કક્ષા

આઇઆઇટી બોમ્બે અને ઇનોપેન ટેક્નોલોજીસ ના સહયોગ થી બનાવેલું છે.

કોપીરાઇટ અને લાયસન્સના વિષય માં જાણકારી માટે છેલ્લા પાનાં ને જુવો.

બનાવેલું છે :
ડિપાર્ટમેંટ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ
ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે
મુંબઈ, ઈન્ડિયા.
www .cse.iitb.ac.in

 

સંચાલિત છે:
ઇન ઓપનટેકનોલોજી

સંપાદકો
શ્રીધર અય્યર
માલતિ બારું

લેખકો
ફરિદા ખાન
ઉષા વિશ્વનાથન
વિજયલક્ષ્મી ચિત્તા

ડિજાઇન
સમીર સહર્શ્રબુદ્ધે
સ્વાતિ રેવાંડકર

ઉદાહરણો
કૌમુદી સહર્શ્રબુદ્ધે

આ પુસ્તક ના વિષય માં

ઘણા લેખકો ના સહયોગ થી આ પુસ્તક વિકસિત થઈ છે, ઘણા બધા સર્જનાત્મક વિચારો ને સાથે લાવીને. આ પુસ્તક ની મુખ્ય વિશેષતાઓ નિમ્નલિખિત છે:

  • આ પુસ્તક વિસ્તૃત કમ્પ્યુટર સાયન્સના અભ્યાસક્રમ પર આધારિત છે અને વિશેષજ્ઞો દ્વારા આની સમીક્ષા કરેલી છે. આ અભ્યાસક્રમ www.computermasti.com આ લિન્ક પર જઈને ડાઉનલોડ કરી શકાય છે.
  • વિચારો ની સ્પષ્ટતા અને કમ્પ્યુટર ની પ્રવાહીતતા કમ્પ્યુટર મસ્તી નું પ્રમુખ ઉદ્દેશ્ય છે.
  • મજા કરતાં ભણવું એ શીખવા નું એક મહત્વપૂર્ણ અંગ છે
  • આના પાઠો એક કાલ્પનિક શિક્ષક અને બે છાત્રો ની વચ્ચે ની વાતચીત થી બનેલા છે. શિક્ષક એમાં મહત્તમ પ્રશ્નો કરે છે જે છાત્રોને પોતાના રીતે વિષયને સમજવામાં મદદ કરે છે.
  • દરેક પાઠમાં વિશેષ વિભાવનાઓ અને એનાથી જોડાયેલી કુશળતાઓ પર ધ્યાન આપેલ છે. આ વિભાવનાઓ એવી રીતે પસંદ કરવામાં આવી છે જેવી રીતે: (i) કમ્પ્યુટર ને શીખવા માટે એ મજબૂત પાયો બનશે (ii) સામાન્ય બૌધિક વિકાસ માં મદદ કરશે અને (iii) એ વયકક્ષા ના આધારે બનાવેલા છે.
  • કાર્યપત્રકો અને પ્રવૃત્તિઓ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તેઓ વિષયોને અન્ય વિષયોમાં આવરી લેવામાં આવે છે, શક્ય તેટલી હદ સુધી. સહભાગી શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે દરેક પાઠમાં જૂથ પ્રવૃત્તિઓ શામેલ છે. બહુવિધ પાઠમાં વિષયોના અભ્યાસને વધુ મજબૂત બનાવવા માટે પ્રોજેક્ટ્સનો પણ સૂચન કરવામાં આવે છે.
  • 21મી સદી ની કુશળતાઓ જેમ કે જટિલતા થી વિચારવું. , સહયોગ કરવું, સંચાર અને સર્જનાત્મકતા પણ શીખવામાં આવે એવા પાઠ તૈયાર કરવામાં આવેલા છે.
  • આ પુસ્તક નિરંતરતા અને વ્યાપક મૂલ્યાંકન ના માપદંડ પર ખરી ઉતરે છે. (શિક્ષણનો અધિકાર)
  • પાઠ અને પ્રવૃતિઓ મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર પર આધારિત છે. કમ્પ્યુટર મસ્તી ટૂલકિટ (સીડીમાં) કોમન યુઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર સરળતા થી ઇન્સ્ટોલ થઈ જશે. .
  • આ પુસ્તક માં છોકરાઓ ને ગમે તેવા ઉદરહણો આપેલા છે જે બોડી ઇમેજ અને જાતિના મુદ્દા પ્રત્યે સંવેદનશીલ છે.
  • દરેક પાઠ માં શિક્ષક કોર્નર કરીને એક કૉલમ છે, જે કેવી રીતે પાઠ ની પ્લાનિંગ કરવી, શું કરવું અને શું નહી, અને પોઈંટર્સ આપેલા છે કે ક્યારે કઈ અભ્યાસ- પત્રિકા છોકરાઓ ને આપવી.
  • સ્વસ્થ કમ્પ્યુટર વ્યવહાર પર ભાર દીધેલ છે, જેમાં સ્માર્ટ રુલ્સ જે ઇન્ટરનેટ સેફટી માટે આવશ્યક છે શામેલ કરેલા છે, સાવધાનીથી ઇન્ટરનેટના સંસાધનોના ઉપયોગ પર માર્ગદર્શિકા પાઠમાં અને પૂરક ગતિવિધિઓમાં શામેલ કરેલી છે. આ વિષય પર પોસ્ટર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેને તમે ડિસ્પ્લે બોર્ડ પર લગાવી શકો છો. આ એક ક્વિક રેફેરેન્સ અને મેમરી ટ્રિગર ની જેમ કાર્ય કરશે.
  • આનું ઓનલાઈન (ઈ-બૂક) વર્ઝન વ્યક્તિગત ઉપયોગ માટે મફત માં ઉપલબ્ધ છે, કોપીરાઇટમાં આપેલ શરતો ના અંતર્ગત તમે એને આ લિન્ક થી ડાઉનલોડ કરી શકો છો: www.computermasti.com.
  • પુસ્તક ઉપર તમારી ટિપ્પણિયો અને સૂજાવ તમે શ્રીધર ઐયર ને આપી શકો છો. (sri@iitb.ac.in).

આભાર:
આ બીજું એડિશન સહાના મુરથી અને ફરિદા ખાન દ્વારા ઘણા સૂચનોને શામેલ કરવાનું પરિણામ છે. અમે આભારી છીએ નીલા શ્રીનિવાસન, સેમીના કાદેર,મીરા હીરાની, સ્મિતા સતમ અને શ્રીનાથ પેરૂરના એમના સહયોગ માટે જે એમણે પ્રથમ એડિશન ની પહેલા પ્રાથમિક વિષય વસ્તુ આપ્યું હતું . અમે વૈજયંતિ સરમાં ના પણ આભારી છીએ. પ્રથમ એડિશન વખતે એમની ચોકસાઈપૂર્ણ સમીક્ષા માટે. રાજેશ કુશલકાર, રેખા કાલે અને પ્રવીણ ઇંગ્લે ના સહયોગ માટે પણ અમે આભારી છીએ.
અમે IIT BOMBAY ના પુસ્તક બનાવતા વખતે ના સહયોગ માટે ક્રતજ્ઞ છીએ . પાયલોટ ઇમ્પ્લિમેનટેશન વખતે સહયોગ આપવા માટે અમે SSRVM ટ્રસ્ટ ના અને વિશેષ રૂપ થી એમના SSRVM મુલૂંડ સ્ટાફ ના આભારી છીએ. અને અંત માં અમે આ પુસ્તક પાછળના અમારા પ્રેરણાસ્ત્રોત શ્રી શ્રી રવિશંકરજી નું આભાર માનીએ છીએ, એમના શિક્ષણ વગર આ સંભવ ન હતું . .

આ પુસ્તક નો ઉપયોગ કેમ કરવો

આ પુસ્તક નો ઉપયોગ છોકરાઓ ને કમ્પ્યુટર શિખવાડવા માટે એવી રીતે કરવો કે જેથી તેમને શીખવામાં મજા પડે ( જેવુકે પુસ્તક ના શીર્ષક “મસ્તી” થી દર્શાવાઈ રહ્યું છે). એક શિક્ષક નો રોલ મુખ્યતઃ એવા સુવિધાકર્તા નું હોય છે જે સક્રિય રૂપ થી શિખવાડવા ને પ્રોત્સાહિત કરે. શિક્ષકો માટે વિશેષ માર્ગદર્શિકા દરેક પાઠ ના અંત માં દીધેલી છે. આ વાતની ખાતરી જરૂર કરવી કે છોકરાઓ ને વિભાવનાઓ ની સારી સમજ આવી જાય, પછી જ એમણે કુશળતાઓ શિખવાડવી જોઇયે. વિદ્યાર્થીઓ ને શિક્ષણ સંબંધિત કમ્પ્યુટર ગેમ્સ રમવાની છૂટ આપવી જોઇયે જેને દરેક પાઠ માં શામેલ કરેલું છે જે થી એલોકો ના વિભાવનાઓ/ કુશળતાઓ નો વિકાસ થાય. અગર કમ્પ્યુટર લેબ માં એ લોકો સમૂહ માં કોઈ વિષય પર કાર્ય કરી રહ્યા છે તો આ વાત ની ખાતરી કરવી કે એમના રોલ બદલાતા રહે, જેનાથી દરેક ને કમ્પ્યુટર પર શીખવાનું તક મળે. અભ્યાસપત્રિકા માં એવી રમતો આપેલી છે જેનાથી એમની ઉચ્ચ સ્તરીય શિક્ષા નું સ્તર વિકસિત થશે. પ્રોજેક્ટ્સ અને ગ્રૂપ પ્રવૃત્તિ ની મદદ થી એમનો જ્ઞાન વધશે અને સર્જનાત્મકતા જાગશે. આ પુસ્તક એવી રીતે બનાવેલી છે જેનાથી એને આરામ થી એક વર્ષ સુધી,એક વર્ગ (30 થી 45 મિનટ્સ ની) દરેક અઠવાડિયે ભણાવી શકો છો. નીચે દીધેલી કોષ્ટક થી તમને એક સમગ્ર ઝાંખી મળશે. દરેક પાઠ માં સમ્મલિત કરેલા વિભાવનાઓ, કુશળતાઓ અને મૂલ્યો ની એમના દરેક અઠવાડીયા ના કાર્યક્રમ સાથે.

પાઠ ક્રમાંક વિષય નું નામ વિભાવનાઓ કુશળતાઓ શીખવા યોગ્ય મૂલ્યો અઠવાડીયા
 1 કક્ષા 1 નું પુનરાવર્તન

o કમ્પ્યુટર ના
ઉપયોગો

 o Identification of parts
o Correct usage
o અવલોકન
o જાગરુકતા
1st- 4th
2. ઈન્પુટ અને આઉટપુટ ઉપકરણ o ઈન્પુટ,આઉટપુટ o માઉસ મૂવમેન્ટ કુશળતા o શેરિંગ 5th - 7th
3. કમ્પ્યુટર નો ઉપયોગ કરતાં વખતે સ્વસ્થ રહો કમ્પ્યુટર ના ઉપયોગ નો યોગ્ય માર્ગ કસરતો o ખભા o હાથ
o ગરદન
o આંખો માટે
o સ્વાસ્થ્યની કાળજી લેવાનું મહત્વ
o કસરતો નું મહત્વ.
o સાવચેતી બરતવી.
8th - 10th
4. માઉસ ના ઉપયોગ થી પ્રવૃત્તિઓ o ગોઠવવું
o એક જેવી વસ્તુઓ નું સમૂહ o ફોલ્ડર
o ફાઇલોનું નામકરણ.
o નવું ફોલ્ડર બનાવું
o ફાઇલસ ને ફોલ્ડર માં ખસેડવું
o માઉસ ને ડ્રેગ અને ડ્રોપ કરવું
o ડેસ્કટોપ પર આઈકન્સ ગોઠવવું
o વારા ફરતી થી કાર્ય કરવું o ટીમમાં સાથે કાર્ય કરવું 11th - 13th
5 પેઇન્ટ ના ઉપયોગ થી પ્રવૃત્તિઓ o પાઠો નું પુનરાવર્તન o પ્રવૃત્તિ ની વિશેષતાઓ નો ઉપયોગ. 14th - 16th
પુનરાવર્તન 17th - 19th
 6  કીબોર્ડ ના ઉપયોગ થી પ્રવૃત્તિઓ  o કીઝ ના કાર્યો
o લખેલા ટેક્સ્ટ ને બદલવું.
 ઉપયોગ કરવું
o એરો કી
o ડિલીટ
o બેક્સ્પેસ
o કેપ્સ લોક
o પેજ ઉપ/ડાઉન કીઝ નું.
 o એક બીજા ની મદદ કરવી  20th – 22nd
 7  ટેક્સ્ટ એડિટર ની મૂળભૂત વિશેષતાઓ   o ફરી વાપરવું (કોપી) o એડિટ   કેવી રીતે કરવું
o કૉપી
o કટ
o પેસ્ટ
o અનડુ
 o વારા લેવા
o સાધનો ને શેર કરવું
 23rd – 26th
 8  કમ્પ્યુટર ને શરૂ અને બંધ કરવું o શરૂ કરવું
o બૂટિંગ
o લૉગિન/પાસવર્ડ
o લૉગઆઉટ
o બંધ કરવું 
  o કમ્પ્યુટર ને ચાલુ કરો
o લૉગિન કરો
o પાસવર્ડ નાખો
o કમ્પ્યુટર ને બંધ કરો.
 o કઈં પણ પ્રવૃત્તિ કરવા પહેલા અનુમતિ લો  27th – 29th
9. પ્રોજેક્ટ્સ 13th – 14th

અનુક્રમણિકા

ક્રમ સંખ્યા

પાઠ નું નામ

પૃષ્ઠ ક્રમાંક

0.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.

ગયું વરસ …
કક્ષા 1 નું પુનરાવર્તન
ઈન્પુટ અને આઉટપુટ ઉપકરણ
કમ્પ્યુટર અને તમારો સ્વાસ્થ્ય
માઉસ ના ઉપયોગ થી પ્રવૃત્તિઓ
કીબોર્ડ ના ઉપયોગ થી પ્રવૃત્તિઓ
પેઇન્ટ ના ઉપયોગ થી પ્રવૃત્તિઓ
ટેક્સ્ટ ને એડિટ કરવું
કમ્પ્યુટર ને શરૂ અને બંધ કરવું
પ્રોજેક્ટ્સ

1
2
16
24
38
50
62
68
82
92

આ પુસ્તક માં ઉપયોગ કરેલા લીજેંડ્સ

સૂચક

સ્પષ્ટીકરણ

પાઠ માં જે વિષયો નું સમાવેશ છે તેની સૂચી બનાઓ
એ અધ્યાય માં જે વિભાવનાઓની ચર્ચા થઈ છે તેને સમજાઓ.
કાર્ય ને કરવા માટે ચરણ દર ચરણ નિર્દેશો આપો (કમ્પ્યુટર પર) જે એપ્લીકેશન ની ચર્ચા કરીયે તેના પર.
સામાન્ય જાણકારિયો આપો જે ઉદ્દેશ્ય ની પ્રાપ્તિ માં સહયોગ કરે.
કુશળતાઓ અથવા વિભાવનાઓ ના વિષય માં સૂચના અથવા વધારે જાણકારી આપો.

વિષય નો અભ્યાસ કરયા પછી વિદ્યાર્થી થી શું અપેક્ષાઓ છે તેની સૂચી બનાવો.
જે પ્રષ્ઠો માં આ આઇકન બનેલું છે એમાં અભ્યાસપત્રિકા આપેલી છે,જે એની પરીક્ષા લે છે કે તમે પાઠ માં થી કેટલું શીખયા છો.
આ આઇકોનના પાનામાં પ્રવૃત્તિઓ છે, જે વિદ્યાર્થીઓના શિક્ષણને મજબૂત બનાવસે
આ આઇકન દર્શાવે છે કક્ષા ની પછી સહયોગી ગતિવિધિઓ ને, જે કક્ષા માં પછી પ્રસ્તુત કરવામાં આવશે ચર્ચા અથવા સમીક્ષા માટે.
આ ચિત્ર માં ટાસ્ક દીધેલાં છે જે કરવાથી વિદ્યાર્થીઓ પાઠ ના વિષય માં વધારાની જાણકારી મેળવી શકે છે
જે પ્રષ્ઠો પર આ આઈકન બનેલું છે એ શિક્ષકો ને પોઈન્ટર્સ આપે છે કે અધ્યાય કેવી રીતે સમજાવું.
 આ આઇકન એ વેબસાઈટસ ની સૂચી પ્રદાન કરે છે જેને તમે સ્વયં શિક્ષણ માટે ઉપયોગ માં લાવી શકો છો.

