે જે ઘણા ભાગો જે સાથે કામ કરે છે ને મડાવી ને બની છે.

● કમ્પ્યુટર ના વિભિન્ન ભાગો દેખાડો અને એના કાર્યો ને સમજાઓ.અગર કમ્પ્યુટર ઉપલબ્ધ નથી તો તેનું ચિત્ર બ્લેકબોર્ડ પર બનાવી ને દેખાડો અથવા બધાને એના ચિત્ર આપો.એના ભાગો જેમ કે પ્રિન્ટર,સ્પીકર આદિ સમજાઓ એમની સમજ અને શીખવા ની ગતિ ને ધ્યાન માં રાખીને.

● કમ્પ્યુટર ના હર ભાગ ના કાર્ય ને દર્શાઓ.એક ફાઇલ ખોલો અને એમાં કઈંક વિદ્યાર્થીઓ ના નામ ટાઈપ કરો.એમને કીબોર્ડ ના વિષય માં બતાઓ.કક્ષા માં પૂછો કે અક્ષરો ક્યાં દેખાય છે ટાઈપ કરવા પર.તે લોકો સ્ક્રીન પર પોઇન્ટ કરશે.એમને પૂછો આ સુ દર્શાવે છે અને એલોકો કેસે ટીવી .એમને કયો આને મોનીટર કહેવાય.

● હવે માઉસ ને હલાઓ અને છોકરાઓ ને પૂછો જ્યારે માઉસ ને હલાવે છે તો સ્ક્રીન પર શુ હલે છે?એમને માઉસ પોઇન્ટર ના વિષય માં સમજાઓ.

● એમની જિજ્ઞાસા વધારો આ પૂછીને કે “તમે જ્યારે ટાઈપ કરતા હતા ત્યારે કમ્પ્યુટર કેવી રીતે નામ લખતો હતો?”એમને કયો કે cpu આ કાર્ય કરતું હતું.અગર પ્રિન્ટર ઉપલબ્ધ છે તો એના ઉપયોગ થી વિદ્યાર્થીઓ ના નામ ની સૂચિ પ્રિન્ટ કરો.

● કોઈ મ્યુઝિક અથવા કવિતા સંભળાઓ એમને વગર દર્શાવે કે કેવી રીતે વગાડાય.જ્યારે મ્યુઝિક ફાઇલ વાગતી હોઈ છોકરાઓ ને પૂછો અવાજ ક્યાં થી આવે છે?એમને સ્પીકર ના વિષય માં સમજાઓ.

● CPU તરફ ઈશારો કરીને પૂછો કે એમાં આટલા બધા વાયર કેમ છે? એમના જવાબો નું સારાંશ નીકાળી ને બતાઓ કે આવું એટલે છે કેમકે કમ્પ્યુટર માં ઘણા બધા ભાગો હોય છે જેમકે મોનીટર,માઉસ,કીબોર્ડ,સ્પીકર અને પ્રિન્ટર બધા cpu થી જોડાયેલા છે.ઠીક એવીજ રીતે જેમ તમારું મસ્તિષ્ક હાથ અને પગ ને નિયંત્રણ માં રાખે છે,CPU પણ કમ્પ્યુટર નું મગજ છે અને એના બધા ભાગો ને નિયંત્રણ માં રાખે છે.

● લેપટોપ નું જીક્ર કરો અને એમાં અલગ અલગ ભાગો ક્યાં છે.(જે લેપટોપ અને કમ્પ્યુટર માં અંદર અજ સ્પીકર આપેલા હોય છે એમાં અલગ થી સ્પીકર નથી હોતા).ધ્યાન રાખજો કે તમે જે પણ સમજાવી રહ્યા છો એ સ્કૂલ માં જે પણ સિસ્ટમ નો ઇસ્તેમાલ કરી રહ્યા છો એના હિસાબ થી છે.

● તમારા અધ્યાય નો અંત એ ચર્ચા થી કરો કે કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે. આ વાત ઉપર જોર આપો કે જ્યાં સુધી તમે એને કંઈ કરવાનું નહી કહો એ કંઈ નહી કરે.




હજી વાંચો :
http://www.computerlabkids.com/parts.htm
http://library.thinkquest.org/5862/partsof.htm
http://www.kidsdomain.com/brain/computer/lesson/comp_les1.html

પાઠ ૩

કમ્પ્યુટર સાથે શું કરવું અને શું નહી

આ અધ્યાય માં તમેં શીખસો કે કમ્પ્યુટર ને ઉપયોગ કરવાનો સહી તરીકો શુ છે.

કમ્પ્યુટર નું ઉપયોગ કરતા વખતે આપડે:

૧.સુરક્ષિત રેહવું જોઈએ : એ વિજળી થી ચાલે છે.
૨.એને વિનમ્રતા થી ઉપયોગ કરવું જોઈએ: એ બઉ નાજુક હોય છે
૩એને સાફ રાખવું જોઈએ:એ ધૂળ બઉ જલ્દી પકડી લે છે.
૪.એને સારી સ્થિતિ માં રાખવું જોઈએ: એનાથી ઇજા થઇ શકે છે.
5.બરાબર શેયર કરવું જોઈએ: એ બધા માટે છે.

૧. સુરક્ષિત રહો

જ્યોતિ:cpu થી ઘણા બધા વાયર લાગેલા છે.
તેજસ: હા અને એક વાયર તો ઇલેક્ટ્રિક સોકેટ થી લાગેલો છે .એટલે આપડને ખૂબ અજ
ધ્યાન રાખવું જોઈએ .
મોજ: બહુ સરસ. કમ્પ્યુટર વિજડી પર કામ કરે છે જેવી રીતે ટીવી કરે છે. તો, ધ્યાન રાખવું બહુ જરૂરી છે.

A) હમેશા કમ્પ્યુટર ચાલુ કે બંદ કરવા પહેલા શિક્ષક ને પૂછો.
અગર કોઈ વાયર નિકડી ગયું છે તો તમારા શિક્ષક ને કહો એને પાછું લગાડી આપે.

B)CPU થી લાગેલા કોઈ પણ વાયર ને ખેંચો નહી.

C) કોઈ પણ સ્લોટ માં આંગળીઓ ના નાખો.

૨.નમ્ર રહો



તેજસ [કોઈ કીઝ દબાવતા] : આ કીઝ દબાવું કેટલું સરળ કામ છે.
મોજ: હા બધી કીઝ ને નમ્રતા થી દબાવું પર્યાપ્ત છે. કમ્પ્યુટર એક નાજુક મશીન છે.

A) કમ્પ્યુટર પર હાર્ડ બેંગ ના કરસો.
B) કમ્પ્યુટર ના ભાગો ને ખેંચસો નહી.

૩. એને સાફ રાખશો
તેજસ: હૂઁ ભૂખ્યો છું. શું આપડે હવે કઈં ખાય લઈએ?
મોજ: અગર કઈ ખાધ્ય સામગ્રી કમ્પ્યુટર ઉપર પડી ગયી તો?
જ્યોતિ: એ ચોંટી જસે અને પછી કામ કરવાનું બંદ કરી દેસે!
મોજ: સાચ્ચી વાત.

A)કમ્પ્યુટર અને એની આજુ બાજુ ની જગ્યા ને સાફ રાખો.

B)જ્યારે કમ્પ્યુટર નો ઉપયોગ ના હોય ત્યારે એને ઢાંકી ને રાખો.

C)કમ્પ્યુટર ની આજુ બાજુ કઈ ખાઓ પીવો નહી.

૪. યોગ્ય પોસ્ચર રાખો
મોજ: શું થાસે યદી તમે મોનીટર ની એકદમ નજીક બેસયા છો તો?
તેજસ: અમે સ્ક્રીન સરખી રીતે નહી જોય સકયે. અમારી આંખો દુખવા લાગસે.
મોજ: હાઁ, કમ્પ્યુટર નો ઉપયોગ કરતાં વકતે તમારો પોસ્ચર ખૂબ અજ જરૂરી છે.

A) તમારી કુરસી ને યોગ્ય ઊંચાઇ પર રાખો.
B) મોનીટર થી યોગ્ય દૂરી રાખો.

C) માઉસ પર નિરંતર હાથ નહી રાખો.

૫.સમાન રીતે શેયર કરો

તેજસ (જ્યોતિ ને): મેં ગેમ રમી લીધી છે. હવે તારી વારી છે.
મોજ: આ સારી વાત છે કે તમે વારા ફરતી કમ્પ્યુટર નો ઉપયોગ કરી રહ્યા છો. સ્કૂલ માં તમને તમારા દોસ્તારો સાથે કમ્પ્યુટર શેયર કરવું પડસે. બધાને શીખવા અને રમવા નો બરાબર મોકો મળવો જોઇયે.

A) વારી ફેરી થી કીબોર્ડ અને માઉસ નો પ્રયોગ કરો.
B) જ્યારે તમારા મિત્રો કમ્પ્યુટર નો પ્રયોગ કરી રહ્યા છે એમને જગ્યા આપો.

C) જોર થી સંગીત વગાડી ને બીજા ને ડિસ્ટર્બ ના કરસો.


મોજ: હવે તમારો ઘરે જવાનો વક્ત આવી ગયો છે.
કાલે આપડે શિખશું કે માઉસ નું ઉપયોગ કેવી રીતે કરાઇ.....
ચીન ચિનાકી…

શીખવા યોગ્ય વાતો

આ પાઠ વાંચવા પછી તમે નિમ્ન વસ્તુઓ કરી શકશો:

  • કમ્પ્યુટર નો ઉપયોગ કરતા વકતે સુરક્ષા ના નિયમો નું પાલન કરવું.
  • કમ્પ્યુટર ના રખ રખાવ માટે ના માર્ગદર્શિકા નું પાલન કરવું.
  • બીજાની જરૂરતો માટે સંવેદનશીલ રહવું.

કાર્યપત્રકો ૧.૩

૧. નીચે દીધેલાં ચિત્ર ને જોવો. અગર એ કમ્પ્યુટર ના ઉપયોગ માટે યોગ્ય માર્ગ બતાવે છે
તો સહી નો નિશાન લગાડો.
                   અને અગર ગલત માર્ગ દેખાડે છે તો X નો નિશાન લગાડો

a. મીરા કમ્પ્યુટર ની સફાઈ કરે છે.
શું આ જરૂરી છે?

b.રીમા અને રેહાન કમ્પ્યુટર શેયર કરી રહ્યા છે.
શું શેયર કરવાનું સારી વાત છે?

c.જુબીન કમ્પ્યુટર ની પાસે ખાઈ રહ્યો છે. શું આ યોગ્ય છે?

કાર્યપત્રકો ૧.૩

d.સુનિલ કીબોર્ડ પર જોર થી હાથ ચલાવી રહ્યો છે. શું આ કમ્પ્યુટર ચલાવાનો યોગ્ય માર્ગ છે?

e.સારિકા, સુશાંત અને કૃષ્ણા વાયર માથી બધા સ્લોટ ખેંચી રહ્યા છે. શું એમની માટે આવું કરવું ઠીક છે?

f.અગર જોર થી સંગીત વાગી રહ્યું છે.
તો શું આ યોગ્ય છે?

g. શ્રુતિ સીધી પીઠ કરીને બેસી છે. ભાણું જુકી ને બેઠો છે અને મોનીટર ના બહુજ નજદીક છે.

યોગ્ય અવસ્થા પર
સહી નો ચિન્હ લગાડો અને અયોગ્ય
અવસ્થા પર   X લગાડો.

પ્રવૃત્તિ ૧.૩

૧. પોસ્ટર બનાવો: એક પોસ્ટર બનાવો જેમાં શું કરવું જોઇયે અને શું ના કરવું જોઇયે લખો અને એને પોતાની કક્ષા અથવા કમ્પ્યુટર રૂમ ના પ્રમુખ સ્થાન પર લગાડો.
2. તમારા દોસ્તો ની સાથે ગેમ શેયર કરો: તમારા શિક્ષક ને કહો કે a અને b માં દીધેલાં ગેમસ ખોલે અને એ રમાડે.
ક્લિક કરો: Applications=>Games=>Educational suite GCompris.

a. વસ્તુઓ ને ગણો: વસ્તુઓ ને એવી રીતે રાખો જેનાથી તમે એને આસાની થી ગણી સકો. તમને
હાર વસ્તુ કેટલી વાર દેખાઈ રહી છે તે એન્ટર કરો.

b. પાસાના જોડીઓ સાથે નંબર્સ: ગ્રાઉંડ પર પહોંચવા પેહલા દોટ્સ ની સંખ્યા ને ગણો.

પ્રોજેકટ
પ્રોજેકટ ૪ કરો જે અધ્યાય ૧૦ માં દીધેલો છે.

તપાસ કરો!
૧. ચિત્રને ચિત્રિત કરવા માટે તમે કોમ્પ્યુટરને કેવી રીતે શેર કરશો?
૨. ટેલિવિઝન જોતી વખતે શું કરવું અને ન કરવું જોઈએ?

શિક્ષકો નું
કોર્નર ૧.૩

●અધ્યાય ની શુરુઆત એ પૂછી ને કરો કે “ કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે ?” એમને પોતેજ આ વાત સિખવા દો કે એનું પ્લગ જોડવા પર અજ એ ચાલસે. એમને એ સોચવા માટે કહો કે વિજડી થી કઈ કઈ વસ્તુઓ ચાલે છે ઉદાહરણ માટે ટીવી. એમને પૂછો કે ઇલેક્ટ્રિક વાયર અને ઇલેક્ટ્રિક આઉટલેટ્સ થી જોડાયેલા ખતરા થી એ અવગત છે કે નહી. એમને સુરક્ષા ના મુદ્દાઓ નું સારાંશ આપો. એ વાત પર જોર આપો કે જ્યારે એમને કમ્પ્યુટર ચાલુ કે બંદ કરવું હોય ત્યારે શિક્ષક ને પૂછીનેજ કરે.

●એમને પૂછો કે શું થસે અગર એ લોકો “ કીબોર્ડ ને જોર થી દબાવસે કે માઉસ ને ખેચસે”? એમને સમજાઓ કે કમ્પ્યુટર એક નાજુક મશીન છે.

●એમને પૂછો અગર કમ્પ્યુટર ની પાસે કે એની ઉપર અગર કઈ ખાદ્ય સામગ્રી કે પાણી પડસે તો શું થસે? તમને એના અલગ અલગ પ્રકાર ના જવાબો સાંભડવા માં આવસે જેમ કે “મમ્મી ચીલલાવસે” કે “ બોમ્બ બ્લાસ્ટ થઈ જસે” ! એમની આ બધી કલ્પનાઓ માટે સ્પષ્ટિકરણ આપો અને એમને સમજાઓ કે કેમ કમ્પ્યુટર ની પાસે ખાવું પીવું નો જોઇયે.

●એમને પૂછો “ શું થસે અગર એ લોકો પોતાનું માથું મોનીટર ની એકદમ પાસે રાખસે,એમને કમ્પ્યુટર પર કેટલી વાર સુધી કામ કરવું જોઇયે?” વિધ્યાર્થીયો ને દરશાઓ કે મોનીટર ને જોતાં વકતે ગરદ કેવી રીતે રાખવી જોઇયે. એમના જવાબો નું સારાંશ બનાવી, એમને અંત માં
નિમ્નલિખિત માર્ગદર્શિકા આપો:
a) મોનિટરથી ઓછામાં ઓછી એક હાથ ના અંતર પર તમારી આંખો હોવી જોઇયે.
b) તમારી ગરદન સીધી રાખો, જેનાથી તમને મોનીટર ને ઉપર કે નીચે ગરદન કરીને ના જોવું પડે.
c) કમ્પ્યુટર ના ઉપયોગ વકતે હર દસ મિનિટ માં તમારી આંખો અને ગરદન ને હલાઓ.
d) યદી તમે કીબોર્ડ કે માઉસ નું ઉપયોગ કરી રહ્યા છો તો તમારા હાથ અને આંગડિયો ને સ્ટ્રેચ કરો.
કીબોર્ડ અને માઉસ નું ઉપયોગ કરતાં વક્ત હથેળી ને રાખવા ની યોગ્ય સ્થિતિ દરશાઓ.
એમને આંખ અને ગરદન ને રોટેટ અથવા સ્ટ્રેચ કરવાની સરળ કસરતો બતાઓ.

●આ વિષય પર વાત કરો કે કેવી રીતે તેજ અવાજ થી તમારા કાન ને નુકસાન પહૂંચી સકે છે. એમને કહો કે સ્પીકર નો અવાજ હમેશા આરામદાયક સ્તર પર રાખે. આ ચર્ચા ને યોગ્ય ટીમ ના વ્યવહાર પર લય જાઓ- શેયર કરવું, જગ્યા આપવી, વારી ફરતી થી ઉપયોગ કરવું અને ભીડ ના વધારો, ધક્કો ના મારો, અને ખેંચા ખેંચી માં કરો. એમને કહો કે કીબોર્ડ અને માઉસ નો ઉપયોગ કરતાં સમયે વારી ફરતી થી બધા એનો ઉપયોગ કરે. એમને પૂછો કે, “ શું થસે અગર કોઈ પણ સ્કૂલ માં કમ્પ્યુટર શેયર નહી કરે તો?શું બધા શીખવા યોગ્ય બની સક્સે? શું પોતાના દોસ્તો વિના તે કમ્પ્યુટર નો આનંદ લઈ સક્સે?”

પાઠ ૪

માઉસ નો પ્રયોગ

આ પાઠ માં તમે શિક્ષસો કે માઉસ નો પ્રયોગ કેમ કરવો.

જ્યોતિ: મોજ, તમે કીધું હતું કે કમ્પ્યુટર ના ઉપયોગ થી અમે મ્યુજિક સાંભડી શકયે છે. શું આપડે આજે આ કરીયે?
મોજ: જરૂર, આપડે સ્પીકર ના ઉપયોગ થી સાંભડી સકયે છે. તમે મને બતાવસો ગાયન કેવી રીતે પસંદ કરવાનું?
જ્યોતિ: માઉસ ના પ્રયોગ થી! આ અમને પેલ્લાં થી જ ખબર છે કે માઉસ ના પ્રયોગ થી મોનીટર પર વસ્તુઓ ને પોઈન્ટ કરી સકાય છે. જ્યારે આપડે માઉસ ને હલાવીએ છે તો સ્ક્રીન પર એરો પણ હલે છે.
મોજ: સરસ. એરો ને માઉસ પોઈંટર કહવામાં આવે છે. માઉસ ને એક સપાટ સમતલ પર રાખવા માં આવે છે જે માઉસ પેડ કહવાય છે. હવે, તમે સંગીત કેવી રીતે વગાડસો?

તેજસ: મને એવું લાગે છે કે અમને માઉસ નો બટન દબાવો જોઈએ, પણ કયો?
મોજ: બટન દબાવાને ક્લિક કેવામાં આવે છે. માઉસ પર બે બટન હોય છે. લેફ્ટ હાથ સાઇડ ના બટન ને લેફ્ટ બટન કહવાય છે. રાઇટ હાથ સાઇડ ના બટન ને રાઇટ બટન કહવાય છે. આ બટન દબાવા થી કમ્પ્યુટર ને ખબર પડે છે કે શું કરવું છે.

માઉસ ક્લિક ત્રણ પ્રકાર ના હોય છે:

લેફ્ટ ક્લિક: લેફ્ટ બટન ને એક વાર દબાઓ. આ કોઈ ક્રિયા પર પોઈન્ટ કરીને તેને સિલેક્ટ કરવાના કામ માં આવે છે.

ડબલ ક્લિક: લેફ્ટ બટન ને બે વાર દબાઓ જલ્દી જલ્દી. આ ક્રિયા ને
સિલેક્ટ કર્યા પછી એને શૂરું કરવાના કામ માં આવે છે.

રાઇટ ક્લિક: રાઇટ બટન ને એક વાર દબાઓ. આ ક્રિયા ને શૂરું કર્યા પછી તેને નિયંત્રણ કરવા માટે ઉપયોગ માં આવે છે.

તેજસ: ગાયન ને શૂરું કરવા માટે, મને પેલ્લાં ગાયન પર પોઈન્ટ કરવું પડસે, અને એને લેફ્ટ ક્લિક થી પસંદ કરવું પડસે. પછી એને પ્લે કરવા માટે ડબલ ક્લિક કરેવું પડસે. શું મારી વાત સાચ્ચી છે?

મોજ: બહુ સરસ. તમે સાચ્ચું કહી રહ્યા છો.

તેજસ ગાયન પસંદ કરવા માટે માઉસ ને ચલાવે છે. ચલાવતા વકતે માઉસ, માઉસ પેડ ના આખરી ખૂણા માં પહૂંચી જાય છે.

તેજસ: માઉસ પોઈંટર તો વયુ ગયું, એરો કયાઁ છે ?

મોજ: જ્યારે તમે પેડ ના અંત સુધી પહૂંચી જાઓ, તો માઉસ ને ઉપર ઉપાડો અને પાછું વચ્ચે રાખો.

તેજસ: હા. પોઈંટર પાછું સ્ક્રીન પર આવી ગયું છે. વાહ!આમાં તો મજા આવે છે. આ ચકરી જેવુ બટન શું છે માઉસ પર?

મોજ: હું તમને એના વિષે બતાવું છું.
[મોજ એ સ્ક્રીન પર નામો ની સૂચિ ખોલી)

તેજસ: આ આપડી કક્ષા ના બધા મિત્રો નું નામ છે! મારૂ નામ કયાઁ છે?

મોજ: ચકરી ને ફરાઓ અને જોવો શું થાય છે. તમારું નામ ત્યાં નીચે હસે. લેફ્ટ અને રાઇટ માઉસ બટન ની વચ્ચે ની ચકરી ને સ્ક્રોલ બટન કહવામાં આવે છે. તમે પૃષ્ઠ મે ઉપર અને નિચે જવા માટે સ્ક્રોલ બટન નો ઉપયોગ કરી સકો છો.

જ્યોતિ: શું હૂઁ સ્ક્રીન પર મારૂ નામ લખી સકું છું?

મોજ: હા. લખી સકો છો.
કાલે હૂઁ તમને બતાવીસ કેવી રીતે.
ચીન ચિનાકી…

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • માઉસ ના ભાગો અને એના કાર્યો ને ઓડખી સકસો.
  • ક્રિયાઓ ને કરવા માટે માઉસ ના બટન નો ઉપયોગ કરે સકસો.

કાર્યપત્રકો ૧.૪

૧.પુસ્તક વાંચવા વકતે આપડે પોઈંટર ના રૂપ માં શું વાપરીએ છે?
સ્ક્રીન પર માઉસ પોઈંટર કયું છે?
બંને ને સર્કલ કરો

૨. નીચે દર્શાયેલા માઉસ માં, લેફ્ટ બટન ને લાલ રંગ થી ભરો, રાઇટ બટન ને ગ્રીન રંગ થી ભરો, સ્ક્રોલ બટન ને બ્લૂ રંગ થી ભરો, અને બાકી ના માઉસ ને પીડા રંગ થી ભરો.

કાર્યપત્રકો ૧.૪

૩. તે શબ્દો પર સર્કલ કરો જે કમ્પ્યુટર માઉસ થી સંબંધિત છે.

રાઇટ ક્લિક

ફોટો ક્લિક

માઉસ પેડ

લેફ્ટ ક્લિક

રેટ

સ્ક્રોલ બટન

ડબલ ક્લિક

ટેલ

૪. નીચે દર્શયેલા માઉસ માં, લેફ્ટ ક્લિક માટે કયો બટન દબાવસો?
લેફ્ટ બટન પર ‘L’ લખો. લેફ્ટ ક્લિક માટે કયો બટન દબાવસો?
રાઇટ બટન પર ‘R’ લખો.