બ્લેક ઇટાલિક ટેક્સ્ટ

બોલ્ડ બ્લેક ટેક્સ્ટ
બોલ્ડ ઓરેન્જ ટેક્સ્ટ

કીવર્ડ, ઉદાહરણો અને વેબ સાઇટ નું સરનામું ગોતો.

નવાં શબ્દ નું પરિચય
નવાં ટેકનિકલ શબ્દ નું પરિચય.

ગયું વર્ષ...

તેજસ અને જ્યોતિ મોઝ ને સ્કૂલ ના કમ્પ્યુટર લેબ માં મળયા હતા. મોઝે બંને બાળકોને કમ્પ્યુટર્સનો ઉપયોગ શીખવવાની ઓફર કરી. છોકરાઓ ને મોઝ સાથે કમ્પ્યુટર શિખવાં માં અને નવી નવી પ્રવૃત્તિઓ કરવામાં ખૂબ અજ મજા પડી. સ્કૂલ ની લાંબી રજાઓ શરૂ થવા ની ઠીક પહેલા છોકરાઓ એ મોઝ ને ટેબલ ટેનિસ નું સેટ આપ્યું.

આજે......
સ્કૂલ ઉનાળા ની રજાઓ પછી ખૂલી ગયી છે. તેજસ, જ્યોતિ અને મોઝ વાત કરી રહ્યા છે કે એમણે લાંબી રજાઓ માં શું કર્યું.

જ્યોતિ : હેલ્લો મોઝ, તમે કેમ છો? તમે તમારી રજાઓ માં શું કર્યું?
મોઝ:મેં ટેબલ ટેનિસ ની પ્રેક્ટિસ કરી. મારો હજી એક મિત્ર પણ મારી સાથે રમ્યો. મને ખરેખર ખૂબ અજ મજા આવી.આભાર.રજાઓ દરમિયાન તમે બે ક્યાં ગયા હતા અને તમે શું કર્યું?
તેજસ: હૂઁ નવી-દિલ્લી ગયો હતો દાદા દાદી થી મળવા. દિલ્લી ભારત ની રાજધાની છે. મેં ત્યાં કુતુબ મિનાર અને લાલ
કિલો જોયો.

જ્યોતિ: હું મારા ભાઈ બહનો સાથે કન્યાકુમારી ગયી હતી. અમે
વિવેકાનંદ રોક જોયું. એ બહુજ સુંદર જગ્યા છે.

મોઝ: શું તમે પહલી કક્ષા ના પ્રોજેકટસ કરી લીધા? તેજસ: હાં, અમે કરી લીધા. અમે એના ફોટો પણ લાવ્યા છીએ.
મોઝ: આ તો સારી વાત છે. શું તમને યાદ છે આપણે ગયા વર્ષે શું શીખ્યુ હતું?

તેજસ: હાં મેં મારા દાદા દાદીને કમ્પ્યુટરનો ઉપયોગ કમ્પ્યુટર પર સ્કેચ અને પેઇન્ટ કરવા માટે શીખવ્યું.

તેજસ અને જ્યોતિ: અમને હજી શીખવું છે. મોઝ: આપણે કાલે થી શરુઆત કરશું. ચીન ચિનાકી......

પાઠ 1

કક્ષા 1 નું પુનરાવર્તન

આ પાઠ માં તમે:
પાછલા સ્તરમાં શીખ્યા પાઠ નું પુનરાવર્તન કરો

મોઝ કક્ષા માં આવે છે ત્યારે જુએ છે કે જ્યોતિ મોનીટર ને એક સોમ્ય કપડાં થી સાફ કરે છે અને તેજસ cpu સાફ કરે છે.

મોઝ: કેમ છોછોકરાઓ. ચાલો કમ્પ્યુટર ને સ્વચ્છ રાખવામાં હું તમારી મદદ કરી દઉં. હું કનેક્શનસ પણ ચેક કરી લઉં છું. ત્યાં સુધી તમે કમ્પ્યુટર ના ઉપયોગો અને એના ભાગો ના વિષય માં લખો. મેં ડેસ્ક પર કાગળના કેટલાક શીટ્સ રાખ્યા છે.

કમ્પ્યુટરનો ઉપયોગ
કમ્પ્યુટરનો ઉપયોગ ઘણા સરળ કાર્યો માં કરવામાં આવે છે જેમ કે:

  • ચિત્ર દોરવું
  • નંબર્સ ઉમેરવાનું
  • પત્ર લખવું
  • ચલચિત્રો અને કાર્ટુન જોવું
  • રમતો રમવી
  • સંગીત સાંભળવું

કમ્પ્યુટરના ભાગો
તેજસ cpu અને માઉસ ના વિષય માં લખે છે. જ્યોતિ મોનિટર અને કીબોર્ડ ના વિષય માં લખે છે

CPU
CPU ( સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ) કમ્પ્યુટર નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ એ બધા કાર્યો કરે છે જે આપણે
કમ્પ્યુટર થી કરાવા માંગીએ છીએ.

આ બાકી બધા ભાગો ને પણ નિયંત્રિત કરે છે, જેમ કે મોનીટર,કીબોર્ડ અને માઉસ. આ ભાગોને Cpu થી જોડવા પર અજ કામ કરી શકાય છે.

મોનીટર
મોનીટર ટીવી ની સ્ક્રીન જેવું દેખાય છે.cpu મોનીટર ના ઉપયોગ થી આપણને ફોટો,પિચરો અને રમતો દેખાડે છે
. માઉસ પોઇન્ટર ને મોનિટર પર જોઈ શકાય છે.
મહત્તમ, આપણે કીબોર્ડ ની મદદ થી જે પણ ટાઈપ કરીયે છીએ તે મોનિટર પર દેખાય છે.

કીબોર્ડ

કમ્પ્યુટર પર લખવા માટે કીબોર્ડ નું ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટર ને સૂચનાઓ દેવા માટે પણ આપણે કીબોર્ડ નો ઉપયોગ કરી શકીયે છે. કીબોર્ડ પર ના બટનસ ને કીઝ કહવામાં આવે છે. કીઝ જેમાં તમે જોઈ શકો છો:
  • મૂળાક્ષરો A-Z, અલ્ફાબેટ કીઝ કહેવામાં આવે છે
  • નંબર 0 – 9, નંબર કીઝ કહેવામાં આવે છે
  • જે કીઝ માં શબ્દો જેમ કે એન્ટર,બેકસ્પેસ હોય છે એ સ્પેશિયલ કીઝ કહેવામાં આવે છે

ટાઈપ કરતાં વખતે, નિમ્ન નું ઉપયોગ કરો:
  • સ્પેસ બાર: મૂળાક્ષરો અથવા સંખ્યાઓ વચ્ચે જગ્યા છોડવા માટે આનું ઉપયોગ કરવામાં આવે છે.
  • આ કી સૌથી નીચલી લાઇન ની સૌથી મોટી કી હોય છે અને આના પર કઇં પણ લખેલું નથી હોતું.
  • બેકસ્પેસ કી : મિટાવા માટે. નમ્બર્સ વાડી રૉ માં આ સૌથી છેલ્લી કી હોય છે.
  • એન્ટર કી: અગલી લાઇન પર જવા માટે. અલ્ફાબેટ ની વચ્ચે વાળી રૉ નો સૌથી છેલ્લો બટન મહત્તમ એન્ટર કી હોય છે.

માઉસ
A મોનીટર પર કોઈ પણ વસ્તુ ને સિલેક્ટ કરવા માટે માઉસ નો ઉપયોગ કરવામાં આવે છે. માઉસ માં સમાન્યત: બે બટન હોય છે અને બંને બટન્સ ની વચ્ચે
એક નાની વ્હીલ હોય છે
  • કોઈ પણ વસ્તુ ને પસંદ કરવા માટે, પહેલા એને પોઈન્ટ કરો
    અને પછી ડાબા બટનને ક્લિક કરો.
  • કોઈ પણ પ્રવૃત્તિ ને શરૂ કરવા માટે, ડાબા બટન ને ડબલ ક્લિક કરો.
  • કોઈ પણ પ્રવૃત્તિને નિયંત્રિત કરવા માટે, અમે જમણી બટનને ક્લિક કરીએ છીએ
  • પેજ માં ઉપર અને નીચે જવા માટે, વ્હીલ કે સ્ક્રોલ બટન નું ઉપયોગ કરવામાં આવે છે.

તેજસ: અમે કાર્ય પૂરું કરી લીધું છે, શું હવે હું કમ્પ્યુટર ની મદદ થી પેઇન્ટ કરી શકું છું ?
જ્યોતિ: મને સંગીત સાંભળવું છે.
મોઝ: ઠીક છે. કરી લ્યો, તમને ખબર છે કે કેવી રીતે પ્રવૃત્તિ શરૂ કરવાની છે.

પેઇન્ટ પ્રવૃત્તિ

તેજસ પેઇન્ટ ના આઇકન પર ડબલ ક્લિક કરે છે. પેઇન્ટ પ્રવૃત્તિ ની વિન્ડો ખૂલી જાય છે.
તેજસ સૌપ્રથમ પહેલા થી બનેલી ફાઇલ ખોલે છે અને રંગો થી રમે છે. પછી તે પોતાની પેઇન્ટિંગ બનાવે છે. એને ખબર છે કે:
  • ચિત્ર દોરવા માટે સાધનો, ટૂલ્સ ઓપ્શન ની અંદર મળે છે.
  • સાધનોના સમૂહ ને ટૂલબાર કહેવાય છે.
  • કોઈ પણ ટૂલબાર માં વિવિધ પસંદગીઓ ને ઓપ્શન કહેવાય છે.

જે ટૂલ્સ અને ઓપ્શનસ નું ઉપયોગ તેજસ ઘર દોરવામાં કરે છે તે છે:
  • ન્યુ ખાલી કેનવાસ મેળવવાનો વિકલ્પ
  • શેપ્સ ટૂલબાર જેનાથી ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ જેવા આકાર મેળવવામાં આવે છે.
  • બૃશેસકલર પલેટ્ટે ના ઉયોગ થી રંગ ભરવા માટે નો ટૂલબાર.
  • ઈરેસર મિટાવા માટે.
  • સેવ પેઇન્ટિંગ ને સેવ કરવા માટેનો વિકલ્પ
  • પ્રિન્ટ પેઇન્ટિંગ ને પ્રિન્ટ કરવા માટેનો વિકલ્પ.
  • ક્વીટ પ્રવૃત્તિ થી બહાર આવવાં માટેનો વિકલ્પ.

સંગીત પ્લેયરનો ઉપયોગ કરવો

જ્યોતિ સંગીત ફાઇલ પર ડબલ ક્લિક કરે છે. એને ખબર છે કે એ માઉસ પોઈંટર ને કંટ્રોલ બટન્સ પર ફરાવી ને એ સંગીત પ્લેયર ને નિયંત્રિત કરી શકે છે.

એ નિમ્ન બટનસ દબાવે છે:
  • ઓપન ઓપ્શન : એ ગાયન ને પસંદ કરવા માટે જે તે સાંભળવા માંગે છે.
  • પ્લે: ગીત ચલાવવા માટે
  • પોઝ: ગાયન ને રોકી ને તે પંક્તિ નું અભ્યાસ કરવા માટે.
  • Pause or Play again to continue the song from where it had stopped.
  • રિવાઇંડ અને ફોરવર્ડ: ગાયન ના અલગ ભાગ ને સાંભળવા માટે. મ્યુટ: ગાયન ની અવાજ બંધ કરવા માટે.
  • સ્લાઇડર: વોલ્યૂમ બદલવા માટે.
  • સ્ટોપ: ગાયન ને પૂરી રીતે બંધ કરવા માટે.

છોકરાઓ પોતાનું ખાલી વખત કમ્પ્યુટર રૂમમાં ગાળે છે. તેજસ પેઇન્ટિંગ ને સેવ કરે છે અને જ્યોતિ એ ગાયન ગાય છે જે એણે આજે શિખયું છે.

મોઝ: બહુ સરસ. ગાયન તો બહુ મધુર છે. પેઇન્ટિંગ ખૂબ અજ રંગબેરંગી અને આકર્ષક છે.

શું કરવું અને શું નહી

તેજસ: ચાલો હવે આપણે નાસ્તો શેર કરીને ખાઈએ.
મોઝ: ચાલો ખાતા ખાતા આપણે શબ્દો નું ગેમ રમીયે. હું તમને કઇંક શબ્દો બતાવીસ અને તમે બતાવજો એ કેવી રીતે કમ્પ્યુટર થી સંબંધિત છે. તેજસ અને જ્યોતિ: ઓહ! આમાં તો બહુ મજા આવશે. ચાલો શરૂ કરીયે.

મોઝ: સુરક્ષિત રહો.
તેજસ: કમ્પ્યુટર વિજડી થી ચાલે છે. શિક્ષક ને કહો કમ્પ્યુટર ચાલુ
અને બંધ કરવા માટે.

મોઝ: નમ્રતા થી રહો.
જ્યોતિ: કમ્પ્યુટર એક નાજુક યંત્ર છે. કીબોર્ડ ની કીઝ ને આરામ થી દબાઓ. કમ્પ્યુટર ના વાયર ને ખેંચો નહી.

મોઝ: સફાઈ રાખો.
તેજસ: કમ્પ્યુટર ધૂડ જલ્દી પકડી લે છે. કમ્પ્યુટર અને એના આજુ બાજુ ની જગ્યા ને સાફ રાખો. કમ્પ્યુટર ની આજુ બાજુ ખાવો કે પીવો નહી.

મોઝ: યોગ્ય પોસચર રાખો

જ્યોતિ: તમારી કુરસી ને બરાબર ઉંચાઇ પર રાખો અને સીધા બેસો. મોનીટર થી યોગ્ય દૂરી રાખો.માઉસ પર નિરંતર હાથ ના રાખો.

મોઝ: આ બહુ સરસ હતું. ચાલો હવે પાછા કમ્પ્યુટર રૂમ માં જઇયે.

મોઝ તેજસ અને જ્યોતિ ને ડેસ્કટોપ ના વિષય પર અભ્યાસ- પત્રિકા આપે છે.

વિન્ડો

  • પ્રવૃત્તિ ને શરૂ કરવા માટે ડેસ્કટોપ પર પ્રવૃત્તિ આઇકન ને ડબલ ક્લિક કરો.
  • ડેસ્કટોપ પર પ્રવૃત્તિ વિન્ડો ખૂલી જશે.
  • એક સમય પર એક થી વધારે પ્રવૃત્તિ શરૂ કરી શકો છો.
  • જ્યારે તમે વિન્ડો પર ક્લિક કરો છો, કમ્પ્યુટર એને સામે લય આવે છે અને તમને એ પ્રવૃત્તિ નું ઉપયોગ કરવા દે છે.

વિન્ડો ને બંધ કે નાનું કરવું

વિન્ડો ના ઉપર જમણી બાજુ ના આ બટન ની મદદ થી પ્રવૃત્તિ બંધ કરવામાં આવે છે.

વિન્ડો ના ઉપર જમણી બાજુ ના આ બટન ની મદદ થી પ્રવૃત્તિ વિન્ડો નાની કરવામાં આવે છે.

ટાસ્કબાર

  • ડેસ્કટોપ ના નીચે જે બાર છે તેને ટાસ્કબાર કહવામાં આવે છે
  • જ્યારે તમે કોઈ પ્રવૃત્તિ ખોલો છો, એ પ્રવૃત્તિ ની એક નાની વિન્ડો ટાસ્કબાર પર દેખાય છે. આને ટેબ કહવામાં આવે છે.
  • ટાસ્કબાર પર ડેસ્કટોપ ની દરેક વિન્ડો માટે એક ટેબ હોય છે.
  • જેટલી પણ પ્રવૃત્તિ શરૂ કરી છે તે તમે ટાસ્કબાર પર જોઈ શકો છો.
  • ટાસ્કબાર પર પ્રવૃત્તિ ટેબ ક્લિક કરવા થી એ વિન્ડો આગડ આવી જશે.

ટાઇટલ બાર

  • વિન્ડો ની સૌથી ઉપર ના બાર ને ટાઇટલ બાર કહવામાં આવે છે.
  • ટાઇટલ બાર ના ટાઇટલ થી તમે વિન્ડો ની પ્રવૃત્તિ ને ઓળખી શકો છો.

વોલપેપર

  • ડેકસ્ટોપ પર ના પિચર ને વોલપેપર કહવામાં આવે છે.
  • ડેકસ્ટોપ પર જમણા બટન ને ક્લિક કરવા પર એક ડાઇલોગ બોક્સ ખૂલે છે. એમાં થી એક ઓપ્શન તમને વોલપેપર બદલવા આપે છે.