૫. કૉલમ્સને મેચ કરો.

લેફ્ટ ક્લિક

પ્રષ્ઠ ને ઉપર અને નીચે કરો

રાઇટ ક્લિક

ક્રિયા ને શૂરું કરો

સ્ક્રોલ બટન

ક્રિયા ને પસંદ કરો

ડબલ ક્લિક

ક્રિયા ને નિયંત્રિત કરો

પ્રવૃત્તિ ૧.૪

1. એ રમત રમાડો જેમાં માઉસ નો ઉપયોગ હોય. શિક્ષક ને કહો Gcompris ખોલવાનું.
[by Applications=>Games=>Educational suite Gcompris.]

a)મારા પર ક્લિક કરો: બધી તૈરતી માછલીયો પર માઉસ થી લેફ્ટ ક્લિક કરો એ પેલ્લાં કે એ પેલલુ ટેન્ક છોડીને જાય.

b)માઉસ પર ક્લિક કરો: માઉસ પર લેફ્ટ ક્લિક કરો સફેદ એરિયા ને મીટાડવા માટે અને બેક્ગ્રૌંડ ને શોધવા માટે.

શિક્ષક ને કહો નીચે દીધેલી ગેમ્સ ખોલવા માટે.
c) PySyCache:
ચીજો ને પકડવા માટે એમના પર ડબલ ક્લિક કરો.
Applications=>Games=>PySyCache

d)Gamine: માઉસ ને સ્ક્રીન પર ફરવો, ચિત્ર દોરવા માટે. કીબોર્ડ ની આખરી પંકતી માં દીધેલી સૌથી લાંબી કી દબાઓ ચિત્ર ને સાફ કરવા માટે.
Applications=>Games=>Gamine

પ્રોજેકટ
આદયાય 10 માં દીધેલો પ્રોજેકટ 5 કરો.

તપાસ કરો!

૧. સ્ક્રીન પર દીધેલી વિભિન્ન વસ્તુઓ પર ક્લિક કરો અને
જોવો શું માઉસ નો પોઈંટર બદલાય છે. આવું ક્યારે થાય છે?
૨. તમારી સ્કૂલ અને બીજી જગ્યાઓ ના કમ્પ્યુટર માઉસ ને જોવો.
શું એ બધા એક જેવા દેખાય છે?

શિક્ષકો નું
કોર્નર ૧.૪

●વિધ્યાર્થીયો ની જાગરુકતા વધારો એમને એ કહી ને કે માઉસ ચલાવાનું સિખવા થી એ લોકો ઘણી મનોરંજક રમતો રમી શકસે. કમ્પ્યુટર ના માઉસ ને પકડી ને એમને બતાઓ કે આ કેવી રીતે અસલ માઉસ થી મડતો ઝુલતો છે. તમે એમને યાદ દેવડાઓ એમને માઉસ ના વિષય માં જે શિખયું છે “કમ્પ્યુટર ના પાર્ટસ” અધયાય માં. અને એમને એ પણ યાદ દેવડાઓ કે કમ્પ્યુટર ના માઉસ થી જોડાયેલા વાયર ને ખેંચે નહી. એ દેખાડો કે માઉસ પેડ પર માઉસ ને ફરવા થી સ્ક્રીન પર પોઈંટર કેવી રીતે ફરે છે. આ વાત પર જોર આપો કે માઉસ પેડ માઉસ ના “ઘર” ની જેમ છે, અને એ પોતાનું ઘર કોઈ દિવસ નથી છોડતું.

●કમ્પ્યુટર માઉસ ને આજુ બાજુ પાસ કરો. એમને જોવાનું ક્યો કે માઉસ પર એવું કઈ છે જેને દરવાજા ની ઘંટી ની જેમ વગાડી સકાય. એમને નોટિસ કરવા દો કે એનાથી કેવી અવાજ આવે છે. એમને બતાઓ કે આને ‘ક્લિક’ કેવાય છે અને માઉસ પર એવા બે બટન છે જેને ક્લિક કરી સકાય છે. આવા પ્રશ્નો પૂછવા ફાયદેમંદ છે જેમ કે “ તમે કયા હાથ થી જમો છો?” અને એ હિસાબ થી એમને શીખવો. [ આ વાત ની ખાતરી કરો કે તમે વિધ્યાર્થીયો સાથે ઊભા છો ના કે એમની તરફ મોઢું કરીને જ્યારે તમે એમને રાઇટ અને લેફ્ટ બટન બતાવી રહ્યા છો, નતર એ લોકો મૂંઝવણ માં આવી જસે. ]

●બને બટનો ની વચ્ચે ચકરી જેવા બટન પર એમનો ધ્યાન આકર્ષિત કરો, અને એમને બતાઓ કે આને
સ્ક્રોલ બટન કહવાય. એક ફાઇલ બનાઓ જેમાં બધા વિધ્યાર્થીયો ના નામ વર્ણાનુક્રમ માં લખેલા હોય અને બધા વિધ્યાર્થીયો ને કહો પોતાનું નામ ગોતે. આપોઆપ આજ બધા વિધ્યાર્થીયો
સ્ક્રોલ બટન નું ઉપયોગ ફાઇલ માં ઉપર નીચે જવા માટે કરવા લાગસે. આ વાત નું ધ્યાન્ન રાખવું કે માઉસ ચાલવાનું શીખવું વિધ્યાર્થીયો માટે એક સાહજિક અનુભવ છે. એટલા માટે આ જરૂરી છે કે પાઠ ને સમજાવતા વકતે જેટલું હાથે થી કરીને સિખડાવી શકો તેટલું શિખડાવું.

●Educational suite Gcompris નું શોર્ટકટ ડેસ્કટોપ પર બનાઓ અને એમને બતાઓ કે કેવી રીતે તમે માઉસ ના લેફ્ટ ક્લિક ને બે વાર દબાવા થી ગેમ્સ ઓપન કરી સકો છો. જ્યારે તમે ગેમ ખોલો છો, ત્યારે વિધ્યાર્થીયો ને જોવાનું કહો કે પોઈંટર કેવી રીતે દર વખતે બદલાયે છે. જ્યારે તમે ગેમ ખોલી રહ્યા છો ત્યારે તેમણે દેખાડો, કેવી રીતે પોઈંટર સર્કલ બની ગયું અને એના સ્પોકસ હલી રહ્યા છે. આનું અર્થ છે કે cpu ગેમ ખોલી રહ્યો છે અને તમને પ્રતિક્ષા કરવી પડસે. કોઈ ખાસ ગેમ પર પોઈન્ટ કરવા માટે એરો નું ઉપયોગ કરો અને લેફ્ટ ક્લિક થી એને સિલેક્ટ કરો. વિધ્યાર્થીયો ની સમાજ ના પ્રમાણે, રાઇટ ક્લિક નો ઉપયોગ સમજાઓ.




હજી વાંચો:
http://www.webopedia.com/TERM/m/mouse.html
http://www.howstuffworks.com/mouse.htm

પાઠ ૫

કીબોર્ડ નું પ્રયોગ

આ પાઠ માં તમે શિક્ષસો કે કીબોર્ડ નો પ્રયોગ કેમ કરવો.

મોજ: આજે આપડે કઈ ગેમસ રમશું. પેલ્લાં મને એ બતાવો તમે તમારી પુસ્તક માં લખવા માટે કઈ વસ્તુ નો પ્રયોગ કરો છો?
જ્યોતિ: અમે પેન અથવા પેન્સિલ નો પ્રયોગ કરયે છે. અમારા શિક્ષક ચોક નો ઇસ્તેમાલ કરે છે બોર્ડ પર લખવા માટે.
તેજસ: મેં જોયું છે મારી બેન કમ્પ્યુટર પર લખ્વા માટે કીબોર્ડ નો પ્રયોગ કરે છે.

મોજ: કીબોર્ડ કમ્પ્યુટર નો એક મહત્વપૂર્ણ ભાગ છે. તમે એના પર શું જોયું?
તેજસ: એના પર ઘણા નાના બટન્સ હોય છે.એમાં થોડાક પર નંબર અને થોડાક પર અશરમાળા લખેલી હોયે છે. ‘Enter‛ જેવા કઇંક શબ્દો પણ લખેલા હોય છે. જ્યોતિ: કીબોર્ડ વાયર ના મધ્યમ થી cpu થી જોડાયેલુ હોય છે.
મોજ: સાચી વાત. આપડે કમ્પ્યુટર ને આદેશ દેવા માટે કીબોર્ડ નો ઉપયોગ કરી સકયે છે. કીબોર્ડ પર ના બટન્સ ને કીઝ કહવાય છે.




અલ્ફાબેટ કીઝ

જે કીઝ પર તમને અલ્ફાબેટ દેખાય છે : A-Z એને અલ્ફાબેટ કીઝ કહવાય છે. આ કીઝ નો પ્રયોગ શબ્દો લખવા માટે થાય છે.

નંબર કીઝ
જે કીઝ પર તમને નંબર દેખાય છે: ૦ – ૯ એને નંબર કીઝ કહવાય છે. આ કીઝ નો પ્રયોગ નંબર લખવા માટે થાય છે.



વિશિષ્ટ કીઝ
તમે કીઓ જુઓ છો તે શબ્દોને વિશેષ કીઓ કહેવામાં આવે છે. આનો ઉપયોગ વિશિષ્ટ કાર્યો માટે કરવામાં આવે છે જેમ કે પૃષ્ઠ પરની આગલી લીટી પર ખસેડવું.

મોજ ટેક્સ્ટ એડિટર ખોલે છે.
મોજ: કીબોર્ડ ની મદદ થી તમારા નામ ટાઈપ કરવાની કોશિશ કરો. શું તમારા નામ ના અલ્ફાબેટ તમને કીબોર્ડ પર મળે છે?
તેજસ: [એનું નામ ટાઈપ કરતાં] હાં. મારૂ નામ હવે મોનીટર પર દેખાય છે! હું કીબોર્ડ પર જે પણ ટાઈપ કરું છું તે મોનીટર પર દેખાય છે.
મોજ: યાદ રાખજો કીબોર્ડ પર ટાઈપ કરતાં વકતે તમારો પોસચર સહી રાખવું જરૂરી છે. ટાઈપ કરતાં વકતે સીધા બેસો. કીઝ ધીરે દબાઓ.
તેજસ: [તેજસજ્યોતિ ટાઈપ કરતાં]: હૂઁ નામ ની વચ્ચે જગ્યા કેવી રીતે આપું?

મોજ: સ્પેસ બાર ના પ્રયોગ થી.

સ્પેસ બાર
જ્યારે તમે ટાઈપ કરી રહ્યા છો, તમે સ્પેસ બાર ના પ્રયોગ થી સ્પેસ દઈ સકો છો.
કીબોર્ડ ની આકરી રૉ ની સૌથી લાંબી કી સ્પેસ બાર ની હોય છે. આના ઉપર કઈં પણ લખેલું નથી હોતું.

તેજસ: મેં લખતા વકતે ગલતી કરી દીધી છે. હૂઁ એને કેવી રીતે મિટાડી શકું?
મોજ: બેકસ્પેસ કી ની મદદ થી.

બેકસ્પેસ
જ્યારે તમે ટાઈપ કરી રહ્યા છો બેકસ્પેસ કી ની મદદ થી તમે અક્ષરો ને મિટાડી શકો છો. નમ્બર્સ વાડી રૉ માં આ સૌથી છેલ્લી કી હોય છે. આ અલગ અલગ કીબોર્ડ્સ પર અલગ દેખાઈ સકે છે.

તેજસ[ઘણું બધુ ટાઈપ કર્યા પછી]: હૂઁ બીજી લાઇન પર કેવી રીતે જાઉ?
મોજ: એન્ટર કી ના ઉપયોગ થી. આ કી ને એક વાર દબાવીને અગલી લાઇન પર જય સકો છો.

એન્ટર કી
જ્યારે તમે ટાઈપ કરો છો તો અગલી લાઇન પર જવા માટે તમે એન્ટર કી નો ઉપયોગ કરી સકો છો.
અલ્ફાબેટ ની વચ્ચે વળી રૉ નો સૌથી છેલ્લો બટન અધિકતર એન્ટર કી હોય છે. એન્ટર કી નો ઉપયોગ બીજી ક્રિયાઓ માં પણ થાય છે જેના વિષય માં આપડે પછી વાંચશું.

મોજ: હવે તમે ‘ફોલિંગ લેટર’ ગેમ રમી સકો છો જે તમે અધ્યાય ૨ ના અંત માં રમી હતી.

બાડકો એ થોડી વાર ગેમ રમી અને પછી એમનો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો.

તેજસ: આમાં બહુજ મજા આવી. કાલે, તમે અમને બતાવસો કે કમ્પ્યુટર ની મદદ થી પેન્ટ કેવી રીતે કરાઇ?
મોજ: હાં કાલે આપડે ખબર પાડસું કે કેવી રીતે ચિત્ર દોરવું, પેન્ટ કરવું અને હજી ઘણી બધી વસ્તુઓ.
ચીન ચિનાકી…

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • શબ્દો અને નંબર ટાઈપ કરવા માટે કીબોર્ડ નું પ્રયોગ કરવું.
  • ટેક્સ્ટ એન્ટર કરવા માટે સ્પેશિયલ કીઝ નો ઉપયોગ.

કાર્યપત્રકો ૧.૫

૧. એન્ટર કી ને ઓડખો અને એમાં લાલ રંગ ભરો.
બધા અલ્ફાબેટ કીઝ માં ગ્રીન રંગ ભરો.

૨. કમ્પ્યુટર શબ્દ માં આવેલા બધા અલ્ફાબેટસ ને રંગો.

૩. કમ્પ્યુટર ના ઇસ્તેમાલ વકતે બેસવાના યોગ્ય તરીકા પર નિશાન લગાડો

પ્રવૃત્તિ ૧.૫

૧. એ ગેમ્સ રમો જેમાં કીબોર્ડ નો ઉપયોગ કરવો પડે.
શિક્ષક ને કહો Gcompris ખોલી આપે. [by Applications=>Games=>Childsplay.]

a. ફોલિંગ લેટર્સ : નીચે ગ્રાઉંડ પર પડ્યા પેલ્લાં લેટર્સ ને ટાઈપ કરો

b. અલ્ફાબેટસ શીખો: કીબોર્ડ પર અલ્ફાબેટસ કી એન્ટર કરો એ લેટર થી ચાલુ થતાં શબદો ને સાંભડવા માટે.

શિક્ષક ને કહો Gcompris ખોલી આપે. [by Applications=>Games=>Gcompris.]

c. ફોલિંગ વર્ડ્સ: નીચે ગ્રાઉંડ પર પડ્યા પેલ્લાં
વર્ડ્સ ને ટાઈપ કરો.

d. સરળ જોડ: નંબર ને જોડો અને લખો. અંગૂઠા ના આઈકન પર ક્લિક કરીને જોવો તમારો ઉત્તર સાચો છે કે નહી.

૨. કમ્પ્યુટર પર નીચે દીધેલા શબ્દો ટાઈપ કરો:
( આ વાત નોટ કરશો કે શિક્ષક એ ટેક્સ્ટ એડિટર ખોલી ને આપ્યું છે)

a. માઉસ
b. કીબોર્ડ
c. મોનીટર
d. સ્પેસ બાર

પ્રોજેકટ
પ્રોજેકટ ૬ કરો જે અધ્યાય ૧૦ માં દીધેલો છે.

તપાસ કરો!
૧. કીબોર્ડ ના ઉપયોગ થી નંબર 2008 કેવી રીતે ટાઈપ કરસો?
૨. તમે તમારું નામ મોટા (કેપિટલ) અક્ષરો માં કેવી રીતે લખશો?

શિક્ષકો
નું કોર્નર ૧.૫

● શુરુઆત “કમ્પ્યુટર ના પાર્ટસ ” પાઠ ના પુનરાવર્તન થી કરો. વિધ્યાર્થીયો ને કીબોર્ડ ની ચર્ચા માં વ્યસ્ત રાખો.

● કમ્પ્યુટર કીબોર્ડ દેખાડો અને પૂછો “ તમને આના પર શું દેખાય છે?” એ લોકો કહસે A to Z, ૧,૨, ૩ અને એમજ કઈ. એમને કહો કે કીબોર્ડ માં લેટર,નંબર અને સ્પેશિયલ કીઝ હોય છે. જેવી રીતે એ લોકો પુસ્તક માં લખવા માટે પેન્સિલ નો ઉપયોગ કરે છે તેવીજ રીતે કમ્પ્યુટર પર લખવા માટે કીબોર્ડ નો પ્રયોગ કરવા માં આવે છે.

● ટેક્સ્ટ એડિટર ખોલો અને એમને પોતાના નામ લખવા દો. અગર પર્યાપ્ત સમય નથી, તો એમને આવું કરીને દેખાડો. સ્પેસબાર, બેકસ્પેસ અને એન્ટર કીઝ ના ઉપયોગ બતાઓ. છોકરાઓ ના પ્રશ્નો ના આધાર પર એમને શિફ્ટ અને કેપ્સ્લોક કી ના બારા માં સમજાઓ.

● ડેસ્કટોપ પર GCompris નું ચયન કરીને ગેમ ખોલો અને એન્ટર કી દબાઓ. કઇંક કમ્પ્યુટરસ માં આને રિટર્ન કી પણ કેવા માં આવે છે. કોઈ પણ એપ્લીકેશન ને શૂરું કરવા માં એન્ટર કી નો ઉપયોગ સમજાઓ.

● વારી ફરી થી એમને ગેમ રમવા આપો, જેનાથી કક્ષા ના અંત સુધી વધારે માં વધારે કીબોર્ડ ઉપયોગ કરવા મડે.

નોટ: આ પાઠ ની ગતિવિધિઓ માં કીબોર્ડ શીખવા ની સાથે મેથ્સ ની પણ ગતિવિધિઓ આપેલી છે.
આને મેથ્સ ક્લાસ માં પણ પ્રયોગ માં લાવી સકાય છે મેથ્સ માં એમની દિલચસ્પી વધારવા માટે!



હજી વાંચો:
http://www.ckls.org/~crippel/computerlab/tutorials/keyboard/page1.html
http://www.aarp.org/learntech/computers/howto/a2002-07-15-keyboardbasics.html

પાઠ ૬

કમ્પ્યુટર ની મદદ થી પેન્ટ

આ પાઠમાં તમે પેઇન્ટ મારફત સરળ કમ્પ્યુટર પ્રવૃત્તિઓ કેવી રીતે કામ કરવા તે શીખીશું.


તેજસ: મોજ, આજે અમને ચિત્ર દોરવું છે અને પેન્ટ કરવું છે. શું સ્ક્રીન પર દેખાતા આ ચિત્ર પર ડબલ ક્લિક કર્યે?

મોજ: હા સ્ક્રીન પર દેખાતા આ નાના ચિત્રો ને આઇકન કહવાય છે.
પેન્ટ આઈકન પર ડબલ ક્લિક કરો.

જ્યોતિ પેન્ટ આઇકન પર ડબલ ક્લિક કરે છે, સ્ક્રીન પર જે ખાલી જગ્યા ખૂલી છે એને પોઈન્ટ કરે છે અને પૂછે છે

જ્યોતિ: શું આજ જગ્યા છે જ્યાં આપડે દોરસું અને પેન્ટ કરસું?

મોજ: હા. વિન્ડો માં ખાલી જગ્યા તમારા ડ્રૉઇંગ બૂક ના ખાલી પાનાં ની જેમ છે જ્યાં તમે દોરી સકો છો છે પેન્ટ કરી સકો છો. આને કૅન્વાસ એરિયા કહવામાં આવે છે. આમાં તૈયાર ચિત્રો પણ આપવા માં આવેલા છે જેમાં તમે રંગ ભરી સકો છો.

તેજસ: મને સ્ક્રીન પર ‘ટૂલ્સ’ લખેલું નજર આવે છે. એનું શું અર્થ છે?

મોજ: જ્યારે તમે પેપર પર ચિત્ર દોરો છો તો તમે પેન્સિલ, બ્રશ, રંગો અને રબર નું ઉપયોગ કરો છો. આ તમારા ચિત્ર દોરવાના ટૂલ્સ છે. ઠીક એવિજ રીતે, કમ્પ્યુટર થી ચિત્ર દોરવા માટે ના ટૂલ્સ “ટૂલ્સ” ઓપ્શન ની અંદર છે. ટૂલ્સ ના સેટ ને ટૂલબાર કહવામાં આવે છે. ટૂલબાર ના વિભિન્ન ચોઇસેસ ને ઓપ્શન્સ કહવાય છે.

મોજ: ટૂલ્સ પર જયને ઓપન ઓપ્શન ને પસંદ કરો ચિત્ર ને ખોલવા માટે. પછી ટૂલ્સ એન્ડ કલર્સ ને પસંદ કરી ને
એમાં રંગ ભરો.

જ્યોતિ: મને મારી પોતાની પિચર બનાવી ને એમાં રંગ ભરવું છે.
આ કરવા માટે હૂઁ શેના ઉપર ક્લિક કરું?
મોજ: ટૂલ્સ પર જઈને ન્યુ ઓપ્શન ને પસંદ કરો. ટૂલબાર માં પેન્ટ ઓપ્શન પર જઈને તમે દોરી સકો છો.

જ્યોતિ: મને લાલ રંગ માં સૂર્ય નો ચિત્ર બનાવો છે. શું હૂઁ કલર ટૂલબાર પર ક્લિક કરું?

મોજ: સાચી વાત. કલર ટૂલબાર ને કલર પલેટ્ટે પણ કહવામાં આવે છે. લાલ રંગ અને બ્રશ ટૂલ જે તમને ઉપયોગ કરવો હોય ને સિલેક્ટ કરો. પછી કૅન્વાસ એરિયા પર ચિત્ર દોરો. કલર પલેટ્ટે ના રંગો ને ઘણા ટૂલસ સાથે ઉપયોગ માં લાવી સકો છો. ઉદાહરણ માટે, ‘પીડા’ રંગ ને પસંદ કરો અને પછી ‘ફિલ’ ટૂલ ને સિલેક્ટ કરો. હવે, તમે જે સૂર્ય બનાવ્યું છે એના અંદર ક્લિક કરો, એમાં પિડો રંગ ભરવા માટે.

તેજસ: જ્યારે હૂઁ શેપ્સ ટૂલ્સ પર ક્લિક કરું છું, મને બીજો ટૂલબાર દેખાય છે ઘણા બધા શેપ્સ સાથે. આ કેમ છે?મોજ: બધા શેપ આઇટમસ જેમ કે સ્કવેર, સર્કલ, શેપ્સ ટૂલબાર માં ગ્રૂપ કરેલા છે.

તેજસ: ઓહ, આ તો એમજ છે જેમ કે પેન્સિલ, શાર્પનર, રબર એકસાથે પેન્સિલ બોક્સ માં રાખવા માં આવે છે.

જ્યોતિ: બધી ખાદ્ય સામગ્રી જેમ કે દાળ, ભાત પણ મારા ડબ્બા માં સાથે રાખવા માં આવે છે.

મોજ: બહુ સરસ ઉદાહરણ. હવે ટૂલબાર ના વીભિન્ન શેપ્સ ને જોવો.

જ્યોતિ [પેન્ટાગોન ને પોઈન્ટ કરતાં): પેન્ટાગોન ના પાંચ બાજુઓ હોય છે. આ મને ખબર છે.