કમ્પ્યુટર ના હજી અધિક ભાગ

  • જે અવાજ કમ્પ્યુટર માં થી આવે છે અને જે ગાયન એમાં થી વાગે છે એને સ્પીકર ની મદદ થી સાંભળી
  • તમે મોનીટર પર જે જોવો છો એને પ્રિંટર ની મદદ થી પ્રિન્ટ કરી શકો છો

તેજસ: ક્યારેક જ્યારે કમ્પ્યુટર પર પ્રિન્ટ પર ક્લિક કરીયે છે, કમ્પ્યુટર પ્રિન્ટ નથી કરતો. આ એટ્લે કેમકે પ્રિંટર જોડાયેલુ નથી હોતું?

મોઝ: આ આપણે કાલે ખબર પાડશું . ચીન ચિનાકી.....

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર,
તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • ચરણ 1 માં જે શિખયું હતું એને યાદ કરો અને લાગુ કરો.

કાર્યપત્રક

કક્ષા II | પાઠ 1

1.મુનમૂન, ખિસકોલી નીચે લખેલાં શબ્દો શોધી રહી છે. શબ્દો ને સર્કલ કરી એની મદદ કરો.

1. ડેસ્કટોપ       2. ટાસ્કબાર          3. ક્લિક
4. વિન્ડો       5. આઇકન               6. ક્વીટ
7. ઓપન          8. સેવ              9. વોલપેપર
10.ટાઇટલબાર     11. ન્યુ             12. ક્લોજ

 W

 G

 H

 K

 D

 E

 S

 K

 T

 O

 P

 I

 C

 O

 N

 E

 X

 Y

 O

 P

 V

 A

 N

 L

 W

 E

 X

 I

 T

 B

 H

 T

 S

 D

 O

 T

 W

 A

 L

 I

 M

 K

 A

 B

 O

 S

 Y

 Q

 U

 I

 T

 O

 S

 S

 C

 W

 E

 B

 U

 B

 A

 L

 L

 O

 K

 Y

 D

 R

 S

 K

 W

 Q

 E

 Y

 E

 B

 Q

 Y

 I

 O

 G

 D

 T

 B

 U

 S

 A

 O

 U

 W

 A

 L

 L

 P

 A

 P

 E

 R

 P

 P

 Q

 Z

A

 F

 B

 R

 S

 A

 V

 E

 C

 L

 I

 C

 K

 N

 M

 W

 R

 J

 N

2.એ જગ્યાઓ ને સૂચિ બનાઓ જ્યાં તમે કમ્પ્યુટર નો ઉપયોગ થતાં જોયો છે. કમ્પ્યુટર નો ઉપયોગ શું કામ માટે થતું હતું?

કાર્યપત્રક

કક્ષા II | પાઠ 1

3.મીતું વાંદરા ને કેળા ખૂબ જ પ્રિય છે. પણ કેળા નો જાળ નદી ના બીજા છોડે બનેલા ટાપુ પર છે. એને ત્યાં પહુંચવામાં મદદ કરો રસ્તા માં પડેલા એવાં સાત પત્થરો પર નિશાન લગાવી ને જેના નામ કમ્પ્યુટર ના નામ થી સંબંધિત છે.

          બ્લેક્ક્બોર્ડ

સ્પેસબાર

કીબોર્ડ

મોનીટર

ICU               ડોર                    માઉસ

સેવ

પેન્સિલ

રોપ

CPU

પ્રિંટર

કાર્યપત્રક

કક્ષા II | પાઠ 1

4.શું તમે તેજસ ની મદદ કરી શકો છો, કમ્પ્યુટર ના ભાગો ના નામ લેવા માં?

1.-બો-

2.- - સ

3.મો-ટ-

4.સ-ક-

5.પ્રિ—ર

6.-p-

કાર્યપત્રક

કક્ષા II | પાઠ 1

5.કમ્પ્યુટર ના ભાગો ની જોડી બનાઓ

સ્પીકર્સ

પ્રિંટર

વેબકેમ

સીડી

6.નીચે દીધેલા કમ્પ્યુટર ના ભાગો ના નામ લખો

પ્રવૃત્તિ કક્ષા II | પાઠ 1

1.કીબોર્ડ નું ઉપયોગ નીચે દીધેલા ગેમ ને રમવા માટે કરો:
Gcompris ખોલો અને મેથ્સ ગેમ્સ ની અંદર કેલ્ક્યુલેશન પ્રવૃત્તિ માં જાઓ.
a)માઉસ ની મદદ થી નમ્બર્સ પર ક્લિક કરીને બિંદુઓ ને જોડો અને ચિત્ર ને પૂરું કરો.

b) અલગ નંબરો પર જવા માટે એરો કીઝ નો ઉપયોગ કરો. નંબર ને ખાવા માટે સ્પેસ બાર નું ઉપયોગ કરો.

પ્રવૃત્તિ કક્ષા II | પાઠ 1

2.ટક્સ્પેંટ ને ખોલો. એમાં પતંગ દોરો અને ફાઇલ ને સેવ કરો. જે ટૂલ્સ ઓપ્શન નું તમે ઉપયોગ કર્યું છે તેની સૂચિ બનાઓ.

3. સમૂહ સાથે કરવાની પ્રવૃત્તિઓ
એવી રમત રમો જેમાં છોકરાઓ કમ્પ્યુટર ના વિભિન્ન ભાગો નું કિરદાર નિભાવે. એક નાનો સમૂહ કમ્પ્યુટર ઉપયોગકર્તાઓ નું કિરદાર નિભાવે,અને વિભિન્ન ભાગો થી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવે. જે લોકો ભાગો બન્યા છે જેમ કે કીબોર્ડ અને માઉસ, ઉપયોગકર્તાઓ વાડા કિરદારો એમના થી પ્રવૃત્તિઓ કરાવે અથવા સમસ્યા નું સમાધાન કરવાનું કહે ( ઉદાહરણ માટે ગણિત ની સમસ્યા, ચિત્ર દોરવું). કોઈ બીજા વિદ્યાર્થી ને cpu બનાઓ અને સમસ્યા નું સમાધાન કરવાનું કહો. Cpu એ વિદ્યાર્થી ને ઉત્તર આપશે જે મોનિટર બન્યું છે, જે પછી ઉત્તર બતાવશે. થોડાક વિદ્યાર્થીઓ વાયર પણ બની શકે છે જે કીબોર્ડ ને cpu અને cpu ને મોનીટર થી જોડે છે. તમે થોડાક વિદ્યાર્થીઓ ને સ્પીકર પણ બનાવી શકો છો, જે કક્ષા માટે ગાયન ગાશે! તમે છોકરાઓ ને વારી ફરતી થી અલગ અલગ ભાગ બનાવા નો તક આપો.

તપાસ કરો!
1.1. મોટા અક્ષરો માં તમારું નામ કેમ લખવું તે ખબર પાડો?
2. 2. કમ્પ્યુટર ને શેર કરીને ચિત્ર કેવી રીતે દોરવું?

શિક્ષકો નું
કોર્નર

કક્ષા II
પાઠ 1

  • કક્ષા 2 નો પેલ્લો પાઠ પુનરાવર્તન માટે છે. આ ખૂબ અજ જરૂરી છે કે વિદ્યાર્થીઓ નવું અધ્યાય શરૂ કરવા પહેલા, જૂના ટોપીક્સ સરખી રીતે શીખી જાય. આ વાત ની ખાતરી કરસો કે એ લોકો એ જે પણ શિખયું છે તેનું અભ્યાસ કરવા માટે એમણે પર્યાપ્ત સમય મળે.
  • વિદ્યાર્થીઓ ને પૂછો કે કઈ જગ્યાઓ પર એમણે કમ્પ્યુટર નું ઉપયોગ થતાં જોયું છે. એ લોકો ગરમી ની છુટ્ટીયો માં કયાઁ ફરવા ગયા હતા પૂછીને તમે શરૂઆત કરી શકો છો.
  • તમે કક્ષા 1 ની પુસ્તક પણ કક્ષા માં લાવી શકો છો. છોકરાઓ ને એ ગતિવિધિઓ ના વિષય માં પૂછો જે એમણે કમ્પ્યુટર ની મદદ થી કરી છે. એ લોકો બતાવશે રમત રમી, રંગ ભર્યા આદિ. એમણે પૂછો આ બધુ કરવામાં એ લોકો એ કમ્પ્યુટર ના કયા ભાગો નું ઉપયોગ કર્યું. ચર્ચા નું સમાપન બધા ભાગો ના કાર્યો ના સારાંશ થી કરો.
  • વિદ્યાર્થીઓ ને પૂછો કે કઈ પ્રવૃત્તિ ના ઉપયોગ થી એમણે કમ્પ્યુટર પર દોર્યું. એમણે યોગ્ય આઈકન પર પોઈન્ટ કરવા દો. ટૂલબાર નું પુનરાવર્તન કરાઓ અને પાઠ માં બતાવેલી પ્રવૃત્તિઓ નું અભ્યાસ કરવા દો.
  • કમ્પ્યુટર ના ઉપયોગ થી શું કરવું જોઇયે અને શું નહી નું પુનરાવર્તન કરાઓ. એમણે બતાઓ કે આ વર્ષ એ લોકો કસરતો શિખશે જેનાથી કમ્પ્યુટર નો ઉપયોગ કરતાં પણ સ્વસ્થ રહી શકે.

હજી વાંચો:
http://www.kidsdomain.com/brain/computer/lesson/comp_les1.html
http://www.learnenglish.org.uk/words/activities/KZcompdr.html
http://www.tuxpaint.org/

ઈન્પુટ અને આઉટપુટ ઉપકરણ   

પાઠ 2

આ અધ્યાય માં તમે શિખસો :
ઈન્પુટ અને આઉટપુટ ની વિભાવનાઓ.
ઈન્પુટ અને આઉટપુટ ઉપકરણો ના ઉદાહરણ.

જ્યોતિ [મેરીગોલ્ડ ફૂલ ને પકડી ને]: મોઝ, મારા બગીચા થી આ ફૂલ તમારી માટે.
તેજસ[પેઇન્ટિંગ નો પ્રિન્ટઆઉટ પકડતા]: મોઝ, આ કમ્પ્યુટર ની પેઇન્ટિંગ તમારા માટે.

મોઝ: ધન્યવાદ.પૌધો પાણી લઈને ફૂલ આપે છે. લેવાને ઈન્પુટ કહેવાય છે. પાછું દેવાને આઉટપુટ કહેવાય છે. પૌધા માટે પાણી ઈન્પુટ છે અને ફૂલ આઉટપુટ છે. શું તમે કમ્પ્યુટર માં ઈન્પુટ અને આઉટપુટ નો ઉદાહરણ આપી શકો છો?

ઈન્પુટ

આઉટપુટ

તેજસ: જ્યારે હૂઁ માઉસ ની મદદ થી દોરું છું, તો દોરવા ની પ્રવૃત્તિઓ ઈન્પુટ છે. જ્યારે કમ્પ્યુટર તેને પ્રિન્ટ કરે છે, પ્રિન્ટઆઉટ એનું આઉટપુટ છે. મોઝ: સાચું. પ્રિન્ટ નું કમાન્ડ દેવા માટે તમે શેનું ઉપયોગ કર્યું? તેજસ: માઉસ નો. મૈં પ્રિન્ટ આઈકન પર ક્લિક કર્યું.

મોઝ: માઉસ ની મદદ થી દીધેલાં કમાન્ડ ને ઈન્પુટ કહેવાય છે. તો માઉસ ઈન્પુટ ઉપકરણ છે.

વિભાવનાઓ: ઈન્પુટ ઉપકરણો ની મદદ થી આપણે કમ્પ્યુટર ને માહિતી આપી શકીયે છે. કમ્પ્યુટર ને ઈન્પુટ દેવા માટે સામાન્ય રીતે માઉસ થી ક્લિક કરી શકો કે કીબોર્ડ થી ટાઈપ કરી શકો.

મોઝ: તમને આઉટપુટ કયા ઉપકરણ થી મળે છે?
જ્યોતિ: પ્રિંટર! તો પ્રિંટર
આઉટપુટ ઉપકરણ હોવું જોઇયે.

આઉટપુટ

આઉટપુટ ઉપકરણ ની મદદ થી આપણને કમ્પ્યુટર થી માહિતી મળે છે.કમ્પ્યુટર ના આઉટપુટ ના ઉદાહરણ છે પ્રિંટર થી પ્રિન્ટઆઉટ, સ્પીકર થી અવાજ, અને મોનીટર પર ચિત્રો.

તેજસ: અમે કીબોર્ડ ની મદદ થી જે પણ ટાઈપ કર્યે છે, તે મોનીટર પર દેખાય છે. તો કીબોર્ડ ઈન્પુટ ઉપકરણ છે અને મોનીટર આઉટપુટ ઉપકરણ.
મોઝ: સાચી વાત, જે કમાન્ડ તમે ટાઈપ કરો છો તે ઈન્પુટ છે અને જે તમે મોનીટર પર જોવો છે તે આઉટપુટ.

જ્યોતિ: જ્યારે અમે કમ્પ્યુટર ની મદદ થી પેઇન્ટ કર્યે છે, તો તેને
મોનીટર પર જોઈ શકાય છે. તો માઉસ ની મદદ થી જે પેઇન્ટ પ્રવૃત્તિ અમે કરીયે છે
તે ઈન્પુટ છે. જે પેઇન્ટિંગ મોનીટર પર દેખાય છે તે આઉટપુટ છે.
મોઝ: હાં. માઉસ પોઈંટર, શબ્દો, નંબરો, પેઇન્ટિંગ અને જેટલી વસ્તુઓ અમે મોનીટર પર જોઇયે છે એને આઉટપુટ કહેવાય છે.

મોઝ [કમ્પ્યુટર પર ગાયન વગાડે છે]: હવે મને બતાઓ આઉટપુટ શું છે અને ઈન્પુટ શું છે?

તેજસ: જે ગાયન અમને સંભળાય છે તે આઉટપુટ છે. જ્યોતિ: અમને ગાયન સ્પીકર થી સંભળાય છે. તો સ્પીકર્સ આઉટપુટ ઉપકરણ છે.

મોઝ: સાચ્ચી વાત. પણ ઈન્પુટ નું શું?
જ્યોતિ: તમે માઉસ ની મદદ થી ગાયન ના આઈકન પર ક્લિક કર્યું. ક્લિક કરવાનું ઈન્પુટ છે.
તેજસ: એટ્લે માઉસ ઈન્પુટ ઉપકરણ છે.

જ્યોતિ: છુટ્ટીયો ના સમયે મૈં કમ્પ્યુટર પર એક પિચર જોઈ હતી. પિચર મોનીટર પર દેખાતી હતી અને અવાજ સ્પીકર થી આવતી હતી. આનો મતલબ, બંને મોનીટર અને સ્પીકર એક અજ સમય પર આઉટપુટ આપી રહ્યા હતા!
મોઝ: તમે સાચ્ચું કીધું.

મોઝ કીબોર્ડ ને ડિસ્કનેક્ટ કરે છે અને તેજસ ને કીબોર્ડ થી પોતાનું નામ લખવાનું કહે છે. .
તેજસ: મને મોનીટર પર પોતાનું નામ નથી દેખાતું. Cpu ને ઈન્પુટ નથી મળી રહ્યું કેમકે કીબોર્ડ ને ડિસ્કનેક્ટ કરી દીધું છે. એટ્લે મોનીટર પર કોઈ આઉટપુટ નથી.
મોઝ: સાચી વાત. માની લ્યો કે ઈન્પુટ અને આઉટપુટ ઉપકરણ કામ નથી કરી રહ્યા, તો આપણે શું કરવું જોઇયે?
તેજસ: તપાસ કરવી જોઇયે કે બધા ઉપકરણ સરખી રીતે cpu થી જોડાયેલા છે કે નહી.

મોઝ: સરસ. તો હવે તમે જાણો છો કે:

  • કીબોર્ડ અને માઉસ ઈન્પુટ ઉપકરણો છે.
  • મોનીટર, સ્પીકર અને પ્રિંટર આઉટપુટ ઉપકરણો છે.
  • કોઈ પણ ઉપકરણ ને cpu થી જોડાવું જરૂરી છે અગર તમને માહિતી દેવી કે લેવી છે તો.
  • Cpu બધા જોડાયેલા ઈન્પુટ અને આઉટપુટ ઉપકરણ ને નિયંત્રિત કરે છે.



cpu ના તો ઈન્પુટ ઉપકરણ છે ના આઉટપુટ. આ ઈન્પુટઉપકરણ થી માહિતી લઈને, કાર્ય કરીને, જે પરિણામ છે તે આઉટપુટ ઉપકરણ ને મોકલાવે છે. આને પ્રોસેસિંગ કહવામાં આવે છે.

ઈન્પુટ

આઉટપુટ

મોઝ: આ ઉપકરણો ના ઉપયોગ કરતાં સમયે શું કરવું જોઇયે અને શું નહી?
જ્યોતિ: સીધું બેસવું જોઇયે. મોનીટર થી યોગ્ય દૂરી રાખવી જોઇયે.
મોઝ: હા અને હજી ઘણી કસરતો છે જે આપણે કરવી જોઇયે. આ વિષય માં આપણે કાલે શિખ્શું.
ચીન ચિનાકી...