મોજ: તમારા આજુ બાજુ જેટલી વસ્તુઓ છે બધાનો શેપ હોય છે. શું તમે ટૂલ્સ નો ઉપયોગ કરીને કઈક વસ્તુઓ દોરી અને પેન્ટ કરી સકો છો?

જ્યોતિ અને તેજસ ડ્રૉઇંગ અને પેંટિંગ ટૂલ નો ઉપયોગ કરીને નીચે દીધેલા બે ચિત્રો ને પૂરું કરે છે.

જ્યોતિ: હું હજી એક ચિત્ર દોરવા અને પેન્ટ કરવા માંગુ છું. મને આ ચિત્ર મિટાડવો નથી.

મોજ: ઠીક છે. સેવ ઓપ્શન થી જે ચિત્ર તમે બનાવ્યો છે એને સેવ કરી લ્યો.
કમ્પ્યુટર એક ફાઇલ માં ચિત્ર ને સેવ કરી લે છે.
ફાઇલસ ના વિષય માં અધિક જાણકારી હૂઁ તમને પછી આપીસ.

મોજ: હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે.
કાલે તમે હજી પેંટિંગ કરી સકો છો.
ચીન ચિનાકી…

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • કયા આઈકન કઈ ગતિવિધી માટે છે તે ઓડખી સકસો.
  • એક્ટિવિટી ટૂલબાર માં ઓપ્શન નો ઉપયોગ કરી સકસો.
  • તક્સ્પેંટ માં ચિત્ર દોરવું અને પેન્ટ કરવું.

કાર્યપત્રકો ૧.૬

૧. નીચે દીધેલાં બટન્સ ની એમના કાર્યો સાથે જોડી બનાવો:

એપ્લીકેશન થી બહાર આવવું

શબ્દો ને લખ્વું

ફાઇલ ને ખોલવું

ફાઇલ ને સેવ કરવું

શેપ્સ દોરવા (રેક્ટેંગલ, સર્કલ આદિ)

કઈ પણ દોરવું

શબ્દો ને મિટાડવું આદિ.

પ્રવૃત્તિ ૧.૬

૧. પેન્ટ નું પ્રયોગ કરતાં નીચે દીધેલાં ચિત્ર ને દોરો.

૨. ટક્સપેન્ટ ને ખોલો અને ચિત્ર માં રંગ ભરો. આઈકન પર ક્લિક કરીને ગતિવિધી ની શુરુઆત કરો અને રંગ ભરવા માટે ચિત્ર ને ખોલો. મેગીક ટૂલ ને શોધો અને ચિત્ર માં રંગ ભરો. કાર્ય પૂરું થાય પછી ફાઇલ ને સેવ કરી લ્યો.

પ્રોજેકટ
પ્રોજેકટ 7 કરો જે અધ્યાય 10 માં દીધેલો છે.

તપાસ કરો!
૧. તમે ફૂલ,જાનવરો,અને બાકી વસ્તુઓ (જેમ કે કેક) ના ચિત્રો પેન્ટ માં કયાઁ ખોજી સકો છો?આ ચિત્રો ને તમારા ડ્રૉઇંગ માં કેવી રીતે નાખી સકો છો?

૨. ટૂલબાર ના ઇંદ્રધનુષ ને ખોજો અને એના ઉપયોગ થી તમારું નામ
લખો.

શિક્ષકો
નું કોર્નર ૧.૬

● કમ્પ્યુટર ના ઉપયોગ થી તમે જે ગતિવિધિઓ કરી છે તનુ પુરનાવર્તન કરો, જે તમને પેલ્લાં આદયાય માં સિખડાવી હતી.વિધ્યાર્થીયો ની રુચિ એ કહી ને વધારો કે શું તમને કમ્પ્યુટર ની મદદ થી ચિત્ર દોરવું શીખવું છે.

● પેન્ટ પ્રોગ્રામ ને ખોલો અને કઈં દોરો. એ લોકો પોતાની મેડે કરવા માટે ઉત્સુક હસે. હવે પ્રોગ્રામ ને બંદ કરો અને એમને બતાઓ કે અને કેવી રીતે ખોલવું. સુવિધા ને ધ્યાન માં રાખતા, ટક્સ્પેંટ નું શોર્ટકટ ડેસ્કટોપ પર બનાઓ. ટક્સ્પેંટ ના આઈકન પર માઉસ પોઈંટર થી પોઈન્ટ કરો, એને પસંદ કરીને એન્ટર કરો. એમને બતાઓ કે લોકો આઈકન પર ડબલ ક્લિક કરીને પણ પ્રોગ્રામ શૂરું કરી સકે છે.

● કૅન્વાસ એરિયા, કલર પલેટ્ટે અને ટૂલબાર ના વિષય માં વાત કરો. એમને સમજાઓ કે કન્વાસ એરિયા ઠીક એ પેપર ની સમાન છે જેનું ઉપયોગ આપડે ડ્રૉઇંગ માટે કરીયે છે. કલર પલેટ્ટે એ પ્લેટ ની સમાન છે જેમાં બ્રશ ડૂબોવી ને આપડે રંગે ભરીએ છે.

● હવે એમને ટૂલબાર ના ઓપન ઓપ્શન દેખાડો. ચિત્રો નો સમૂહ ખૂલી જસે, એમની પસંદ નો ચિત્ર સિલેક્ટ કરીને ડબલ ક્લિક કરીને ખોલો. એમને દેખાડો કે ચિત્ર ને કેવી રીતે રંગવાનુ ફિલ અને કલર પલેટ્ટે ના જાદુઇ વિકલ્પ થી. રંગ ભર્યા પછી, એમને બતાઓ કે ચિત્ર ને સેવ કરિલે જેનાથી એ ખોવાય ના જાય. આને તમે એનાથી જોડી સકો છો કે જેવી રીતે પેપર ને ફાઇલ કરવામાં આવે છે આગડ ઉપયોગ માટે.

● વિધ્યાર્થીયો ને પેન્ટ પ્રોગ્રામ ખોલવાનો, ચિત્ર ખોલવાનો, અને એમાં રંગ ભરવાનો અભ્યાસ કરવા દો. એમને બાકી ના જાદુઇ વિકલ્પ એમની મેતે જ શોધવા દો. એનું સારાંશ આપો કે પ્રોગ્રામ કેમ ખોલવાનું અને પ્રયોગ માં લાવવાનું. જે પેન્ટ કરે છે એને સેવ કરવાનું મહત્વ સમજાઓ.

હજી વાંચો :
http://www.tuxpaint.org/

પાઠ ૭

પેન્ટ ના ઉપયોગ થી વધુ ક્રિયાઓ

આ અધ્યાય માં તમે શિખસો પેન્ટ ના મદદ થી ઘણી બધી ક્રિયાઓ જેનો પ્રયોગ તમે ઘણી બધી એક્ટિવિટીસ માં કરી સકસો.

જ્યોતિ: હેલ્લો મોજ, હૂઁ આજે નવો ચિત્ર દોરવા માંગુ છું. શું હૂઁ ન્યુ ઓપ્શન પર ક્લિક કરું ખાલી કૅન્વાસ ખોલવા માટે?
મોજ: હા. તમે ન્યુ ઓપ્શન પર ક્લિક કરીને ખાલી કૅન્વાસ ખોલી સકો છો. અને તેના પર તમે નવું ચિત્ર દોરી અને પેન્ટ કરી સકો છો.

જ્યોતિ (ચિત્ર દોરવા પછી): તમે કીધું હતું, કે અમને સેવ ઓપ્શન નું ઉપયોગ કરવું જોઇયે ફાઇલ માં ચિત્ર સેવ કરવા માટે. ફાઇલ શું હોય છે?

મોજ: ફાઇલ તમારા પુસ્તક ના પેજ ની જેમ છે. જેટલી વાર તમે નવું કેનવાસ ખોલસો , એ ચિત્ર નવી ફાઇલ ના રૂપ માં સેવ થાસે.

તેજસ: મેં ઓપન ઓપ્શન પર ક્લિક કર્યું. આ ઘણી બધી સેવ કરેલી ચિત્રો દેખાડે છે. જે ચિત્ર મે ગયી વખતે દોરી એ પણ આમાં દેખાય છે!
મોજ: ઓપન ઓપ્શન બધી સેવ કરેલી ફાઇલસ ની સૂચી આપે છે. તમે દોરવાનું જારી રાખી સકો છો અને આ ચિત્રો ને બદલી સકો છો.

તેજસ ને ચિત્ર ગમતો હતો એને પસંદ કરે છે અને એમાં ‘જન્મ દિવસ મુબારક ' લખે છે. એ ટૂલબાર માં થી પ્રિન્ટ ઓપ્શન પસંદ કરીને જન્મદિવસ ના કાર્ડ ને પ્રિન્ટ કરે છે.

તેજસ: હવે હૂઁ આ નવો ચિત્ર સેવ કરવા જઇસ, તો શું મારો જૂનો ચિત્ર વયો જસે?
મોજ: સેવ પર ક્લિક કરો અને જોવો શું થાય છે.
તેજસ સેવ પર ક્લિક કરે છે અને નીચે દીધેલી સ્ક્રીન જોવે છે:

મોજ: આને ડાઈલોગ બોક્સ કહવાય છે. ઐયા જોવો આ પૂછે છે તમને ચિત્ર કેવી રીતે સેવ કરવું છે. તમે એ રીતે હાં કે નાં સિલેક્ટ કરી સકો છો.
મોજ: ધ્યાન રાખજો જ્યારે તમે કમ્પ્યુટર નું ઉપયોગ કરી લ્યો તો બધી એક્ટિવિટીસ
બંદ કરી દેજો.

જ્યોતિ: મેં ક્વિટ પર ક્લિક કરીને એક્ટિવિટી બંદ કરી દીધી. આ નવો ડાઈલોગ બોક્સ શું છે?

મોજ: તમે ક્વિટ પર ક્લિક કરવા પેલ્લા ચિત્ર સેવ નતો કરયો . તો કમ્પ્યુટર તમને ચિત્ર ને સેવ કરવાનું સમય આપે છે. અગર તમે બસ નિરીક્ષણ કરતાં હતા અને ચિત્ર ને સેવ કરવા નથી માંગતા તો નો પર ક્લિક કરો અને બહાર આવી જાઓ વઘર સેવ કરે.

શું હું તમને હજી એક મનોરંજક વાત બતાઉં? જે ક્રિયાઓ –ન્યુ,ઓપન,સેવ, અને એક્સિટ તમે આજે સિખી છે એ બાકી બધીજ એક્ટિવિટીસ માં પણ આવીજ રીતે કરવામાં આવસે! તમને બસ એને ગોતવું પડસે.
ચીન ચિનાકી…

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • ફાઇલ શું છે તેનું વર્ણન કરી સકસો.
  • નવી કે મોજૂદા ફાઇલ ને ખોલી શકસો.
  • ફાઈલ ને સેવ અને પ્રિન્ટ કરી શકશો.
  • એક્ટિવિટી થી બહાર આવી શકસો.

કાર્યપત્રકો ૧.૭

૧. નીચે દીધેલાં બટન્સ ની એમના કાર્યો સાથે જોડી બનાવો:

                               B

મોજૂદા પેજ ને ખોલો

નવું ખાલી પેજ

પેજ ને પ્રિન્ટ કરો

એક્ટિવિટી ને બંદ કરો

પેજ ને સેવ કરો

૨. ટક્સ્પેંટ માં ચિત્ર ખોલો અને એમાં રંગ ભરો.

પ્રવૃત્તિ ૧.૭

૧. પેન્ટ એપ્લીકેશન ને સ્ટાર્ટ કરો અને નવું પેજ ખોલો. એક ઊંચો વૃક્ષ, નાનો પ્લાન્ટ અને ઘાસ દોરો. વિભિન્ન ટૂલ ઓપ્શન નો પ્રયોગ કરો જેમ કે પેન્ટ, લાઈન્સ અને મેજિક. ફાઇલ ને સેવ કરો અને એક્ટિવિટી ને બંદ કરો.