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર
તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • કોઈ પણ પ્રપ્રવૃત્તિ ના ઈન્પુટ અને આઉટપુટ
    ના ઉદાહરણ દેવા.
  • કમ્પ્યુટર ના કઇંક ઈન્પુટ અને આઉટપુટ
    ઉપકરણ ઓળખવા.

કાર્યપત્રક

કક્ષા II | પાઠ 2

1.આરોન ને કમ્પ્યુટર ના બધા ભાગો જોડવા છે પણ એને ખબર નથી કેવી રીતે કરે. એની મદદ કરો.

2. સહી જવાબ નીચે લીટી દોરવી:
a.તમારી આંખો તમારા શરીર ની ઈન્પુટ ઉપકરણ છે.
સાચું /ખોટું
b.કમ્પ્યુટર કઈ પણ દેખાડવા માટે આઉટપુટ ઉપકરણ નું ઉપયોગ કરે છે.
સાચું /ખોટું
c.અમે ઈન્પુટ ઉપકરણ ની મદદ થી કમ્પ્યુટર ને બતાવયે છે કે શું કરવું છે.
સાચું /ખોટું

કાર્યપત્રક

કક્ષા II | પાઠ 2

3. સોનું અને મોનું, બે બાડક કાંગારૂઑ ખોવાઈ ગયા છે. સોનું ને એની મમ્મી સુધી પહુચવા માટે કમ્પ્યુટર ના ઈન્પુટ ઉપકરણ પર થી કૂદવું પડશે. મોનું ને એની મમ્મી પાસે પહુચવા માટે કમ્પ્યુટર ના આઉટપુટ ઉપકરણ પર થી કૂદવું પડશે. એમણે એમની મમ્મી પાસે પહોચવાં માં મદદ કરો કમ્પ્યુટર ના ઈન્પુટ અને આઉટપુટ ઉપકરણ ને ઓળખી ને.

(ઈન્પુટ/ આઉટપુટ ઉપકરણ)

(ઈન્પુટ/ આઉટપુટ ઉપકરણ)

(ઈન્પુટ/ આઉટપુટ ઉપકરણ)

(ઈન્પુટ/ આઉટપુટ ઉપકરણ)

(ઈન્પુટ/ આઉટપુટ ઉપકરણ)

(ઈન્પુટ/ આઉટપુટ ઉપકરણ)

પ્રવૃત્તિ કક્ષા II | પાઠ 2

1. જાદુગર ની ટોપી રમત રમો અને એમાં ઈન્પુટ અને આઉટપુટ ને ઓળખો. આ ગેમ ને શોધો: GCompris -->Math activities માં.

2. રેલ્વે સ્ટેશન પર વજન નાપવા ની મશીન ને ધ્યાન થી જોવો. નોટ કરો કે જ્યારે તમે સિક્કો અંદર નાખો છો તમને તમારો વજન પ્રિન્ટ કરેલી એક ટિકિટ મળે છે. આ પ્રવૃત્તિ માં ઈન્પુટ અને આઉટપુટ શું છે?

પ્રવૃત્તિ કક્ષા II | પાઠ 2

3. સમૂહ પ્રવૃત્તિ:
ઈન્પુટ અને આઉટપુટ ઉપકરણ ની જેમ વર્તન કરો: એક ફેંસી ડ્રેસ પ્રતિયોગિતા રાખો જ્યાં બધા બાળકો પ્લાન્ટ ને ઉગાવા માટે ના ઈન્પુટ ની જેમ વર્તન કરે. વિદ્યાર્થીઓ સૂર્ય,પાણી,માટી આદિ બની શકે છે. થોડાક વિદ્યાર્થીઓ પત્તી, ફૂલ, અને ફડ ના રૂપ માં આઉટપુટ બની શકે છે.

પ્રોજેકટ
પાઠ 9 માં દીધેલ પ્રોજેકટ 1 કરો.

તપાસ કરો!
1.કોઈ મકાન બનતું હોય તો એને ધ્યાન થી જોવો અને એમાં ઈન્પુટ અને આઉટપુટ ઓળખો.
2.શરીર ના કયા ભાગો ઈન્પુટ અને આઉટપુટ બંને ના કાર્યો કરી શકે છે?

શિક્ષકો નું
કોર્નર

કક્ષા II
પાઠ 2

  • કક્ષા ની શરૂઆત આના થી કરો કે કેમ એક નાના બીજ થી એક મોટો ફડો નો જાડ ઊગે છે.એમણે પૂછો આના વિબિન્ન ચરણ કયા છે. પાણી અને સૂર્ય ની રોશની ઈન્પુટ છે અને ફડ આઉટપુટ છે. ઈન્પુટ અને આઉટપુટ ના વિભાવનાઓ ને સમજાવા હજી ઉદાહરણો આપો. જેમ કે, ફડો નું રસ બનાવા માં ફડ ઈન્પુટ છે અને જૂસ આઉટપુટ.
  • કમ્પ્યુટર ના ભાગો નું પુનરાવર્તન કરો. એમણે ઓળખવાનું કહો કયા ઈન્પુટ ઉપકરણ છે અને કયા આઉટપુટ ઉપકરણ છે. સીધે થી જવાબ ના બતાવસો. એમણે હજી પ્રશ્નો કરો જેથી એ લોકો પોતેજ સહી જવાબ શોધી શકે.
  • કક્ષા માં પૂછો કે અગર કમ્પ્યુટર સિસ્ટમ માં મોનીટર ના હોત તો શું થાત. આ જ ચર્ચા કીબોર્ડ, માઉસ અને સ્પીકર ના વિષય માં પણ કરો.
  • વિડિયો પ્લે કરો. મોનીટર બંધ કરી દો.શું તમે હજી પણ અવાજ સાંભળી શકો છો?કયું આઉટપુટ ગાયબ છે?મોનીટર પાછું ચાલુ કરો અને સ્પીકર હટાડી દો. શું તમને વિડિયો ચાલતું દેખાય છે?શું તમને અવાજ સંભળાય છે?અગર કમ્પ્યુટર ની અંદર અજ સ્પીકર બનેલા છે તો સ્પીકર હટાવા પર પણ એમણે અવાજ સંભળાશે. એમણે બતાઓ અંદર લાગેલા સ્પીકર કયાઁ છે.
  • કમ્પ્યુટર થી સંપર્ક સાધવા માટેના મૂળભૂત ઈન્પુટ આઉટપુટ ઉપકરણ ક્યાં છે તેની સૂચિ બનાઓ.

હજી વાંચો :
(કમ્પ્યુટર ના વિભિન્ન ભાગો ના વિષય માં શિખડાવા માટે)
http://www.abc a.com/input_output.htm
http://parenting.kaboose.com/education and learning/learning resources /comp_les1.html
http://www.eduplace.com/rdg/gen_act/g_start/computer.html

પાઠ 3

કમ્પ્યુટર અને તમારી સેહત

આ પાઠ માં તમે શિખશો:
કમ્પ્યુટર ના ઉપયોગ વખતે ની સાવધાની. કમ્પ્યુટર ના ઉપયોગ માટે યોગ્ય પોસ્ચર.
શારીરિક ફિટનેસ ની માટે કસરતો.

અમે જાણ્યે છે કે કમ્પ્યુટર પર કામ કરવામાં મજા પણ આવે અને સાથે એ મદદ પણ કરે છે. પણ કમ્પ્યુટર ને નિરંતર ઘણી વાર સુધી ઉપયોગ કરવું એ સુરક્ષિત નથી. એનાથી આંખો દુખી શકે અને પીઠનો દુખાવો આદિ પણ થય શકે. યોગ્ય પોસ્ચર/મુદ્રા, ધ્યાન રાખવું અને કસરત કરવી જેનાથી આપણે ઘણી પ્રવૃત્તિઓ આનંદ સાથે કરી શકીયે. કમ્પ્યુટર સાથે પણ આવુજ છે.

બાળકો ને રોજ એક કલ્લાક થી વધારે કમ્પ્યુટર નો ઉપયોગ નો કરવો જોઇયે.
આ પણ બે ભાગો માં કરવું જોઇયે અને એમાં પણ વધારે તર ભણવા માટે.

જ્યોતિ: મોઝ, કમ્પ્યુટર ની પાવર કેબલ કપાયેલી છે અને મને અંદર કઈં વાયર દેખાય છે.
મોઝ જ્યાં થી કપાયેલું છે ત્યાં ઇન્સ્યુલેશન ટેપ લગાવી દે છે.

મોઝ: ખરાબ થઈ ગયેલા પાવર કેબલ થી ઇલેક્ટ્રિક શોક લાગી શકે અને ઇજા પણ થઈ શકે. પાવર કેબલ અને પાવર સોકેટ થી સાવધાન રહવું જોઇયે.

પાવર કેબલ અને પાવર સોકેટ થી રાખવા વાડી સાવચેતીઓ:
a)કોઈ પણ પાવર કેબલ ને હાથ ના લગાડસો.
b)પાવર કેબલ સારી રીતે ઇન્સુલેટેડ હોવી જોઇયે, અગર તમને કોઈ તૂટફૂટ દેખાય તો તરત શિક્ષક ને રિપોર્ટ કરવી.
c)પાવર સોકેટ માં હાથ કે આંગડી ના નાખવી.


કમ્પ્યુટર સુરક્ષા:
d)સોકેટ માં અથવા cpu,કીબોર્ડ,પ્રિંટર અને સ્પીકર ના આઉટલેટ માં કોઈ પણ વસ્તુ ના નાખસો.
e)કમ્પ્યુટર ને સાફ કરવા માટે કોઈ પણ તરલ પદાર્થ નું ઉપયોગ ના કરસો. સાફ, સુખું અને નરમ કપડુજ ઉપયોગ કરો.

પોસ્ચર અને કસરતો:
મોઝ: શું થશે અગર આપણે યોગ્ય પોસ્ચર નહી રાખયે?જ્યોતિ: અગર આપણે સીધા નહી બેસયે તો શરીર માં દુખાવો થશે.
તેજસ: અગર આપણે વગર વિરામ દીધે કમ્પ્યુટર નું ઉપયોગ કર્યું કે મોનીટર ની બહુજ નજદીક બેસ્યા તો આપણી આંખો દુખશે.
મોઝ: સાચી વાત.

કમ્પ્યુટર નો ઉપયોગ દિવસ માં થોડાજ સમય માટે કરવું. આંખ, ગડું, હઠેડી, પીઠ, અને હાથ માં દુખાવો અને પીડા થી બચવા માટે, કમ્પ્યુટર ના ઉપયોગ સમયે યોગ્ય મુદ્રા માં બેસો. પોતાને તંદુરસ્ત રાખવા માટે કસરત કરો.

કમ્પ્યુટર ના ઉપયોગ સમયે યોગ્ય પોસ્ચર:
1. તમારું પૂરું શરીર કીબોર્ડ અને મોનીટર ની બાજુ હોવું જોઇયે.
  1. સ્ક્રીન તમારી આંખો થી 18-24 ઇંચ ની દૂરી પર હોવી જોઇયે. એની સ્તિથિ અને કોણ એવું હોય કે કોઈ પ્રતિબિંબ ઝાંખો ના દેખાય.
  2. તમારા ખભા અને ગરદન ને આરામદાયક સ્તિથિ માં રાખો.
  3. તમારી પીઠ સીધી રાખો અને ધ્યાન રાખો કે તમારી નીચી પીઠ ને સરખો ટેકો મળે.
  4. ટાઈપ કરતાં સમયે તમારી હઠેડી સીધી રાખો. એને ઉપર, નીચે કે સાઈડ માં ના વાળસો.
  5. માઉસ નો ઉપયોગ કરતાં સમયે અથવા ટાઈપ કરતાં સમયે પોતાની આંગડિયો ને આરામદાયક સ્થિતિ માં રાખજો.
  6. તમારા જાંઘો ને ફ્લોર પર સમાંતર રાખો.
  7. ફ્લોર પર તમારા પગ ફ્લેટ રાખો. અગર તમારા પગ ફ્લોર પર નથી પહોંચતા તો ફૂટ સ્ટૂલ અથવા ફૂટરેસ્ટ નો ઉપયોગ કરવો.
  8. ડેસ્ક અને લેગ્સ ની વચ્ચે પર્યાપ્ત જગ્યા હોવી જોઇયે.
માઉસ ખસેડવા જ્યારે તમારા સમગ્ર હાથ, અને માત્ર તમારા કાંડા વાપરો.



યોગ્ય પોસ્ચર

X અયોગ્ય પોસ્ચર                નિર્દેશ દિશા

કમ્પ્યુટર ના ઉપયોગ પેહલા કરવાની કસરતો:
ખભા, હાથ, ગરદન અને આંખો માટે યોગ આસન.
તાજી હવા આવે એવા વાતાનુકૂલિત રૂમમાં બેસો.કસરત કરવા માટે ક્રોસ લેગ પોજીશન માં, પીઠ સીધી કરીને બેસો. અગર બેસવા ની પર્યાપ્ત જગ્યા નથી તો ઊભા રહીને પણ કસરત કરી શકો છો.

ખભા માટે યોગ આસન : કેહુની નમન (કોણી ને બેન્ડ કરો)
કસરત 1:
1.હાથો ને ખભા ના સ્તર પર આગડ ની બાજુ સ્ટ્રેચ કરો. હાથ ની હઠેડી ઉપર ની બાજુ ખુલી હોવી જોઇયે.
2.હાથો ને કોણી થી મોડો અને આંગડિયો થી ખભા ને સ્પર્શ કરો.
3.પાછા હાથ સીધા કરો. આ એક રાઉન્ડ છે. આને 10 વાર ફરી કરો.

કસરત 2:
1.હાથો ને ખભા ના સ્તર પર સાઈડ માં ફેલાવો, હાથ ખુલા રાખો અને હઠેડી ઉપર છત ની બાજુ.
2.હાથો ને કોણી થી વાળો અને આંગડિયો થી ખભા ને સ્પર્શ કરો.
3.પાછા હાથ સીધા કરીને સાઈડ માં રાખો. આને 10 વાર ફરી કરો.

નોટ: હાથ ને સીધા કરતી સમયે શ્વાસ અંદર લો અને કોણી ને મોડતા સમયે શ્વાસ બહાર કરો. પૂરી કસરત ના સમયે, હાથ નો ઉપરી હિસ્સો ફ્લોર ની સમાંતર હોવું જોઇયે અને કોણી ખભા ના સ્તર પર.

હાથ માટે યોગાસન: મુશતિકા બંધના (હાથ ની મજબૂત મુઠ્ઠી બનાવી)

કસરત 1:
1. હાથો ને ખભા ના સ્તર પર આગડ ની બાજુ સીધા રાખો.
2.હાથ ને ખોલો, હઠેડી નીચી કરો, અને આંગડિયો ને સ્ટ્રેચ કરો જેટલી એક બીજા થી દૂર અને અલગ કરી શકો તેટલી.
3.તમારી આંગડી ને બંધ કરો એક મજબૂત મુઠ્ઠી બનવા માટે અને અંગૂઠા ને અંદર રાખો. આંગડિયો ને ધીરે ધીરે અંગૂઠા ની પાસે લપેટો.
4.પાછું હાથ ખોલો અને આંગડિયો ને સ્ટ્રેચ કરો. આને 10 વાર ફરી કરો.

ગરદન માટે યોગાસન: ગ્રીવા સંચાલના (ગરદન નું હલનચલન)

કસરત 1:
1.મોઢા ને સીધું આગડ કરો અને આંખો બંધ કરો.
2.ધીરે ધીરે તમારું માથું જમણી બાજુ ફરાવો. તમારા સીધા કાન થી તમારા સીધા ખભા ને સ્પર્શ કરવાની કોશિશ કરો . માથા ને ફરાવ્યા વગર અને ખભા ને ઉચકાવ્યા વગર.
3.માથા ને ડાબી બાજુ ફરાવો અને તમારા ડાબા કાન થી તમારા ડાબા ખભા ને સ્પર્શ કરવાની કોશિશ કરો .
4.આ એક રાઉન્ડ છે. તમારી ગરદન ને તાણસો નહી, ખભા ને સ્પર્શ કરવાનું જરૂરી નથી અગર તમે ત્યાં નથી પહોંચી સકતા. આને 10 વાર અભ્યાસ કરો.

       1 શરૂ કરો                       2                     3                       4

કસરત 2:
1.મોઢા ને સીધું આગડ કરો અને આંખો બંધ કરો.
2. ધીરે ધીરે માથા ને આગડ વધારો. તમારી દોઢી ને તમારી છાતી થી સ્પર્શ કરવાની કોશિશ કરો.
3.તમારા માથા ને જેટલું આરામદાયક હોય એટલું પાછળ લય જાઓ. તમારી ગરદન ને તાણસો નહી.
4. આ એક રાઉન્ડ છે. આનો 10 વાર અભ્યાસ કરો.

આંખો માટે યોગાસન:
કસરત 1: પાલમિંગ
  1. ચુપચાપ બેસો અને આંખો બંધ રાખો. તમારા બંને હાથો ને એક બીજા સાથે ઘસો, જ્યાં સુધી એ ગરમ ના થઈ જાય ત્યાં સુધી.
  2. હઠેડીયો ને ધીરે થી તમારી પલકો પર રાખો, કોઈ અનુચિત દબાણ દીધા વગર. હઠેડી ને એવી રીતે રાખો કે નાક ના ઢંકાય. આ સ્તિથિ માં ત્યાં સુધી રહો જ્યાં સુધી હાથ ની ગરમી આંખો માં સમાઈ ના જાય.
  3. હવે આંખો ને બંધ અજ રાખતા હાથ નીચે કરી લો. પાછું બંને હાથો ને એક બીજા સાથે ઘસો, જ્યાં સુધી એ ગરમ ના થઇ જાય ત્યાં સુધી અને એને બંધ આંખો પર રાખો.
  4. આને કમ સે કમ ત્રણ વાર કરો.

1

2.

કસરત 3-બિલાડી ની જેમ બનો
1.તમારી આંખ ને જોર થી 3-5 સેકન્ડ માટે બંધ કરો.
2.હવે 3-5 સેકન્ડ માટે ખોલો.
3.આને 7-8 વાર ફરી કરો.

1

2.

કસરત 2-આંખો ને ખોલ બંધ કરો
1.આંખો ને ખોલી ને બેસો.
2. 10 વાર જલ્દી જલ્દી આંખો ને ખોલો અને બંધ કરો. આંખો ને બંધ કરો અને 20 સેકન્ડ માટે આરામ કરો.
3.આને 5 વાર ફરી કરો.

કસરત 4-પેન્સિલ કસરત
1.હાથ ની લંબાઈ પર પેન્સિલ પકડો. પેન્સિલ ની ટીપ પર આંખો ટીકાવી રાખો.
2.ધીરે ધીરે પેન્સિલ ને નાક પાસે લાઓ. યાદ રાખજો તમારી આંખો પેન્સિલ ટીપ પર અજ ટીકેલી હોવી જોઇયે.
3.આને 7-10 વાર ફરી કરો.

1                                           2

કસરત 5:
1.એક નાનો દડો લો.
2.એને એક હાથ થી ટપ્પો નાખો અને બીજા હાથ થી ફરી પકડી લો. એક હાથ થી બીજા હાથ માં દડા ને વી-શેપ માં નાખો.
3.આ પૂરા પાથ ને આંખો થી ધ્યાન થી જોવો.
4.આને ફેકવા અને પકડવા વાળા હાથ ને બદલી ને વારી વારી થી કરો

તેજસ અને જ્યોતિ: અમને કસરત કરવા માં ખૂબ અજ મજા આવી. અમે યોગા ક્લાસ માં પણ થોડી ઘણી કસરતો સિખી હતી.
મોઝ: સરસ. આ કસરતો ને નિયમિત રૂપ થી કરો જેથી તમે સ્વસ્થ અને સેહતમંદ રહો. ચાલો કાલે મળશું. ચીન ચિનાકી....


શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર,
તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • કમ્પ્યુટર ના ઉપયોગ સમયે પર્યાપ્ત સાચવેતી રાખવી.
  • કમ્પ્યુટર ના ઉપયોગ ના સમયે યોગ્ય પોસ્ચર રાખવો.
  • ખભા, હાથ, ગરદન અને આંખો માટે યોગ આસન કરવું.

કાર્યપત્રક

કક્ષા II પાઠ 3

1. નીચે દીધેલી કસરતો ને એના નામ સાથે જોડી બનાઓ.

કેહુની નમન

મુશતિકા બંધના

ગ્રીવા સંચાલના

2. સાવની ગ્રીવા સંચાલના કરી રહી છે. કસરત નું આગલું ચરણ દોરો.

        1                          2                        3                         4

કાર્યપત્રક

કક્ષા II પાઠ 3

3. નીચે દીધેલાં ચિત્ર જુવો અને યોગ્ય પોસ્ચર પર ટીક લગાઓ.
1.રીયા કાર્ટૂન જોઈ રહી છે. શું એનું પોસ્ચર યોગ્ય છે?

2.દીપક કમ્પ્યુટર પર કાર્ય કરી રહ્યો છે. શું એનું પોસ્ચર યોગ્ય છે?

3.કાજલ એની મિત્ર ને પત્ર લખી રહી છે. શું એનું પોસ્ચર યોગ્ય છે?

4.રાહુલ ચિત્ર દોરી રહ્યો છે. શું એનું પોસ્ચર યોગ્ય છે?

કાર્યપત્રક

કક્ષા II પાઠ 3

4.સ્વાતિ ને એના કમ્પ્યુટર માટે ઈન્પુટ અને આઉટપુટ ઉપકરણો લેવા છે. શું તમે 2 ઈન્પુટ અને 2 આઉટપુટ ઉપકરણો માર્ક કરીને એની મદદ કરસો.

પ્રવૃત્તિ કક્ષા II | પાઠ 3

1.નીચે દીધેલી ગેમ રમો. એરો કી ની મદદ થી ચાર સિક્કાઓ ને એક લાઇન માં જમાઓ. તમને આ ગેમ અઇયાં મળશે:
Applications –> Games –> Educational suite Gcompris –> Strategy games–> Connect

2.નીચે દીધેલી ગેમ રમો. જે મશ્કરો સી-સો પર છે એ ગ્રાઉંડ પર પડવા પહેલા ઉપર જાય અને ફુગ્ગાઓ ને મારે. સી-સો ને હલાવા માટે એરો કી નો ઉપયોગ કરો. તમને આ ગેમ અઇયાં મળશે:
Applications –> Games –> Circus Linux

પ્રવૃત્તિ કક્ષા II | પાઠ 3

3.સમૂહ પ્રવૃત્તિ:
a.એક બીજા ની પરીક્ષા લો: કક્ષા ને પાંચ-પાંચ ના સમૂહ ના બાંટી લો. દરેક સમૂહ ને પાઠ માં દીધેલી કસરતો નું અભ્યાસ કરવું 15 થી 20 મિનિટ સુધી.દરેક સમૂહ ને બીજા સમૂહ ને કહવાનું કોઈ પણ એક કસરત કે આસન બતાવાનું. સમૂહ ને સારી રીતે કસરત દેખાડવા પર એક પોઈન્ટ મળશે. જે સમૂહ ને સૌથી વધારે પોઈન્ટ મળશે તે જીતી જશે.
b.પાર્સલ પાસ કરવાની રમત રમો: આ રમત કક્ષા ના બધા બાડકો રમી શકે છે.
જ્યારે સંગીત બંધ થાય ત્યારે જે વિદ્યાર્થી ના હાથ માં પાર્સલ હશે તે પાઠ માં શિખડાવેલી કોઈ પણ એક કસરત કરીને દેખાડશે. તમે ડસ્ટર નું ઉપયોગ પાર્સલ ના રૂપ માં કરી શકો છો અને અને સંગીત માટે ડેસ્ક ને તબલા ની જેમ વગાડી શકો છો! તમે કમ્પ્યુટર ની મદદ થી પણ સંગીત વગાડી શકો છો.

પ્રોજેકટ:
પાઠ 9 માં આપેલ પ્રોજેકટ 2 કરો.

તપાસ કરો!
1.ખબર પાડો કે અયોગ્ય પોસ્ચર અને વધારે વાર સુધી કમ્પ્યુટર નું ઉપયોગ કરવાથી કઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થઈ શકે છે.
2.હઠેડી માટે હજી કઈ કસરતો કરી શકો છો?

શિક્ષકો નું
કોર્નર

કક્ષા II
પાઠ 3

  • કક્ષા 1 ના અધ્યાય માં વાંચેલું કમ્પ્યુટર સાથે શું કરવું અને શું નહી ને યાદ દેવડાવતા પાઠ ની શુરુઆત કરો. એમણે પૂછો કે કમ્પ્યુટર નો ઉપયોગ કરતાં સમયે નિયમો નું પાલન કરવું કેમ આવશ્યક છે.
  • નવા પાઠ નું પરિચય કરવો એ કહીને કે કમ્પ્યુટર નો ઉપયોગ શીખવા ની સાથે સાથે આ પણ જરૂરી છે કે વિદ્યાર્થીઓ સ્વસ્થ અને સુરક્ષિત રહવાનું પણ શીખે. વિદ્યાર્થીઓ ને સમજાઓ કે કોઈ પણ વસ્તુ ની અતિ સારી નહી. એમણે કમ્પ્યુટર ચલાવાનું પસંદ હોય તો પણ એને વધારે સમય સુધી ઉપયોગ ના કરવું. જે અલગ અલગ ઉદ્દેશયો માટે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર નો ઉપયોગ કરી શકે છે તેની ચર્ચા કરો.
  • ઈલેક્ટ્રોનિક ઉપકરણો ના ઉપયોગ ના સમયે સુરક્ષા નું ધ્યાન રાખવાના મહત્વ પર ભાર આપો. એમણે બતાઓ કે પાવર કેબલ ને કેવી રીતે સમભાડવું અને કમ્પ્યુટર ના ઉપયોગ સમયે સાવધાન રહવું. પાઠ માં દીધેલાં ચિત્રો દેખાડી ને સમજાઓ કે કમ્પ્યુટર ચલાવા માટે ની યોગ્ય અને અયોગ્ય રીત કઈ છે.
  • એક નાટક બનાઓ જેમાં કલાકારો કમ્પ્યુટર નો ઉપયોગ કરવાની યોગ્ય અને અયોગ્ય રીત બતાવે.
  • સ્વસ્થ રહવા માટે કસરતો નું મહત્વ બતાઓ. વિદ્યાર્થીઓ એ એમાથી થોડીક કસરતો પહેલાથી શિખેલી પણ હોય શકે છે. એમણે કહો તમને કસરતો કરીને દેખાડે. હવે એમણે યોગ્ય પોસ્ચર, આંખ અને હાથો માટે કસરતો નું મહત્વ બતાઓ. એમણે સમજાઓ કે કેમ જરૂરી છે આ બધી કસરતો કરવી અગર એમણે કમ્પ્યુટર નો ઉપયોગ કરવો છે તો. પાઠ માં દીધેલાં ચિત્રો ની મદદ થી એમણે કક્ષા માં કસરતો દરશાઓ. તમે એમણે પ્લેગ્રાઉંડ માં લઈ જઈને પણ કસરતો કરાવી શકો છો.
  • પાઠ નું સારાંશ દેતા એમણે સમજાઓ કે આ કસરતો રોજ કરવી જરૂરી છે.

હજી વાંચો :
http://www.wikihow.com/Exercise-While-Sitting-at-Your-Computer
https://msds.open.ac.uk/Your-record/health.html
http://www.childso press.com/ hatsnewergo.html

પાઠ 4

માઉસ ના ઉપયોગ થી પ્રવૃત્તિઓ

આ પાઠ માં તમે શિખશો:
કમ્પ્યુટર પર વસ્તુઓ ને વ્યવસ્થિત રાખવું.
માઉસની જમણી ક્લિકથી સંકળાયેલ ક્રિયાઓ. ફાઇલો ખેંચો અને છોડો.

જ્યોતિ તાજેતરના પિકનિક ના ફોટો જોઈ રહી છે અને તેજસ કમ્પ્યુટર ના ડેસ્કટોપ ને તપાસી રહ્યો છે.

તેજસ[આઈકન પર પોઈન્ટ કરતાં]: જ્યારે આપણે આ આઈકન પર ડબલ ક્લિક કરીયે છે, આ બસ વિન્ડો ઓપન કરે છે, વગર કોઈ પ્રવૃત્તિ ના. આ આઇકન શાં માટે છે?
મોઝ: જે આઇકન તમે દેખાડી રહ્યા છો એ ફોલ્ડર નું છે. ફોલ્ડર તમને કમ્પ્યુટર પર ફાઇલસ વ્યવસ્થિત રાખવા ના કામ માં આવે છે. સ્કૂલ નો બેગ પણ એક ફોલ્ડર ની જેમ અજ છે, જે તમને સ્કૂલ ની ફાઇલસ એટ્લે કે પુસ્તક રાખવાના કામ માં આવે છે.

ફાઇલસ

 

ફોલ્ડર

જ્યોતિ: મારી પાસે હજી એક ઉદાહરણ છે. અમારી પિકનિક માટે અમે બધી ખાવાની વસ્તુઓ એક બોક્સ માં રાખી અને રમત ની વસ્તુઓ બીજા માં. બોકસેસ ફોલ્ડર ની જેમ છે અને એના અંદર ની વસ્તુઓ ફાઇલસ ની જેમ.
તેજસ: બધી વસ્તુઓ વ્યવસ્થિત હોવા થી અમે પિકનિક માં ખૂબ અજ મજા કરી.
જ્યોતિ: અમે બોક્સ પર લેબલ પણ લગાવી દીધા હતા, જેનાથી અમને સમાન સરળતાથી મળી ગયું.
મોઝ: સરસ. ઠીક એવીજ રીતે કમ્પ્યુટર પર ફાઇલસ નો ઉપયોગ ગાયન,પિચર આદિ સ્ટોર કરવા માટે થાય છે. ફાઇલસ ને વ્યવસ્થિત કરીને અલગ અલગ ફોલ્ડર્સ માં સેવ કરવા માં આવે છે.

વિભાવનાઓ

ફાઇલસ નો ઉપયોગ ગાયન,પિચર આદિ સ્ટોર કરવા માટે થાય છે.
ફોલ્ડર્સ આપણી મદદ કરે છે :
બધી સંબંધિત ફાઇલસ સાથે રાખવામા.જરૂરી ફાઇલસ ને
સરળતા થી ગોતવામાં.

જ્યોતિ: શું હૂઁ નવું ફોલ્ડર બનાવી ને મારી ફાઇલસ એમાં રાખી શકું છું?
મોઝ: હા તમે કરી શકો છો.પહેલા નવું ફોલ્ડર બનાઓ એને નામ દો. નામ થી એ ખબર પડવી જોઇયે કે આ ફોલ્ડર માં કઈ રીત ની ફાઇલ્સ હશે. તેજસ: મને ખબર છે કે માઉસ ના ઉપયોગ થી ફોલ્ડર બનાવી શકાય છે. પણ કેવી રીતે?

ફોલ્ડર બનાવું

1.માઉસ પોઈંટર ને ડેસ્કટોપ પર એક ખાલી જગ્યા પર ખસેડો.
2.જમણી બટન ને ક્લિક કરો ( માઉસ ના જમણા બટન ને એક વાર ક્લિક કરો). .
3.‘Create Folder‛ ઓપ્શન ને સિલેક્ટ કરો. .
4.ફોલ્ડર માટે નામ દાખલ કરો.

તેજસ અને જ્યોતિ વારી વારી થી ડેસ્કટોપ પર પોતાનું ફોલ્ડર બનાવે છે. તેજસ પોતાના ફોલ્ડર નું નામ રાખે છે t-songs અને જ્યોતિ પોતાના ફોલ્ડર નું નામ રાખે છે j-songs.
જ્યોતિ: હૂઁ મારી ફાઇલ્સ ને j-songs ફોલ્ડર માં કેવી રીતે નાખું?મોઝ: પહેલા મને કહો કે પિકનિક પર જતાં વખતે તમે બોક્સ માં એનાથી સંબંધિત વસ્તુઓ કેવી રીતે નાખી હતી?
તેજસ: અમે વસ્તુ ને ઊપાડતાં હતા. અગર એ ગેમ હોય તો એને ગેમ્સ ના બોક્સ માં નાખતા અને ખાવાની વસ્તુ હોય તો ખાવા વાડા બોક્સ માં નાખતા.

ફાઇલ્સ ને ફોલ્ડર માં લય જવું.
ડ્રેગ અને ડ્રોપ ના ઉપયોગ થી.

  સિલેક્ટ                            ડ્રેગ

1. માઉસ ના ડાબા બટન ને નીચે ની બાજુ ક્લિક કરો.

2. માઉસ પોઈંટર ને ફોલ્ડર ની પાસે લઈ જાઓ અથવા ડ્રેગ કરો.

3. માઉસ ને છોડી દો .