૨. તમારા મિત્ર માટે એક શુભેચ્છા કાર્ડ બનાઓ વિભિન્ન ટૂલ ઓપ્શન ના પ્રયોગ થી. ફાઇલ ને સેવ કરો અને એક્ટિવિટી ને બંદ કરો.

૩. ઓપન પર ક્લિક કરીને તમે જેટલા ચિત્રો દોરયા છે ને ચેક કરો.

તપાસ કરો!
૧.લાઇન દોરવા માટે કયા વિભિન્ન બ્રશો
ઉપલબ્ધ છે?ખબર પાડો કે કેવી રીતે
તમે સ્ટાર્સ,ડોટ્સ અને સ્કૂઇર્રેલ્સ ની લાઇન દોરી સકો છો.
૨. ચિત્ર દોરયા પછી, મિરર ઓપ્શન ને શોધો અને
એનો ઉપયોગ કરો.

શિક્ષકો
નું કોર્નર ૧.૭

●આ પાઠ નો મુખ્ય ઉદ્દેશ્ય ઓપન, સેવ અને ક્લોજ ઓપરેશન્સ શીખવા નું છે. કક્ષા ની શુરુઆત આ યાદ કરાવીને કરો કે પેન્ટ પ્રોગ્રામ ના ઉપયોગ થી કેવી રીતે ઓપન અને કલર કરાય. હવે ટૂલ ઓપ્શન પર ધ્યાન કેન્દ્રિત કરો અને એમને શિખડવો કે ચિત્ર કેવી રીતે દોરવું. ટૂલબાર પર પોઈન્ટ કરીને પેન્સિલ,ઇરેસર અને લાઇન ટૂલ બતા.

●હવે કઈ ડૂડલ કરો અને તેને મિટાડીદો. થોડી બહુ લાઇન દોરો, એમની જાડાઈ બદલો અને મિટાડીદો.તમે ઘર, સીનરી કે કાર્ટૂન દોરી ને બતાવી સકો જે થી કક્ષા માં બધા નું મન લાગ્યું રહે અને એમને મજા પણ પડે. આ ગતિવિધિઓ બે-ત્રણ વાર ફરી થી કરો જેનાથી ટૂલબાર ના આ ઓપ્શન્સ થી એલોકો પરિચિત થઈ જાય.

●‘ન્યુ’ પર ક્લિક કરવાથી કેવી રીતે નવું બ્લેન્ક કેનવાસ ખૂલે છે એના પણ વિધ્યાર્થીયો નું ધ્યાન ખેંચો. એમને પૂછો એલોકો એમના પેલ્લાં બનાવેલા ચિત્રો જોવા માંગે છે શું. એમને બતાઓ ઓપન પર ક્લિક કરીને એલોકો મોજૂદા ચિત્રો કેવી રીતે જોય સકે છે. વિધ્યાર્થીયો સેવિંગ ના ઓપ્શન થી પેલ્લાં થી જ પરિચિત છે. એનું પુનરાવર્તન કરવો અને ‘ક્વીટ’ ઓપ્શન થી એપ્પ્લિકશન બંદ કરવાનું બતાઓ.

●પાઠ નું સારાંશ દેતા એમને ટૂલબાર ઓપ્શન દેખાડો. અંત માં આ વાત પર જોર આપજો કે કમ્પ્યુટર પર ચિત્ર બનવું એ પેપર પર ચિત્ર બનવાનું પૂરણ નથી. કોઈક ચિત્રો કમ્પ્યુટર પર બનવા કરતાં પેપર પર બનવા વધારે સરળ હોય છે!



હજી વાંચો :
http://www.tuxpaint.org/

પાઠ ૮

મ્યુજિક પ્લેયર નો ઉપયોગ

આ પાઠ ના તમે મ્યુજિક પ્લેયર નું ઉપયોગ શિખશો.

જ્યોતિ: ચાલો કમ્પ્યુટર ના ઉપયોગ થી સંગીત સાંભડીયે.
તેજસ મ્યુજિક ફાઇલ આઈકન પર ડબલ ક્લિક કરે છે. બંને જણા મ્યુજિક સાંભડતા હોય છે જ્યારે મોજ આવે છે.
મોજ: બહુજ સરસ મ્યુજિક છે! શું તમને મ્યુજિક સાંભડવું પસંદ છે?
આજે આપડે શિખશુ કે કમ્પ્યુટર પર મ્યુજિક પ્લેયર નું ઉપયોગ કેવી રીતે કરવું. આ બટન્સ પર ધ્યાન દો. [કંટ્રોલ બટન પર પોઈન્ટ કરતાં]

તેજસ: મેં આ બટન મારા ઘરે સીડી પ્લેયરમાં જોયા છે!
જ્યોતિ: મેં પણ, મેં આ બટન કેસેટ પ્લેયર માં જોયા છે.

મોજ: સીડી પ્લેયર એ ગાયન વગાડે છે જે સીડી માં સંગ્રહિત કરેલા હોય છે. કમ્પ્યુટર પર ગાયન મ્યુજિક ફાઇલ ના રૂપ માં સેવ કરવામાં આવે છે.

જ્યોતિ [મ્યુજિક ફાઇલ આઈકન પર પોઈન્ટ કરતાં]:
આ પેન્ટ ફાઇલ ની જેવુ દેખાય છે. હાર ગાયન માટે એક ફાઇલ છે.

મોજ: બહુ સરસ. હવે એ તો તમને ખબર છે કે જોર થી સંગીત વગાડી ને આપડે
બીજા ની શાંતિ ના ભંગ કરવી જોઇયે.
શું તમને કૃપા કરીને અવાજ ધીમી કરસો?

જ્યોતિ [ કોઈ બટન ક્લિક કરીને]:
ઓહ! ગાયન રોકાઈ ગયું.

મોજ: તમે પોસ નું બટન દબાવ્યું એટ્લે ગાયન રોકાઈ ગયું.

“” તમે માઉસ પોઈંટર ને બટન ઉપર લય જાસો તો એ તમને બટન ના નામ બતાવસે.
હવે ફરી થી ગાયન વગાડો.

જ્યોતિ (પ્લે બટન દબાવે છે):“play-button” મ્યુજિક જ્યાં રોકાયું હતું ત્યાંથી જ પાછું ચાલુ થાય છે!
મોજ: હા જ્યારે તમે પોસ કરો છો અને પછી પ્લે કરો છો તો એ ત્યાંથીજ ચાલુ થસે જ્યાંથી તમે સ્ટોપ કર્યું તું. હવે વોલ્યૂમ નો બટન ગોતો.
જ્યોતિ વોલ્યૂમ બટન ક્લિક કરે છે અને અવાજ ઓછું કરવાની કોશિશ કરે છે. પણ કઈં નથી થતું.
તેજસ પણ કોશિશ કરે છે પણ કઈં નથી થતું.

મોજ: શું તમને “slider”વોલ્યુમ બટન ની પાસે સ્લાઇડર દેખાય છે?
આ સ્લાઇડર ની મદદ થી“” તમે “”અવાજ વધારી અને ઓછી કરી સકો છો. સ્લાઇડર ને હલાવા માટે, પેલ્લાં માઉસ ને એના પર પોઈન્ટ કરો. પછી માઉસ નો લેફ્ટ બટન દબાવતા એને ડ્રેગ કરો. આની ટ્રિક એ છે કે માઉસ નો બટન દબાવતા જ એને ડ્રેગ કરો.
તેજસ(સ્લાઇડર ને ઉપર અને નીચે ડ્રેગ કરતાં ):હે, આમાં તો મજા આવે છે! શું આપડે હવે બીજું ગાયન વગાડીએ?

મોજ: શું તમને યાદ છે કે તમને પેન્ટ માં ચિત્ર ખોલવા માટે શું કર્યું હતું? મેં તમને કીધું હતું કે આ બધી ક્રિયાઓ તમને બીજી બધી એક્ટિવિટીસ માં પણ કામ આવસે!આ પાઠ પૂરો થવા પર તમે નીચે દીધેલી વાતો
શીખી શકશો:

તેજસ: હા! હૂઁ ઓપન ઓપ્શન નો ઉપયોગ કરી સકું છું.

ઇ મ્યુજિક પ્લેયર ના ટૂલબાર માં ઓપન ઓપ્શન શોધે છે.
તેજસ અને જ્યોતિ એના કંટ્રોલ્સ ની તપાસ કરે છે અને હજી મ્યુજિક સાંભડે છે.

મોજ: તમારા કમ્પ્યુટર પર અલગ અલગ મ્યુજિક પ્લેયર્સ છે, પણ બધાના બટન એક સરખા જ છે.


▪ પ્લે થી ગાયન શૂરું થાય છે.
▪ સ્ટોપ થી ગાયન પૂરી તરહ થી બંદ થઈ જાય છે.
▪ પોસ ગાયન ને બંદ કરે છે. પોસ અને પ્લે દબાવા થી ગાયન પાછું
ત્યાં થી શૂરું થસે જ્યાંથી રોકાયું હતું.
▪ રિવાઇંડ અને ફોરવર્ડ થી ગાયન ના અલગ અલગ ભાગો ને અથવા
નવા ગાયન ને પસંદ કરી શકો છો.
▪ સ્લાઇડર ના ઉપયોગ થી અવાજ વધારી અને ઘટાડી સકો છો.
▪ મ્યુટ દબાવા થી અવાજ બંદ થય જાય છે.ગાયન
વાગતું રહેસે પણ સંભડાસે નહી. મ્યુટ ફરી દબાવા થી
પાછું સંભડાવા લાગસે.

યોતિ: મોજ, મને સ્ક્રીન ના નીચે ના ભાગ માં એક બહુજ નાની મ્યુજિક પ્લેયર વિન્ડો દેખાય છે. જ્યારે હૂઁ એના પર ક્લિક કરું છું, તો એ મોટી મ્યુજિક પ્લેયર વિન્ડો ગાયબ થઈ જાય છે. જ્યારે હૂઁ ફરી ક્લિક કરું છું, તો મોટી વિન્ડો ફરી આવી જાય છે. શું થઈ રહ્યું છે?

મોજ: સ્ક્રીન ના નીચે ના ભાગ માં જે બાર દેખાઈ છે એને ટાસ્કબાર કેવામાં આવે છે. જ્યારે તમે કોઈ એક્ટિવિટી ખોલો છો, એ એક્ટિવિટી ની એક નાની વિન્ડો ટાસ્કબાર પર દેખાય છે. કાલે તમે ટાસ્કબાર અને વિન્ડો ના વિષય માં હજી વધારે વાંચસું. ચીન ચિનાકી…

શીખવા યોગ્ય વાતો

આ પાઠ વાંચવા પછી
તમે નિમ્ન વસ્તુઓ કરી શકશો:

  • મ્યુઝિક પ્લેયરનો ઉપયોગ કરીને સંગીત ફાઇલો ચલાવો.
  • ઝિક પ્લેયર પર પ્લે, થોભો, રોકો, વોલ્યુમ નિયંત્રણ બટન્સનો ઉપયોગ કરો.

કાર્યપત્રકો ૧.૮

૧. જોડી બનાઓ:

૨. મ્યુજિક પ્લેયર ના બટન થી એના કાર્યો ની જોડી બનાઓ:

પ્લે

રિવાઇંડ

પોજ

ફોરવર્ડ

સ્ટોપ

પ્રવૃત્તિ ૧.૮

૧. નીચે દીધેલાં માર્ગ થી ChildsPlay ખોલો: Applications —> Education—>Childs play

નીચે દીધેલી ગેમસ રમો:
જે નંબર વાંચો એને ક્લિક કરો
જાનવરો ને એની અવાજ થી ઓડખો.

૨. Applications —>Games—>Potato Guy ખોલો
સાંભડો ચેહરા ના હાર ભાગ ને શું કહવાય છે જેમ જેમ તમે ચિત્ર બનાઓ તેમ.
પેંગવિન અને માછલીઘર ના ચિત્રો ની અન્વેષણ કરો.

૩. ઑડિઓ મેમોરી: જે અવાજ વાગે છે તે ધ્યાન થી સાંભડો અને તેનાથી મડતી અવાજ શોધો.
આ ગેમ ને શૂરું કરવા માટે નીચે ના ચરણો નું પાલન કરવું:
Applications —> Education—>Educational suite GCompris

તપાસ કરો!
૧. સંગીત કે વિડિયો સીડી શોધો અને મીડિયા પ્લેયર ની મદદ થી એને કમ્પ્યુટર પર પ્લે કરો.
૨. મ્યુજિક ફાઇલ વિડિયો ફાઇલ થી કેવી રીતે અલગ છે?

શિક્ષકો નું
કોર્નર ૧.૮

● પાઠ ની શુરુઆત ડેસ્કટોપ પર મ્યુજિક પ્લેયર નું આઇકન બનાવી ને કરો. આ આવી રીતે કરવામાં આવે છે : Applications=>Multimedia પર ક્લિક કરો, આ તમને મ્યુજિક અને મૂવી જોવા માટે જે સોફ્ટવેર તમારા સિસ્ટમ માં ઉપલબ્ધ છે તેની સૂચી આપસે.મ્યુજિક પ્લેયર થી સંબંધિત એન્ટ્રી ને ડ્રેગ કરીને ડેસ્કટોપ પર લાઓ એનું આઈકન બનાવા માટે.આની સાથે ડેસ્કટોપ પણ થોડી બહુ મ્યુજિક ફાઇલસ પર બનાઓ. આ કરવા માટે જ્યાં ફાઇલસ સેવ છે ત્યાંથી કોપી કરીને ડેસ્કટોપ પર પેસ્ટ કરો.

● વિષય થી પરિચિત કરાવતા વિધ્યાર્થીયો ને પૂછો સમાન્યતા એ લોકો સંગીત કેવી રીતે સંભાડે છે. અપેક્ષિત જવાબો:ટેપ રિકોર્ડર,રેડિયો,સીડી પ્લેયર,અને કદાચ મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટર.

● એમને મ્યુજિક પ્લેયર નું આઈકન દેખાડો અને એના પર ડબલ ક્લિક કરીને ચાલુ કરો. આ વાત નું ધ્યાન રાખો કે એમાં પેલ્લાં થીજ મ્યુજિક ફાઇલસ હોય જેનાથી એને ઓપન કરતાજ છોકરાઓ ને ગાયન ની સૂચી દેખાય.

● ફાઇલ ને પસંદ કરીને પ્લે બટન પર ક્લિક કરો. મ્યુજિક વાગે ત્યારે એમને વિન્ડો જોવા દો.એમને બીજા બટનસ શોધવાનું કહો.
એમને પોસ,નેક્સ્ટ,પ્રેવિઔસ, અને સ્ટોપ બટન દેખાડો.

● પોસ બટન પર ક્લિક કરીને એના કાર્યો સમજાઓ. એમજ બાકી બટન્સ પર ક્લિક કરીને એમના કાર્યો સમજાઓ.

● વિધ્યાર્થીયો ને કહો એમની મેડે ગાયન વગાડે.

● અગર સંભવ હોય તો કઇંક છોકરાઓ ની ગાયન ગાતા રેકોર્ડિંગ બનાઓ અને એમને સાંભડાઓ, જેનાથી એમને સમાજ માં આવે કે મ્યુજિક ફાઇલ કેવી રીતે બને છે.

હજી વાંચો:
http://www.videolan.org/vlc/

પાઠ ૯

ડેસ્કટોપ ના વિષય માં જાણવું

આ પાઠ માં તમે કમ્પ્યુટર ડેસ્કટોપ અને વિન્ડોસ ના મૂળ તત્વો ની વિષે શિખસો.

જ્યોતિ અને તેજસ કમ્પ્યુટર નું અન્વેષણ કારતા હતા ત્યારે મોજ આવે છે.
મોજ: હલ્લો છોકરાઓ. તો તમે ડેસ્કટોપ ની ગતિવિધિઓ નું અન્વેષણ કરો છો.
જ્યોતિ: હા. આ સ્ક્રીન ને ડેસ્કટોપ કેમ કહવામાં આવે છે?

મોજ: તમે તમારી ડેસ્ક પર પાધિ પુસ્તકો કેવી રીતે જમાવીને રાખો છો?અગર બધી પુસ્તકો સારી રીતે જમાવેલી હોયે, તો તેને શોધવું સરળ થય જાય છે ને?એવિજ રીતે એ સ્ક્રીન જ્યાં બધા આઇકોન્સ જમાવેલા હોય તેને ડેસ્કટોપ કહવાય છે. જે ગતિવિધિઓ નું ઉપયોગ આપડે વધારે કરયે છે એનું આઈકોન ડેસ્કટોપ પર રાખવા માં આવે છે. સ્ક્રીન ના નીચે જે બાર છે તેને ટાસ્કબાર કહવામાં આવે છે.

જ્યોતિ મ્યુજિક આઈકન પર ડબલ ક્લિક કરે છે અને પછી પેન્ટ આઈકન પર.
જ્યોતિ: બે વિન્ડો ખૂલી ગયી છે. તો શું હૂઁ સંગીત પણ સાંભડી સકું છું અને પેન્ટ પણ કરી સકું છું?
મોજ: હા, કરી સકો છો. તમે કમ્પ્યુટર પર એક થી વધારે કર્યો કરવામાં સક્ષમ છો.
જેટલી વાર તમે આઈકન પર ડબલ ક્લિક કરો છો, એ અલગ અલગ એક્ટિવિટીસ માટે અલગ અલગ વિન્ડોસ ઓપન કરસે.

તેજસ વિન્ડો જોય રહ્યો હોય છે જ્યારે જ્યોતિ પેન્ટ વિન્ડો પર ક્લિક કરે છે.

તેજસ: જે વિન્ડો પર ક્લિક કર્યે છે તે આગડ આવી જાય છે.
મોજ: સાચચી વાત. જ્યારે તમે વિન્ડો પર ક્લિક કરો છો કમ્પ્યુટર એ એક્ટિવિટી ને આગડ લય આવે છે જેથી તમે એનું ઉપયોગ કરી સકો.
વિન્ડો ના ઉપર વાડા બાર ને ટાઇટલ બાર કહવાય છે. વિન્ડો ની એક્ટિવિટીસ ને તમે ટાઇટલ બાર ના ટાઇટલ થી ઓડખી સકો છો.

તેજસ [પેન્ટ વિન્ડો ના ટાઇટલ     બાર પર બટન ક્લિક કરે છે]: પેન્ટ વિન્ડો ચાલી ગઈ! હૂઁ તેને પાછી કેવી રીતે લાઉ?

મોજ: તમે મિનિમાઇઝ બટન પર ક્લિક કરી દીધું હતું. આ બટન સૌથી ઉપર
રાઇટ સાઇડ માં હોયે છે, અને કોઈ પણ વિન્ડો ને નાનું કરી દે છે. અઇયાં ટાસ્કબાર પર જોવો. પેન્ટ એક્ટિવિટી વિન્ડો એક નાનું બટન બની ગયું છે. ટાસ્કબાર પર આ બટન દબાવા થી પેન્ટ વિન્ડો પાછી ખૂલી જસે.


ડેસ્કટોપ ની હર એક વિન્ડો માટે ટાસ્કબાર પર એક બટન હોય છે.તો, જેટલી એક્ટિવિટી તમે શૂરું કરી છે તે ટાસ્કબાર પર દેખાય છે.

યોતિ [મ્યુજિક વિન્ડો પર બટન     ક્લિક કરે છે ]: મ્યુજિક વિન્ડો વઈ ગઈ!સંગીત પણ બંદ થઈ ગયું. મેં વિન્ડો ના ઉપર રાઇટ બાજુ પર ‘X’ ક્લિક કર્યું હતું.

મોજ: આહ! તમે ક્લોજ બટન પર ક્લિક કરી દીધું. આ ‘X’ જે વિન્ડો ના રાઇટ બાજુ સૌથી ઉપર છે એક્ટિવિટી ને બંદ કરવાના કામ માં આવે છે. અયાં જોવો, આ ટાસ્કબાર માં થી પણ ગાયબ છે.

જ્યોતિ: તેજસ ના ડેસ્કટોપ પર મારા ડેસ્કટોપ કરતાં અલગ ચિત્ર છે. શું અમે આ ચિત્રો બદલી સકયે છે?
મોજ: હા તમે આવું કરી સકો છો. તમે ગમે તેમ ડેસ્કટોપ રાખી સકો છો. ડેકસ્ટોપ ના ઉપર ના ચિત્ર ને વોલપેપર કહવામાં આવે છે.ડેસ્કટોપ પર રાઇટ ક્લિક કરવા પર એક ડાઈલોગ બોક્સ આવે છે. એમાં થી એક ઓપ્શન તમને વોલપેપર ચેંજ કરવા દેસે.

તેજસ: આનો અર્થ એ છે કે અમે અમારી પેંટિંગ્સ નો ઉપયોગ પણ વોલપેપર માં રૂપ માં કરી સકયે છે.
મોજ: હા.તમે જે વોલપેપર પેલ્લાં થી છે એમાં નવા જોડી સકો છો.ઘરે જઈને ડાઈયલોગ બોક્સ ના હજી ઓપશન્સ ની તપાસ કરજો.
ચીન ચિનાકી…

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • કમ્પ્યુટર પર વિન્ડોસ અને ડેસ્કટોપ ના તત્વો.
  • ડેસ્કટોપ થી ઘણી બધી એક્ટિવિટીસ ખોલવી અને એના વચ્ચે સ્વિચ કરવું.
  • ડેસ્કટોપ નું વોલપેપર બદલવું.

કાર્યપત્રકો ૧.૯

૧. નીચે દીધેલાં ચિત્ર નું અવલોકન કરો અને પ્રશ્નો નું ઉત્તર આપો:

નીચે દીધેલી વસ્તુઓ ને માર્ક કરો.
a.વોલપેપર
b.ટાસ્કબાર
c.આઈકન

૨. ખાલી સ્થાન નું પૂરતી કરો

a. વો_પે_ર_

b. ડે _ટોપ

c. ટા_બાર

d. સ્_ ન

કાર્યપત્રકો ૧.૯

૩. જોડી બનાઓ:

ર પે લ વો પ

ડેસ્કટોપ

શ ફિ નિ

વોલપેપર

ટો ડે પ સ્ક

ટાસ્કબાર

સ્ક બા ટા ર

ફિનિશ

૪.રીના ને એના ડેસ્કટોપ નું વોલપેપર ચેન્જ કરવું છે. એને એ સ્ટેપસ ગોતવા માં મદદ કરો જેનાથી એ ચેન્જ કરી સકે.

ડાઈલોગ બોક્સ ખોલવું
ફિનિશ પર ક્લિક કરવું
વોલપેપર ની સ્ટાઈલ પસંદ કરવી
વોલપેપર ને બદલવું
તમારી પસંદ નું વોલપેપર સિલેક્ટ કરવું
ડેસ્કટોપ માં ક્યાંય પણ માઉસ થી રાઇટ ક્લિક કરવું

પ્રવૃત્તિ ૧.૯

૧. એંજિન નું ચિત્ર બનાઓ. દોરતા વકતે, સંગીત સાંભડો.

૨. ડેકસ્ટોપ ને નીચે દીધેલા વિભિન્ન પ્રકાર ના ચિત્રો અને સ્ટાઇલઑ ના હિસાબ થી બદલો:

a. ચિત્ર ને ડેસ્કટોપ પર સ્ટ્રેચ કરો

b. ચિત્ર ને ડેસ્કટોપ ના સેંટર માં રાખો બસ.

c. ચિત્ર ને ટાઈલસ ના રૂપ માં ડેસ્કટોપ પર રાખો.