ડ્રેગ અને ડ્રોપ
1.ફાઈલ ને સિલેક્ટ કરો ( માઉસ ના ડાબા ક્લિક ની મદદ થી)
2.ડાબા બટન ને દબાવી રાખો અને માઉસ ને ફોલ્ડર ની તરફ લય જાઓ. જે ફાઇલ આઇકન તમે પસંદ કર્યો છે તે પણ માઉસ પોઈંટર ની સાથે હલી રહ્યો હશે. આને ‘ડ્રેગ’ કહવામાં આવે છે.
3.જ્યારે માઉસ પોઈંટર ફોલ્ડર પર આવી જાય ત્યારે એને છોડી દો. માઉસ ની આ પ્રવૃત્તિ ને ડ્રોપ કહવામાં આવે છે.


જ્યોતિ પોતાની સંગીત ફાઇલ ને સિલેક્ટ કરીને ડ્રેગ કરે છે. એ માઉસ છોડી દે છે જ્યારે માઉસ પોઈંટર એના ફોલ્ડર j-songs પર આવે છે. પછી એ j-songs ફોલ્ડર પર ડબલ ક્લિક કરે છે એને ખોલવા માટે.

જ્યોતિ: ફાઇલ ફોલ્ડર ના અંદર છે! જ્યારે મે ફોલ્ડર ને ડબલ ક્લિક કરીને ખોલયુ તો મને ફાઇલ દેખાઇ રહી છે.
તેજસ: આ તો સારું છે. શું હું મારૂ ફોલ્ડર ડેસ્કટોપ પર બીજી કોઈ જગ્યા પર લઇ જાય શકું છું?
મોઝ: હા. તમે ડેસ્કટોપ પર વસ્તુઓ ને ફરી ગોઠવવી શકો છો. તમને ફરી એજ માઉસ થી ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ નું ઉપયોગ કરવું પડશે.

તમને આઈકન જ્યાં લય જવું છે ત્યાં ડ્રેગ કરો અને ડેસ્કટોપ પર એ જગ્યા પર પહૂંચીને એને ડ્રોપ કરો

ડેસ્કટોપ પર આઇકંસ ને ફરી ગોઠવવું
1.આઇકન ને સિલેક્ટ કરો (માઉસ ના ડાબા ક્લિક ની મદદ થી).
2.આઇકન ને માઉસ ની મદદ થી ડેસ્કટોપ પર ડ્રેગ કરો.
3.ખાલી જગ્યા પર જઈને માઉસ છોડી દો , આઇકન ને એજ જગ્યા પર ડ્રોપ કરી દો.

તેજસ અને જ્યોતિ નીચે દર્શાવેલું છે તેમ પોતાના ડેસ્કટોપ ની ફાઇલસ પાછી ગોઠવવે છે.

1                                                    2

3                                                    4

તેજસ: મને એક ફાઈલ બનાવી છે અને એમાં મૈં જે સ્ટોરી લખી છે તે નાખી ને એને t-stories નામ ના ફોલ્ડર માં સેવ કરવું છે.
જ્યોતિ: મને પણ મારી કવિતાઓ દાખલ કરવી છે.
મોઝ: ઠીક છે. કાલે હું તમને ટેક્સ્ટ એડિટર ના વિષય માં બતાવીસ જેનાથી તમે ટેક્સ્ટ ફાઇલ બનાવી શકશો. ચીન ચિનાકી......

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • સંબંધિત વસ્તુઓ નું સમૂહ બનાવો.ફાઇલ્સ ને સંબંધિત ફોલ્ડર માં ખસેડવું .
  • ડેસ્કટોપ પર ફોલ્ડર બનાવું અને એમાં ફાઇલ નાખવી.
  • ડેસ્કટોપ પર આઇકન ગોઠવવા.

કાર્યપત્રક

કક્ષા II પાઠ 4

1. યોગ્ય ઉત્તર પર સર્કલ કરો.

a.માઉસ એક ________ ઉપકરણ છે.

( આઉટપુટ ઈન્પુટ પ્રોસેસર )

b. જ્યારે તમને આઇકન એક જગ્યા થી બીજી જગ્યા લઈ જવું હોય માઉસ ની મદદ થી, તમે _______ પદ્ધતિ નું ઉપયોગ કરસો.

( સ્ક્રોલ       ડ્રેગ અને ડ્રોપ      મુવ )

2. જ્યોતિ તેના ડેસ્કટૉપ પર ફાઇલોને ગોઠવવા માંગે છે. જમણી ફોલ્ડર પર યોગ્ય ફાઇલમાં જોડાઇને તેને મદદ કરો.

કાર્યપત્રક

કક્ષા II પાઠ 4

3.રાહુલ ને ફાઇલ એક જગ્યા થી બીજી જગ્યા લઇ જવી છે. નીચે દીધેલાં ચરણો ને ક્રમબદ્ધ કરી એની મદદ કરો.

માઉસ બટન ને છોડી દો અને આઇકન ને ડ્રોપ કરી દો.

માઉસ બટન ને પકડી ને રાખો અને આઇકન ને નવી જગ્યા એ ડ્રેગ કરો.

સિલેક્ટ

જે આઇકન હલાવું છે તેના ડાબા બટન ને ક્લિક કરો

કાર્યપત્રક

કક્ષા II પાઠ 4

4.કિચૂ સસલો અને મીચું સસલો પિકનિક પર ગયા. હવે વાર થઇ ગયી છે અને બંને ઘરે જઇ રહ્યા છે. રમવાની ને ખાવાની બધી વસ્તુઓ ફેલાયેલી છે. એમણે બધુ ગોઠવા અને સારી રીતે પેક કરવામાં મદદ કરો એ બતાવી ને કે કઈ વસ્તુ કયા બાસ્કેટ માં રખાશે.

ખાવાનું

રમતો

પ્રવૃત્તિ કક્ષા II | પાઠ 4

1. નીચે દીધેલાં ટાઈમ ને દર્શાવા માટે માઉસ ને પકડો અને કલ્લાક અને મિનિટ ના કાંટા ને બદલો. આ રમત રમવા માટે નીચે દીધેલાં ચરણો નું પાલન કરો: Applications --> Games -->Educational suite Gcompris --> Discovery Items --> Miscellaneous acitivites

2. ડાબા હાથ ની કૉલમ થી વસ્તુ ને ડ્રેગ કરો અને એને ટેબલ માં ઉચિત સ્થાન પર રાખો. આ રમત રમવા માટે નીચે દીધેલાં ચરણો નું પાલન કરો: Applications --> Games--> Educational suite Gcompris -->Discovery activities--> Miscellaneous acitivites

પ્રવૃત્તિ કક્ષા II | પાઠ 4

3. પેઇન્ટિંગ ને પૂરું કરવા માટે વસ્તુઓ ને ડ્રેગ અને ડ્રોપ કરો. આ રમત રમવા માટે નીચે દીધેલાં ચરણો નું પાલન કરો: Applications --> Games --> Educational suite Gcompris --> Puzzles-->Assemble the Puzzles

4. જિગસો ને પૂરું કરવા માટે પિચર ના ભાગો ને ડ્રેગ અને ડ્રોપ કરો. આ રમત રમવા માટે નીચે દીધેલાં ચરણો નું પાલન કરો: Applications --> Education --> Childs Play

પ્રવૃત્તિ કક્ષા II | પાઠ 4

5. સમૂહ પ્રવૃત્તિ:
એક નાના પેપર ના ટુકડા પર ફૂલ, ફડ, ગાડીયો અને જાનવરો ના નામ લખો. બધા વર્ગો ના પ્લાકાર્ડ્સ ને કક્ષા માં વિભિન્ન જગ્યાઓ માં ચીપકાવી દો.દરેક વિદ્યાર્થી એક પેપર નો ટુકડો ઉપાડશે અને જે સમૂહ નું નામ આવશે દોડી ને એમાં જોડાય જશે. જ્યારે પૂરી કક્ષા સમૂહ માં બંટાઇ જશે ત્યારે થોડાક વિદ્યાર્થીઓ બતાવશે કે એમનું સમૂહ શું કરે છે. ઉદાહરણ માટે, ગાડીઓ ના સમૂહ ના વિદ્યાર્થીઓ ટ્રેન નું નાટક કરી શકે છે.

પ્રોજેકટ
પાઠ 9 માં આપેલ પ્રોજેકટ 3 કરો.

તપાસ કરો!
1.અલગ અલગ પ્રકાર ના માઉસ પોઈંટર નું અવલોકન કરો. માઉસ પોઈંટર ના શેપ ની ખબર પાડો:
i.જે ડેકસ્ટોપ નેવિગેટ કરતાં વખતે મહત્તમ દેખાય છે.
ii.જ્યારે કમ્પ્યુટર કોઈ પ્રવૃત્તિ શરૂકરે છે.

શિક્ષકો નું
કોર્નર

કક્ષા II
પાઠ 4

  • કક્ષા ની શુરુઆત કરવા પહેલા, કમ્પ્યુટર ના ડેસ્કટોપ પર ઘણા ટેક્સ્ટ, સંગીત, પિચર ફાઇલ અને પ્રવૃત્તિ આઈકન ફેલાવી દો. માઉસ ના કાર્યો જે છોકરાઓ એ પહેલા થી ભંણેલા છે ને યાદ દેવડાવતા કક્ષા ની શુરુઆત કરો. ડાબું ક્લિક કરો, જમણું ક્લિક કરો અને ડબલ ક્લિક કરો અને તેમના ઉપયોગો ની યાદ દેવડાઓ.
  • કમ્પ્યુટર ચાલુ કરો અને વિદ્યાર્થીઓ ને કહો ડેસ્કટોપ ને જુએ. એમણે કોઈ વિશેષ સંગીત ફાઇલ ઓળખવાનું કહો અને પૂછો એમણે એ ફાઇલ કેવી રીતે ગોતી.એ લોકો કહશે કે એમણે બધી ફાઇલો ના નામ વાંચ્યા અને ફાઇલ ના નામ થી તેને ઓળખ્યું. હવે એમનું ધ્યાન વસ્તુઓ ને ગોઠવવી ને રાખવા પર લય જાવ. એમણે બતાઓ કે કેમ એમની દરેક વિષયની અલગ અલગ ચોપડી છે અને કેમ એ લોકો એક અજ ચોપડી માં બધા વિષયો નથી લખી લેતા.એમણે પૂછો શું થશે અગર એ લોકો અલગ અલગ શીટ પર અલગ અલગ વિષય ના જવાબો લખશે અને પછી બધા ને એક સાથે મળાવી ને એક બંડલ બનાવી લેશે. એમણે પૂછો કે કેવી રીતે પછી અલગ અલગ વિષયો ના જવાબો ગોતશે.એ લોકો કહશે કે ‘અમે નોટબૂક ના દરેક પેજ ને ચેક કરીને શોધશું’. એમણે બતાઓ કે વસ્તુઓ ને સરખી રીતે ગોઠવવી ને રાખવું જરૂરી છે પછી એમણે સરળતા થી ગોતવા માટે. આજ કારણ ની વજહ થી હર વિષય ની અલગ પુસ્તક હોય છે. કમ્પ્યુટર પર ફોલ્ડર માં એનાથી સંબંધિત ફાઇલ રાખવામા આવે છે જેથી જરૂર પડવા પર એને સરળતા થી ગોતી શકાય .
  • હવે વિદ્યાર્થીઓ ને બતાઓ કે ફોલ્ડર કેવી રીતે બનાવાય. એમણે કહો કે ફોલ્ડર નું નામ એવું હોવું જોઇયે જેનાથી એના અંદર કઈ ફાઇલ રાખેલી છે સમજ માં આવી જાય. ઉદાહરણ માટે બધી સંગીત ફાઇલ્સ ને એક ફોલ્ડર માં રાખવા માં આવે જેનું નામ છે ‘મ્યુજિક’. એવીજ રીતે, હજી ફોલ્ડર્સ બનાવી ને ડેસકટોપ પર ફાઇલ્સ સેવ કરો. એમણે બતાઓ કેવી રીતે ફાઇલ ને સિલેક્ટ કરો, એને ફોલ્ડર માં ડ્રેગ કરો અને ફોલ્ડર ની અંદર ડ્રોપ કરો ( ડ્રેગ અને ડ્રોપ એક જટિલ પ્રવૃત્તિ છે એ વિદ્યાર્થીઓ માટે જેમની પાસે મોટર ડેક્સ્ટેરિટી નથી.સમય રહતા અભ્યાસ કરવાથી એલોકો પણ શીખી જાશે).
  • વિદ્યાર્થીઓ ને દેખાડો કે પ્રવૃત્તિ આઈકન ને પણ ડ્રેગ કરીને બીજી જગ્યાએ રાખી શકે છે.
  • જ્યારે બધી ફાઇલ્સ ને ફોલ્ડર માં ખસેડવામાં આવે અને પ્રવૃત્તિ આઇકન ને યોગ્ય રીતે ગોઠવવી લેવામાં આવે, પછી વિદ્યાર્થીઓ ને પૂછો કયું ડેકસ્ટોપ વધારે સાફ દેખાય છે.સંગઠનનું મહત્વ રેખાંકિત કરો.
  • છોકરાઓ ની ક્ષમતા ને ધ્યાન માં રાખતા એમણે ઓટો અરૈંજ ઓપ્શન નું ઉપયોગ સમજાઓ. એમણે ડેસ્કટોપ પર ખાલી જગ્યા એ જમણા બટન ને ક્લિક કરવાનું કહો અને ડાયલોગ બોક્સ ના અલગ અલગ વિકલ્પો ને વાંચો. તમે તેમને તે દર્શાવી શકો છો.
  • અધ્યાય નું સારાંશ આપો અને એમણે બતાઓ કે એમણે માઉસ ને નિરંતર પકડી ને ના રાખવું જોઇયે અને એ પણ જોર થી. વિદ્યાર્થીઓ ને પ્રવૃત્તિઓ નું અભ્યાસ કરવા દો.

હજી વાંચો :
(ગેમ્સ અને પ્રવૃત્તિ માઉસ નિયંત્રણ વધારવા માટે)
http://bright-productions.com/kinderweb/index_silent.html
http://internet4classrooms.com/month2month.htm

પાઠ 5

કીબોર્ડ ના ઉપયોગ થી પ્રવૃત્તિઓ

આ પાઠ માં તમે નિમ્ન નું ઉપયોગ કરવાનું શિખશો:
કેપ્સ લોક, બેકસ્પેસ અને ડિલીટ કીઝ.
ચાર દિશાઓ ની એરો કીઝ, પેજ ઉપ, પેજ ડાઉન કી.

તેજસ: મોઝ, અમે અમારા મિત્રો ની સૂચિ બનાવા માંગયે છે. અમે કઈ પ્રવૃત્તિ નું ઉપયોગ કરી શકીયે?
મોઝ: ટેક્સ્ટ એડિટર પ્રવૃત્તિ નું ઉપયોગ કરો. આ તમને ટેક્સ્ટ લખવા અને એમાં બદલાવ કરવા દેશે.


તેજસ અને જ્યોતિ માઉસ થી ટેક્સ્ટ એડિટર પર ડબલ ક્લિક કરે છે. તેજસ: પેઇન્ટ પ્રવૃત્તિ ની જેમ અજ ટેક્સ્ટ એડિટર પ્રવૃત્તિ માં પણ નવી ફાઇલ બનાવાનું, જે ફાઇલ પહેલા થી બનેલી છે તેને ઓપન કરવાનું અને ફાઇલ ને સેવ કરવાનું ઓપ્શન છે.

કર્સર

મોઝ: હા, જેવુ કે તમે જાણો છો કે મહત્તમ પ્રવૃત્તિજ માં તમને આ બધા ઓપ્શનસ મળશે.
તેજસ: શું ખાલી જગ્યા માં અમે ટેક્સ્ટ લખીયે?
મોઝ: હા જેવી રીતે તમે નોટબૂક ના ખાલી પાનાં પર લખો છો તેવી જ રીતે.
જ્યોતિ: ટેક્સ્ટ એડિટર માં માઉસ પોઈંટર નો શેપ અલગ છે. મોઝ: બહુ સરસ અવલોકન. ટેક્સ્ટ એડિટર ના માઉસ પોઈંટર ને કર્સર પણ કહવામાં આવે છે. આ મહત્તમ એક નાની સીધી બ્લિંક કરતી લાઇન હોય છે.
જ્યોતિ: મોઝ, અમે આલ્ફાબેટ કીઝ અને નંબર કીઝ જે કીબોર્ડ પર છે એ ની મદદ થી ટેક્સ્ટ લખી શકીયે છે. મને મારા મિત્ર નું નામ ટાઈપ કરવું છે. હું કેપિટલ અક્ષરો માં કેવી રીતે લખી શકું છું?
મોઝ: પહેલા કેપ્સલોક કી ને દબાઓ. પછી આલ્ફાબેટસ ટાઈપ કરો.

જ્યોતિ: કેપ્સલોક કી દબાવા પર કીબોર્ડ માં એક નાની લાઇટ થાય છે!
તેજસ: કેપ્સલોક કી પાછી દબાવા પર અમે ફરી નાના અક્ષરો ટાઈપ કરી શકીયે છે. કીબોર્ડ ની લાઇટ પણ બંધ થઇ ગયી!

મોઝ: સરસ. લાઇટ દર્શાવે છે કે કેપ્સ્લોક કી ચાલુ છે કે બંધ.

કેપ્સલોક

કેપ્સલોક

  • કેપ્સલોક કી દબાવા પર ઇ તમને અક્ષરો કેપિટલ માં લખવા દે છે.
  • કેપ્સલોક કી ને ફરી દબાવા થી લોઅર કેસ અલ્ફાબેટ્સ લખવા દે છે.
  • કમ્પ્યુટર પર નાની ગ્રીન લાઇટ સ્થિતિ દર્શાવે છે (લાઇટ ચાલુ-કેપિટલ લેટર્સ, લાઇટ બંધ- લોઅર કેસ લેટર્સ).

તેજસ અને જ્યોતિ એક ના નીચે એક પોતાના દોસ્તો ના નામ લખે છે. મોઝ: સરસ. તમે બીજી લાઇન પર જવા માટે એન્ટર કી નું ઉપયોગ કર્યું છે.
જ્યોતિ સ્વીથા ટાઈપ કરી દે છે સ્વેથા ની જગ્યા અને નામ માં આવેલી ઈ ની માત્રા ને હટાવા માંગે છે.
જ્યોતિ: મને કર્સર પાછળ લેવું છે. કેવી રીતે કરું?
મોઝ: કીબોર્ડ પર દીધેલી એરો કી થી કર્સર ને ટેક્સ્ટ પર ફરાવી શકો છો.

એરો કીઝ

કીબોર્ડ પર 4 એરો કીઝ હોય છે.આ કીઝ તમને કર્સર ઉપર,નીચે,ડાબી અને જમણી બાજુ ખસેડવા દે છે.
  • અપ અને ડાઉન એરો કી થી તમે કર્સર ઉપર અને નીચે ફરાવી શકો છો, એક સમય પર એક લાઇન.
  • ડાબા અને જમણા એરો કી થી કર્સર ડાબે અથવા જમણે ખસેડી શકો છો, એક સમય પર એક અક્ષર.

જ્યોતિ: જે વધુ ઇ ની માત્રા મને હટાવી હતી તે માટે મે ડાબી એરો કી નું ઉપયોગ કર્યું કર્સર ને પાછું એ અક્ષર પર લય જવા માટે. હું અક્ષર ને કેવી રીતે મીટાડું?
મોઝ: બેકસ્પેસ કી ના ઉપયોગ થી

જ્યોતિ: બેકસ્પેસ કી કર્સર ના પહેલા લખેલા અક્ષર મિટાડી રહી છે.કર્સર ની પછી લખેલા અક્ષર કેવી રીતે મિતાડું?
મોઝ: ઓહ! ડિલીટ કી નું ઉપયોગ કરો. જે ટેક્સ્ટ તમે લખ્યું છે એમાં બદલાવ કરવું, એને ટેક્સ્ટ ની એડિટિંગ કહવામાં આવે છે.

બેકસ્પેસ

બેકસ્પેસ કી

આ કી એ નંબર અને અક્ષરો ને મિટાડે છે જે કર્સર ની પહેલા આવે છે.
આને બેકસ્પેસ કહેવાય છે. આ મહત્તમ નંબર વાડી રો માં આખરી કી હોય છે.

ડિલીટ કી

આ કી કર્સર ના પછી ના લેટર અને નંબર મિટાડે છે.

ડિલીટ

વિભાવનાઓ

જે ટેક્સ્ટ તમે લખ્યું છે એમાં બદલાવ કરવું, એને ટેક્સ્ટ ની એડિટિંગ કહવામાં આવે છે.

તેજસ બધા નામ લખી લેવા પછી સૂચિ ને શીર્ષક દેવા માંગે છે. તો એ અપ એરો કી થી કર્સર ને પેજ ના સૌથી ઉપર લય જાય છે.
મોઝ: અપ એરો કી ને આટલી બધી વાર દબાવ્યા કરતાં ‘પેજ અપ’ કી નો ઉપયોગ કરો.આનાથી એક વાર માં કર્સર એક પેજ ઉપર થઈ જશે. પેજ ડાઉન ના ઉપયોગ થી કર્સર નીચે આવશે એક વાર માં એક પેજ.

પેજ
અપ

પેજ
ડાઉન

પેજ અપ/પેજ ડાઉન
આ બે કીઝ ના ઉપયોગ થી કર્સર ઉપર અને નીચે કરવામાં આવે છે,
એક વાર માં એક પેજ.

એરો કીઝ અને પેજ અપ અથવા પેજ ડાઉન કીઝ ને નેવીગેશન કીઝ કહવામાં આવે છે. આ અમને ફાઈલ માં ફરવા માં મદદ કરે છે.

મોઝ (સૂચિ ને જોતાં): તમે સૂચિ ફાઇલ માં સેવ કરી?
તેજસ: મૈં સેવ બટન પર ક્લિક કર્યું હતું. જે ડાયલોગ બોક્સ ખૂલ્યું એ મને ફાઇલ નું નામ દાખલ કરવા માટે કહે છે.

મોઝ: એવું યોગ્ય નામ આપો જેનાથી ફાઇલ ને પછી શોધવી હોય તો એ સરળતા થી મળી જાય..

તેજસ એની ફાઇલ નું નામ રાખે છે t-friends અને જ્યોતિ પોતાની ફાઇલ નું નામ રાખે છે j-friends.
જ્યોતિ: પેઇન્ટ પ્રવૃત્તિ ની મદદ થી અમે થોડાક ચિત્રો દોરી શકીયે છે?

મોઝ: ઠીક છે. હું થોડાક અઠવાડીયા માટે શહર થી બાર જઈ રહ્યો છું. મૈં તમારી માટે પ્રવૃત્તિ ની સૂચિ તૈયાર કરી રાખી છે. કાલે તમે પ્રવૃત્તિ શરૂ કરી શકો છો.
ચીન ચિનાકી.......

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • સ્પેશિયલ કીઝ ના કાર્યો બતાવી શકસો.
  • બેકસ્પેસ અને ડિલીટ કી ની મદદ થી ટેક્સ્ટ માં બદલાવ કરી સકસો.
  • એરો અને નેવિગેશન કી ની મદદ થી એરો ને અલગ અલગ દિશાઓ માં ફરવી શકસો.

કાર્યપત્રક

કક્ષા II પાઠ 5

1.મીતુ વાંદરા ને કીબોર્ડ માં રંગ ભરવું છે. શું તમે એની મદદ કરી શકો છો?

નંબર કીઝ માં લાલ રંગ અલ્ફાબેટ કીઝ માં બ્લૂ રંગ
સ્પેસબાર કી માં ગ્રીન રંગ કેપ્સ લોક કી માં બ્રાઉન રંગ
એરો કીઝ માં ગુલાબી રંગ બેકસ્પેસ માં પિળો રંગ
પેજ ઉપ અને પેજ ડાઉન કી માં ઓરેન્જ રંગ ડિલીટ કી માં ગ્રે રંગ

2.નીચે દીધેલાં કીઝ ની એના કાર્યો સાથે જોડી બનાઓ:

પેજ અપ તમને કેપિટલ અક્ષરો ટાઈપ કરવા દે છે
બેકસ્પેસ કર્સર ના પછી ના અક્ષરો ને મિટાડે છે
કેપ્સ લોક એક પેજ ઉપર કરવામાં મદદ કરે છે
ડિલીટ કર્સર ના પહેલા ના અક્ષરો ને મિટાડે છે

કાર્યપત્રક

કક્ષા II પાઠ 5

3.શું તમે ઓળખી શકો છો હૂઁ કઈ કી છું? a) હૂઁ તમને અગલી લાઇન માં જવા માં મદદ કરું છું
………………………………………………………………………………….
b) હૂઁ તમને પેજ માં સૌથી ઉપર કર્સર પોચાડવામાં મદદ કરું છું
………………………………………………………………………………….
c) હૂઁ કર્સર ના ડાબી બાજુ ના અક્ષરો મિટાડવામાં મદદ કરું છું
………………………………………………………………………………….
d) હૂઁ કર્સર ના જમણી બાજુ ના અક્ષરો મિટાડવામાં મદદ કરું છું
………………………………………………………………………………….
e) હૂઁ બે શબ્દો ની વચ્ચે ની ખાલી જગ્યા મિટાડવા માં મદદ કરું છું.
………………………………………………………………………………….
f) અગર તમે મને દબાઓ છો તો તમે નિરંતર કેપિટલ અક્ષરો ટાઈપ કરી શકો છો.
………………………………………………………………………………….
g) હૂઁ તમને પેજ ના સૌથી આખરી માં કર્સર લય જવામાં મદદ કરું છું.

………………………………………………………………………………….
h) તમે નંબર ટાઈપ કરવા માટે મારૂ ઉપયોગ કરી શકો છો..

………………………………………………………………………………….
i) હું તમને અલ્ફાબેટ ટાઈપ કરવા દઉં છું

………………………………………………………………………………….
j) હૂઁ તમને કર્સર ઉપર, નીચે,ડાબે અથવા જમણે ખસેડવા દઉં છું.

………………………………………………………………………………….

કાર્યપત્રક

કક્ષા II પાઠ 5

4.સુપનદી ને નથી ખબર કે કીબોર્ડ પર કઈ કીઝ દેખાય છે. જે કીઝ કીબોર્ડ પર દેખાય છે એને લાલ રંગ ભરો અને જે નથી દેખાતી એને બ્લેક રંગ ભરીને એની મદદ કરો.

એન્ટર.

કાર્યપત્રક

કક્ષા II પાઠ 5

5. નીચે દીધેલા ની જોડી બનાઓ :

ન્યુ

પહેલા થી બનેલી ફાઇલ ને ખોલો.

ઓપન

જે ટેક્સ્ટ લખ્યું છે તેને
સેવ કરો.

સેવ

ટેક્સ્ટ લખવા માટે નવી ફાઇલ બનાઓ.

પ્રવૃત્તિ                 કક્ષા II | પાઠ 5

1. પડતાં શબ્દો: શબ્દો ગ્રાઉંડ પર પડે એ પહેલા એને ટાઈપ કરો. આ ગેમ રમવા માટે નીચે દીધેલાં ચરણો નું પાલન કરો: Applications--> Games--> Educational Suite Gcompris --> Computer peripherals--> Keyboard games.

2. વાદડો ને પકડવા માટે કીબોર્ડ ના ઉપર, નીચે, જમણા અથવા ડાબા કી ની મદદ થી હેલિકોપ્ટરને ખસેડો. નંબરો ને વધતાં ક્રમ માં પકડો. આ ગેમ ને અહીં શોધો: Applications--> Games--> Educational suite GCompris--> Mathematics--> Numeration

પ્રવૃત્તિ                 કક્ષા II | પાઠ 5

3. ચારે ને જોડો: ચારે બોલ ને એક પંક્તિ માં જોડવા માટે કીબોર્ડ કીઝ નું ઉપયોગ કરો. કોઈ પણ ભાગ ને ડાબા અથવા જમણે ખસેડવા માટે એરો કી નું ઉપયોગ કરો. ટુકડા ને ડ્રોપ કરવા માટે ડાઉન એરો અથવા સ્પેસ બાર કી નું ઉપયોગ કરો. આ ગેમ રમવા માટે નીચે દીધેલાં ચરણો નું પાલન કરો: Applications--> Games--> Educational Suite GCompris--> Strategy games

4. સમૂહ પ્રવૃત્તિ:
કક્ષા ને પાંચ-પાંચ ના સમૂહ માં બાંટી દો. દરેક સમૂહ ને કમ્પ્યુટર ની મદદ થી અલગ અલગ વ્યવસાયો ના નામ ટાઈપ કરવા છે. સમૂહ માં દરેક વિદ્યાર્થી વારી વારી થી વ્યવસાયો ના નામ ટાઈપ કરે.પ્રવૃત્તિ ના અંત માં જોવો કયા સમૂહ ની સૂચિ સૌથી લાંબી છે.

પ્રોજેકટ
અધ્યાય 9 માં દીધેલ પ્રોજેકટ 4 કરો.

તપાસ કરો!
1.કીબોર્ડ ની કઇંક કીઝ એક થી વધારે જગ્યા દેખાય છે.ઉદાહરણ માટે: ઘણા કીબોર્ડ માં બે એન્ટર કી હોય છે. તમારા આજુ બાજુ ના કીબોર્ડ ને ધ્યાન થી જોવો અને એવી હજી કીઝ ગોતો.
2.કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સ્લોક ની અલવા બીજા કયા તરીકા છે?

શિક્ષકો નું
કોર્નર

સ્તર 2
પાઠ 5

  • વિદ્યાર્થીઓ કીબોર્ડ ના વિષય માં જે જાણે છે એ યાદ કરાવીને કક્ષા ની શૂરુઆત કરો. કક્ષા 1 માં ભંણેલી બધી કીઝ ની યાદ દેવડાઓ જેમ કે અલ્ફાબેટ અને નંબર કીઝ,એન્ટર કી, સ્પેસ બાર અને બેકસ્પેસ કી. એમણે આ ચર્ચા માં શામેલ કરો કે આ કીઝ નો ઉપયોગ કયા કામ માટે થાય છે.
  • વિદ્યાર્થીઓ ને કહો કે આ પાઠ માં એલોકો બીજી અધિક કીઝ ના ઉપયોગ ના વિષય માં શિખશે જે એમણે કીબોર્ડ ના ઉપયોગ થી નવી-નવી વસ્તુઓ કરવા દેશે. કમ્પ્યુટર પર ટેક્સ્ટ એડિટર ખોલો (આ સમયે, એ જરૂરી નથી કે વિદ્યાર્થીઓ ને એ ખબર હોય કે આ એપ્લીકેશન કેવી રીતે ખોલવાની) અને એમના નામ ટાઈપ કરો એક ની નીચે એક. એમણે નોટ કરવાનું કહો કે એ અક્ષર કેપિટલ માં છે કે સ્મોલ માં. આના પછી કેપ્સ્લોક કી ને ટૉગલ કરો અને થોડાક બહુ નામ ટાઈપ કરો. હવે એમણે અંતર નોટ કરવાનું કહો. વિદ્યાર્થીઓ ને ઘણું આશ્ચર્ય થશે અને એલોકો શીખવા માટે ઉત્સુક થઈ જશે કે આ કેવી રીતે થયું. એમણે કેપ્સ લોક કી ના વિષય માં બતાઓ અને એમણે બતાઓ જ્યારે આ કી ચાલુ કરીયે છે તો નાની ગ્રીન લાઇટ પણ ચાલુ થઈ જાય છે. એમણે બતાઓ કે અલગ અલગ કીબોર્ડ્સ માં આ લાઇટ અલગ અલગ જગ્યાએ હોય શકે છે.વિદ્યાર્થીઓ ને કહો કે અલગ અલગ કીબોર્ડ ને ધ્યાન થી જુએ અને આ વાત નોટિસ કરે.
  • વિદ્યાર્થીઓ ના નામ લખતા વખતે જાણી કરીને ગલતી કરો. એમણે કહો એને સુધારવાનું. એ લોકો એ બેકસ્પેસ કી ના વિષય માં પહેલાથી જ સાંભળ્યું છે. પુનરાવર્તન ના ઉદ્દેશ્ય થી એનું કાર્ય ફરી સમજાઓ. એમણે બતાઓ અલગ અલગ કીબોર્ડ્સ માં બેકસ્પેસ કી અલગ અલગ રીતે દેખાય છે (અગર સંભવ હોય તો એમણે કહો અલગ અલગ કીબોર્ડ્સ ના ફોટો ભેગા કરી લાવે જ્યાં કી નું નામ બસ લખેલું હોય અથવા ફક્ત બેક એરો બનેલો હોય).ડિલીટ કી ના કાર્યો થી પરિચય કરાઓ અને એમણે કહો કે આ કર્સર ના પછી ના અક્ષરો ને મિટાડવા માં મદદ કરે છે. (વિદ્યાર્થીઓ આ કીઝ ના કાર્યો ના વિષય માં જાણી ને કન્ફ્યુસ થઈ શકે છે. આની ચિંતા ના કરસો, એ લોકો ભવિષ્ય માં જેમ જેમ કીબોર્ડ નું ઉપયોગ કરતાં જશે તેમ તેમ એમનું વિશ્વાસ પણ વધતું જશે. આ વાત પર ભાર આપો કે બેકસ્પેસ અને ડિલીટ બંને કીઝ એક સમય પર એક અક્ષર મિટાડવા દેશે ).
  • કક્ષા માં વિદ્યાર્થીઓ ના નામ ની સૂચિ બહુ લાંબી હોય શકે છે. એમણે બતાઓ એ લોકો સૂચિ માં નામ કેવી રીતે જોઈ શકે છે. એરો કીઝ નો ઉપયોગ દરશાઓ. તમે એમણે કસરત ના માધ્યમ થી પણ ચારે એરો કી ના કાર્યો સમજાવી શકો છો, એમણે પોતાના હાથ ચારે દિશાઓ માં ફરાવાનું કહી ને.
  • એમણે પેજ અપ અને પેજ ડાઉન કી ના કાર્યો ના વિષય માં બતાઓ અને એના કાર્યને વિદ્યાર્થીઓ ના નામ ની સૂચિ ના ઉપયોગ થી દરશાઓ. કક્ષા નું સમાપન કરતાં એમણે સારાંશ આપો કે એમણે આ અધ્યાય માં કઈ નવી કીઝ ના વિષય માં શિખ્યું અને એનું તે લોકો ઉપયોગ કરી શકે એવું અભ્યાસ કરવા આપો.