તપાસ કરો!
૧. ડેકસ્ટોપ ના ટાસ્કબાર પર હજી શું દેખાય છે?સમય?તારીક?ક્લિક કરો અને આના વિષય માં જાણકારી એકત્ર કરો.
૨. ડબલ ક્લિક ના અલવા એક્ટિવિટી શૂરું કરવાનો બીજો કયો માર્ગ છે?
૩. અગર તમે વિન્ડો ના ઉપર રાઇટ ખૂણા માં સ્કવેર બટન પર ક્લિક કરસો તો શું થસે?શું વિન્ડો બદલાઈ જસે?

શિક્ષકો નું
કોર્નર ૧.૯

● ઘણી બધી વેરાઇટી ના વોલપેપર, મ્યુજિક ફાઇલસ અને પેન્ટ ના શોર્ટકટ ઇકોન્સ,મ્યુજિક પ્લેયર અને જીકોંપરિસ ને ઇન્સ્ટોલ કરો. કક્ષા ની શુરુઆત કરતાં સમયે વિધ્યાર્થીયો ને કહો જ્યારે કમ્પ્યુટર ચાલુ કરીયે છે ત્યારે તેને ધ્યાન થી જોવે. એમને ડેસ્કટોપ ના વિષય માં સમજાઓ. આ એજ જગ્યા છે જ્યાંથી એક્ટિવિટીસ ની શુરુઆત થસે. એમને પૂછો એલોકો પેન્ટ કેવી રીતે શૂરું કર્યું હતું અથવા ગેમસ કેવી રીતે રમતા હતા.એમાં થી અધિકતર યોગ્ય આઈકોન ને પસંદ કરીને ડબલ ક્લિક કરસે.

● પેન્ટ એપ્લિકશન ને ખોલો. મ્યુજિક પ્લેયર ને ખોલો અને સંગીત વગાડો. આ બધુ ધીરે ધીરે કારસો જેનાથી વિધ્યાર્થીયો ધ્યાન થી જોય સકે. એમને પૂછો કે મ્યુજિક એપ્લિકેશન શુરું કરવા પર ટક્સ્પેંટ નું શું થયું.એમને વિન્ડો ને એકટિવે કરવા માટે તેને ચાલુ કરવાનું કહો.

● વિધ્યાર્થીયો ને ડેસ્કટોપ ને જોવા દો.એમને ધ્યાન થી જોવા દો અને કહો કે જે એક્ટિવિટીસ એ લોકો કરી રહ્યા છે એની નાની વિન્ડો તેમણે દેખાય છે.એમને ટાસ્કબાર ના વિષય માં બતાઓ અને એના આઈકન ને ક્લિક કરવા પર વિન્ડો કેવી રીતે એક્ટિવ થાય છે.

● ટાઇટલ બાર થી પરિચય કરાવો. એમને બતાઓ કેવી રીતે ’-’ પર ક્લિક કરવા થી વિન્ડો મિનિમાઇઝ થઈ જાય છે અને ‘x’ પર ક્લિક કરવા થી વિન્ડો બંદ થઈ જાય છે.

● બધી એપ્લિકેશન્સ બંદ કરી દો.વિધ્યાર્થીયો ને કહો બધા કમ્પ્યુટરસ પર ચેક કરે કે શુ ડેસ્કટોપ પર જુદા જુદા ચિત્રો છે. એમને બતાઓ કે બેકગ્રાઉંદ માં જે ચિત્ર છે તેને વોલપેપર કહવા માં આવે છે અને એની બદલી સકાય છે. એમને શિખડવો કે વોલપેપર કેવી રીતે બદલાય. એમને વિભિન્ન સ્ટાઇલસ શોધવા દો. પાઠ નો સારાંશ આપો, ડેસ્કટોપ, આઇકોન્સ,ટાઇટલ બાર, ટાસ્કબાર અને વોલપેપર ના કોન્સેપ્ટસ નું પુનરાવર્તન કરાવો.




હજી વાંચો
http://www.kidsdomain.com/brain/computer/lesson/comp_les8b.html

પાઠ ૧૦

પ્રોજેક્ટ્સ

રોજેકટ ૧ (પાઠ ૧)
a. જ્યારે તમે પરિવાર ની સાથે બહાર જાઓ તો જ્યાં પણ કમ્પ્યુટર જોવો ત્યાં નોટ કરતાં જાઓ. એ કયા કામ માટે ઉપયોગ માં આવે છે?કમ્પ્યુટર નોતા ત્યારે કેવી રીતે કામ થતું હતું?એમને બતાઓ તમે કક્ષા માં શું શિખ્યું. શિક્ષક આ વિષય માં કક્ષા માં ચર્ચા કરે.

b. અલગ અલગ વ્યવસાયો ના લોકો કમ્પ્યુટર નું અલગ અલગ કામો માં ઉપયોગ કરે છે. ખબર પાડો કૌન કમ્પ્યુટર નું ઉપયોગ કરે છે અને શું કામ માટે. ઉદાહરણ માટે, ડોક્ટર આને ઉપયોગ પોતાના પેશન્ટસ નું રેકોર્ડ રાખવા માટે કરે છે. હાર વિધ્યાર્થી અલગ અલગ વ્યવસાય ને પસંદ કરી તેની બધી માહિતી ભેગી કરે અને પછી બધા કક્ષા માં એની ચર્ચા કરે.

પ્રોજેકટ ૨ (પાઠ ૨)
અલગ અલગ પ્રકાર ના કમ્પ્યુટર અને એના ભાગો ના ચિત્ર એકત્રિત કરો.
એને એક શીટ પર ચીપકાવી ને કક્ષા માં પ્રસ્તુત કરો.

પ્રોજેકટ ૩ (પાઠ ૩)
a. જૂની કિતાબો ના પુઠ્ઠા, કાતર, ગ્લુ/ટેપ અને ક્રેયોન્સ ના ઉપયોગ થી તમે પોતે પણ કમ્પ્યુટર ના ભાગો બનાવી સકો છો. કક્ષા ને પાંચ -પાંચ છોકરાઓ ના સમૂહ માં બાંટી દો.
હર સમૂહ ને નીચે દીધેલાં માં થી એક ભાગ બના વાનું કહો: કીબોર્ડ, મોનીટર,cpu,માઉસ અને સ્પીકર. તમે જૂના છાપા ની મદદ થી વાયર પણ બનાવી સકો છો! આ બધા ને શિક્ષક ની મદદ થી પછી સાથે રાખો.

b. હાર્ડબોર્ડ અને મોજા ની મદદ થી જે કમ્પ્યુટર ના ભાગો તમે બનાવ્યા એની કઠપૂતળી બનાઓ. આને તમારા હાથ પર પેરી લ્યો અને કક્ષા માં બધાને બતાઓ આ ભાગ કયું કર્યા કરવા માં સક્ષમ છે!

c. જે ચીજો માં વાયર છે તેની સૂચિ બનાઓ. આ ખબર પાડો કે કેમ કઇંક ભાગો માં વાયર નથી દેખાતા.

પ્રોજેકટ ૪ (પાઠ ૩)
a. જ્યારે તમે લખો કે વાંચો છો ત્યારે બેસવાનું યોગ્ય તરીકો શું છે તે શીખો.
આ ખબર પાડો કે એ યોગ્ય તરીકો કેમ છે અને તેને કક્ષા માં તમારા દોસ્તો સાથે શેયર કરો.



b.એવા કયા રમત છે જેમાં તમને વિશેષ રૂપ થી ઊભું રેવું કે બેસવું પડે છે (ઉદાહરણ માટે: ખો -ખો )?આવી કોઈ પણ બે રમત સ્કૂલ ના પ્લે ગ્રાઉંડ માં રમો.

c.કમ્પ્યુટર ની જેમજ તમારા ઘર માં એવી કઈ વસ્તુઓ છે જે તમને સાફ રાખવી પડે છે અને સાવધાની પૂર્વક ઉપયોગ કરવી પડે છે?આ ખબર પાડો કે કેમ તેમણે સાવધાની થી ઉપયોગ કરવું જોઈએ અને આની ચર્ચા કક્ષા માં કરો.

પ્રોજેકટ ૫ (પાઠ ૪)
a. માઉસ ના સ્ક્રોલ બટન થી જેમ ઉપર નીચે કરવામાં આવે છે એના થી મડતી જુડતી ચીજો ની સૂચિ બનાઓ જેને ચકરી થી ફરવામાં માં આવતું હોય.
એમની અલગ અલગ માપો ની જાણકારી એકત્રિત કરો અને એ કયા કામ માં આવે છે એની ખબર પાડો. તમે કક્ષા માં શું શિખયું એની ચર્ચા કરો.

b.મશીનો માં ચકરી ની ઉપયોગિતા હોય છે એ ખબર પાડો. આના વિષય માં જે પન ખબર પડે તેની ચર્ચા તમારી કક્ષા માં મિત્રો સાથે કરો.

રોજેકટ ૬ (પાઠ ૫)
એ બધા સાધનો ની સૂચિ બનાઓ જેના ઉપયોગ કરવા માટે તમને કીઝ દબાવી પડે (ઉદાહરણ. પ્યાનો, ટાઇપરાઇટર).સૂચિ બનાવેલા સાધનઑ નું ચિત્ર એકત્ર કરો અને એને સ્ક્રેપબુક માં લગાડો. ખબર પાડો કે કે કમ્પ્યુટર ના કીબોર્ડ થી કેવી રીતે અલગ છે અને આનઇ ચર્ચા કક્ષા માં કરો.

રોજેકટ ૭ (પાઠ ૭)
a. કમ્પ્યુટર ની પેન્ટ એક્ટિવિટી ની મદદ થી અલગ અલગ આકારો બનાઓ.

કમ્પ્યુટર મસ્તી સ્તર ૧

કમ્પ્યુટર મસ્તી સ્તર ૨

કમ્પ્યુટર મસ્તી સ્તર ૩

કમ્પ્યુટર મસ્તી સ્તર ૪

કમ્પ્યુટર મસ્તી સ્તર ૫

કમ્પ્યુટર મસ્તી સ્તર ૬


કમ્પ્યુટર મસ્તી સ્તર ૭

વિરામ અને કસરતો
કમ્પ્યુટર ના ઉપયોગ કરતાં સમયે
નિયમિત વિરામ લો.
તમને સ્વસ્થ રાખે એવી કસરતો કરો.

યોગ્ય પોસ્ચર
તમારી કુરસી ને
બરાબર ઊચાઇ પર રાખો.
મોનીટર થી યોગ્ય દૂરી રાખો

બરાબર શેયર કરો

કીબોર્ડ અને માઉસ નો
ઉપયોગ વારી ફરતી
થી કરો.

તમારા મિત્રો ને
કમ્પ્યુટર ના ઉપયોગ વકતે
જગ્યા આપો.

સફાઈ રાખો

કમ્પ્યુટર
અને એના
આજુ બાજુ ની જગ્યા સાફ રાખો.

કમ્પ્યુટર સાથે શું કરવું અને શું નહી

કમ્પ્યુટરસ સિખવાનો
એક મજેદાર તરીકો

એક કલ્લાક થી વધારે
કમ્પ્યુટર નો પ્રયોગ
ના કારસો.

જોર થી સંગીત વગાડી ને બીજા ઑ ને
પરેશાન ના કરસો.

કમ્પ્યુટર ની
આજુ બાજુ ખાવો કે પીવો નહી.

દીધેલાં સર્કલ માં ગોંદ લગાડો

અને આ પોસ્ટર ને તમારા કમ્પ્યુટર પાસે લગાડો.

The CD contains the Computer Masti Toolkit (for Windows Operating System) for the applications used in the book. Please write to us at info@computermasti.com for further  information on Computer Masti.