હજી વાંચો:
(To learn the keys on a keyboard)
http://www.learnnc.org/lp/pages/3454
http://www.sesamestreet.org/home/?contentId=9495524&

અધ્યાય 6

પેઇન્ટ ના ઉપયોગ થી પ્રવૃત્તિઓ

આ પાઠ માં તમે શિખશો:
પેઇન્ટ પ્રવૃત્તિ ના વિભિન્ન ટૂલ્સ ના ઉપયોગ
(પુનરાવર્તન માટે સ્તર 1 નું પેઇન્ટ પર નું પાઠ જુવો)

1.તમારા મિત્ર માટે તેના જનમ- દિવસ પર એક કાર્ડ બનાઓ! પેઇન્ટ ટૂલ ના ઉપયોગ થી કાર્ડ પર જનમ- દિવસ નું સંદેશ લખો.

2. અલગ અલગ વ્યવસાયો ના વિષય માં ખબર પાડો. અલગ અલગ વ્યવસાયો નું ચાર્ટ બનાઓ એમના થી સંબંધિત વસ્તુઓ ને ભેગી કરી. તમે વસ્તુઓ ને દોરી પણ શકો છો. ઉદાહરણ માટે એક સુથારીનું કામ તમે સૉ, સ્ક્રૂ ડ્રાઇવર, હેમર,લાકડા આદિ ની મદદ થી દર્શાવી શકો છો. સરસ શીર્ષક આપવા માટે તમારી કલ્પનાનો ઉપયોગ કરો અને નામ ને ટેક્સ્ટ ટૂલ ની મદદ થી લખો. આ પ્રવૃત્તિ કરવા માટે, પાંચ-પાંચ વિદ્યાર્થીઓ ના સમૂહ બનાઓ. દરેક સમૂહ એક એક વ્યવસાય નો ચુનાવ કરે અને પછી દરેક સમૂહ નો એક એક વિદ્યાર્થી એ વ્યવસાય થી સંબંધિત એક ટૂલ નું નામ લખે અને તેના ચિત્ર દોરે.ખબર પાડો કે કયા સમૂહ ના વ્યવસાયી પાસે સૌથી વધારે ટૂલ્સ છે.

3. તમારી પસંદ ની દૃશ્યાવલિ દોરો. આ પ્રવૃત્તિ કરવા માટે, પાંચ-પાંચ વિદ્યાર્થીઓ ના સમૂહ બનાઓ. દરેક વિદ્યાર્થી દૃશ્યાવલિ નો એક એક હિસ્સો બનાવશે.ઉદાહરણ માટે, એક ગામ નો દ્રશ્ય બનાવતા વખતે, એક વિદ્યાર્થી પર્વત દોરે, અને બીજો એક સૂર્ય, એક તળાવ, પક્ષીઓ, એક વૃક્ષ આદિ દોરે.

1.એક ગ્રામ
2.પ્રાણી સંગ્રહાલય
3.ઉદ્યાન
4.સમુદ્ર અથવા પર્વતો પર સૂર્યાસ્ત અથવા સૂર્યોદય

ચિત્ર ને એક રસપ્રદ શીર્ષક આપો અને એને પેઇન્ટ ટૂલ ના ઉપયોગ થી લખો. પેજ ના સૌથી નીચે જમણા હાથ ની બાજુ તમારું નામ લખો.

4. તમને રમવાની પસંદ હોય એવી એક રમત પસંદ કરો. રમત ના વિષય માં જાણકારી પ્રાપ્ત કરો. ઉદાહરણ માટે, કેટલા ખિલાડી એને રમે છે, રમવા માટે શું વસ્તુ જોઈશે, કેટલું મોટું મેદાન જોઈશે આદિ. એ ગેમ નું પોસ્ટર ટક્સ પેઇન્ટ ની મદદ થી બનાઓ. આ પ્રવૃત્તિ કરવા માટે 4 કે 5 વિદ્યાર્થીઓ ના સમૂહ બનાઓ.દરેક સમૂહ એક ગેમ પર કાર્ય કરે. નીચે દીધેલાં ચિત્ર માથી વસ્તુઓ પસંદ કરો. તમે આ વસ્તુઓ જાતે પણ દોરી શકો છો. રમત નું નામ લખો, એને રમવા માટે જે વસ્તુઓ જોઇયે તેના નામ લખો (તમે કોઈ પણ ટૂલ્સ ના ઉપયોગ કરી શકો છો-મેજિક, ટેક્સ્ટ, પેઇન્ટ લખવા માટે).

5. લાઇન ટૂલ અને શેપ ટૂલ ની મદદ થી કોઈ પણ વસ્તુ અથવા જગ્યા ને દોરો અથવા પેઇન્ટ કરો. ઉદાહરણ માટે કોઈ દેશ નો ઝંડો,એક ઘર, એક વ્યક્તિ, એક કાર, એક ટેબલ, એક કુરસી, એક ક્રિકેટ નું મેદાન, સ્વિમિંગ પૂલ અને ઘણી બધી વસ્તુઓ તમે લાઇન ટૂલ અને શેપ ટૂલ ની મદદ થી દોરી શકો છો. જરૂર પડવા પર તમે પેઇન્ટ ટૂલ નું ઉપયોગ કરી શકો છો. જેટલું સંભવ હોય જે વસ્તુ તમે દોરી રહ્યા છો લાઇન ટૂલ અને શેપ ટૂલ ની મદદ થી તેને લેબલ કરો. આ પ્રવૃત્તિ કરવા માટે 4 કે 5 વિદ્યાર્થીઓ ના સમૂહ બનાઓ. સમૂહ ના દરેક વિદ્યાર્થી એક વસ્તુ દોરશે.

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર,
તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • પોસ્ટર, જનમ દિવસ નું કાર્ડ અને પેઇન્ટિંગ બનાવા માટે પેઇન્ટ પ્રવૃત્તિ નું ઉપયોગ.
  • સમૂહ માં સાથે કાર્ય કરી લક્ષ્ય ને પ્રાપ્ત કરવું.

પ્રોજેકટ
અધ્યાય 9 માં આપેલ પ્રોજેકટ 5 કરો.

તપાસ કરો!
1.ખબર પાડો પેઇન્ટ અને લાઇન ટૂલ ના ઉપયોગ થી તમે કેટલી વિભિન્ન પ્રકાર ની લાઈનો દોરી શકો છો. ઉદાહરણ માટે :તમે ડોટેડ લાઇન અથવા સ્ક્વોરલની બનેલી લાઇન દોરી શકો છો.
2.ટક્સ પેઇન્ટ માં ચિત્ર દોરો અને મેજિક ટૂલ ના મિરર અને ફ્લિપ ઓપ્શન નું ઉપયોગ કરો. તમારા ચિત્ર નું શું થાય છે?
3.એ ખબર પાડો કે ટક્સ પેઇન્ટ માં ટેક્સ્ટ ટૂલ ની મદદ થી લખેલા અક્ષરો નું આકાર કેવી રીતે બદલવું.

શિક્ષકો નું
કોર્નર

સ્તર 2
પાઠ 6

  • વિદ્યાર્થીઓ ને પહેલા થી ખબર છે કે ટક્સ પેઇન્ટ નું ઉપયોગ કેમ કરવું. તેમ છતાં, કક્ષા ની શરુઆત એમણે એ બતાવી ને કરો કે પેઇન્ટ એપ્લિકેશન કેવી રીતે ખોલવી અને ટૂલ બોક્સ ના વિભિન્ન ઓપ્શનસ નો ઉપયોગ કેવી રીતે કરવો. એમણે કહો એ લોકો ચિત્ર ફક્ત દોરી નહી, પરંતુ એમાં લખી પણ શકે છે. આને દર્શાવા માટે એક ફૂલ બનાઓ અને તેના પર એનું નામ પણ લખો. જે વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ થી વધારે પરિચિત નથી લાગતા એમણે સ્તર 1 માં ભંણેલા પાઠ નું પુનરાવર્તન કરાવો અને ફરી આ એપ્લિકેશન શિખડાવો.
  • ટક્સ પેઇન્ટ ના વિભિન્ન ટૂલ્સ અને ઓપ્શનસ નું પુનરાવર્તન કરાવો. તમે નિમ્નલિખિત કરી શકો છો:
    a. વિદ્યાર્થીઓ ને કહો લાઇન ટૂલ ની મદદ થી ત્રિકોણ, ચોરસ, વગેરે જેવા આંકડાઓ દોરે. હવે એમણે કહો કે શેપ ટૂલ ની મદદ થી ફરી એ બધા આંકડાઓ દોરે.આના પછી, એમણે કહો કે શેપ પસંદ કરવા પહેલા પલેટ્ટે માથી કોઈ પણ એક રંગ પસંદ કરે અને પછી આંકડાઓ દોરે.
    b.બોટ નો ચિત્ર દોરો. અલગ અલગ કદ અને આકારો ના ઇરેઝર થી ચિત્ર ના ભાગો ને મિટાડો. એમણે પૂછો કે એમણે કયો ઇરેઝર પસંદ આવ્યો અને એનું કારણ શું છે. એમણે સમજાઓ અલગ અલગ કદ અને આકારો ના ઇરેઝર ની શું આવશ્યકતા છે.
    c.વિદ્યાર્થીઓ ને કહો લાઇન ટૂલ ની મદદ થી એરો અને સ્ટાર બનાવે. હવે એમણે કહો પેઇન્ટ ટૂલ માં એ બ્રશ ગોતે જે એમણે આ ચિત્ર બનાવા દેશે. એમનું ધ્યાન પેઇન્ટ અને લાઇન ટૂલ માં એક સરખા બ્રશો પર ખેંચો. એમણે પૂછો ઊંચું-નીચું થતું પેટર્ન દોરવા માટે એલોકો લાઇન ટૂલ નું ઉપયોગ કરશે કે પેઇન્ટ ટૂલ નું.
    d.અલગ અલગ મોટાઈ વાડા બ્રશ ના ઉપયોગ થી બેકગ્રાઉંડ માં રંગ ભરો. હવે પૂરા બેકગ્રાઉંડ માં એક આજ વાર માં રંગ ભરવા માટે મેજિક ટૂલ માં ફિલ ઓપ્શનનું ઉપયોગ કરો.
    e.વિદ્યાર્થીઓ ને પેઇન્ટ ટૂલ ના ઉપયોગ થી રેનબો પેઇન્ટ કરવાનું કહો. હવે મેજિક ટૂલ ના રેનબો ઓપ્શન પર જઈને રેનબો દોરવાનું કહો.
  • વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવા દો. કક્ષા ને સમૂહો ના બાંટી દો અને એમણે ઉપર દીધેલી બધી પ્રવૃત્તિઓ કરવા દો. એમણે ચર્ચા કરવા દો કે એ લોકો કક્ષા માં પોતાની પેઇન્ટિંગ પર શું લખશે.
  • ટક્સ પેઇન્ટ એપ્પ્લિકેશન ના પર્યાપ્ત અભ્યાસ માટે તમે એમણે બીજી પ્રવૃત્તિ પણ આપી શકો છો.

હજી વાંચો:

http://www.tuxpaint.org

અધ્યાય 7

 

ટેક્સ્ટ ને એડિટ કરવું

આ પાઠ માં તમે શિખશો:
કોપી,કટ,પેસ્ટ,અને અંડૂ ની વિભાવનાઓ
કમ્પ્યુટર ની મદદ થી લખેલા ટેક્સ્ટ ને કેવી રીતે એડિટ કરવું.

તેજસ અને જ્યોતિ ટેક્સ્ટ એડિટર પ્રવૃત્તિ ખોલે છે અને ટેક્સ્ટ ટાઈપ કરવાનું શરૂ કરી દે છે.
તેજસ: અમે ટેક્સ્ટ એડિટર ની મદદ થી જાનવરો ના નામ દાખલ કરી રહ્યા છે.

જ્યોતિ: અમે એને બે અલગ સૂચિયો માં રાખવા માંગયે છે,
1.ઘરેલુ જાનવર
2.જંગલી જાનવર.
સૌથી પહલા મને સૂચિ માટે શીર્ષક આપવું છે. જાનવર શબ્દ બંને ટાઈટલ્સ માં આવે છે. શું હું એને કોપી કરી શકું છું?

મોઝ: હા, કરી શકો છો. આને કોપી અને પેસ્ટ કહેવાય છે. આને કરવા માટે તમને નિમ્ન ચરણો નું પાલન કરવું પડશે.

            જંગલી
ઘરેલુ
Animals

            જંગલી
ઘરેલુ
Animals

            જંગલી
ઘરેલુ

          જંગલી
ઘરેલુ

હાયલાઇટ કરેલું

પકડીને રાખવું

1.શબ્દ ને સિલેક્ટ કરો: માઉસ પોઈંટર ને શબ્દ શરૂ થાય છે ત્યાં લઈ જાઓ.

2.ડાબી બટન દબાવો અને તેને પકડી રાખો.

3.માઉસ પોઈંટર ને ડ્રેગ કરતાં પૂરા શબ્દ ને સિલેક્ટ કરો. જે શબ્દ તમે સિલેક્ટ કરસો એ હાઇલાઇટ થય જસે.

4.શબ્દ ના અંત પર જઈને માઉસ ના ડાબા બટન ને છોડી દો.

5.હવે માઉસ પોઈંટર ને ટૂલ બાર ના કોપી ઓપ્શન પર લઈ જાવ.
અને કોપી આઈકન પર ક્લિક કરો.

જાનવરો

  જાનવરો

6.માઉસ પોઈંટર ને એ જગ્યા એ લઈ જાઓ જ્યાં તમને એ શબ્દ પેસ્ટ કરવું છે.

7.માઉસ ના ડાબા બટન ને ક્લિક કરો.

8.ટૂલબાર ના પેસ્ટ ઓપ્શન પર માઉસ લઈ જાઓ. પેસ્ટ આઈકન પર ક્લિક કરો.

9.જે શબ્દ તમે કોપી કર્યું હતું એ જે જગ્યા એ કર્સર હતું ત્યાં પેસ્ટ થઈ જશે.

કોપી અને પેસ્ટ
1.કર્સર ને જે શબ્દ કોપી કરવું છે એના શૂરુઆત માં લઈ જાઓ અને એને સિલેક્ટ કરો.
2.કોપી પર ક્લિક કરો
3.તમને એ શબ્દ જ્યાં જોઇયે છે ત્યાં કર્સર લઈ જાઓ.
4.પેસ્ટ પર ક્લિક કરો.

જ્યોતિ જાનવર શબ્દ ને કોપી કરે છે અને બંને સૂચિયો ના શીર્ષક માં એને ઉપયોગ કરે છે.

તેજસ: મને કોપી ની પાસે કટ ઓપ્શન પણ દેખાય છે. આ કટ શા માટે છે?મોઝ: કટ અને પેસ્ટ કોપી અને પેસ્ટ ની જેમ અજ છે.

            ઘરેલુ

   ઘરેલુ
        જંગલી

        ઘરેલુ

       ઘરેલુ

1.જે શબ્દ કટ કરવું છે એને સિલેક્ટ કરો. માઉસ ના પોઈંટર ને શબ્દ ની શરુઆત માં લય જાઓ.

2.ડાબી બટન દબાવો અને તેને પકડી રાખો.

3.માઉસ પોઈંટર ને ડ્રેગ કરતાં પૂરા શબ્દ ને સિલેક્ટ કરો. જે શબ્દ તમે સિલેક્ટ કરસો એ હાઇલાઇટ થઈ જશે.

4.શબ્દ ના અંત પર જઈને માઉસ ના ડાબા બટન ને છોડી દો.

5.હવે માઉસ પોઈંટર ને ટૂલ બાર ના કટ ઓપ્શન પર લય જાવ. અને કટ આઈકન પર ક્લિક કરો. તમે જોસો કે એ શબ્દ ગાયબ થઈ ગયું છે.

6.માઉસ પોઈંટર ને એ જગ્યા એ લઈ જાઓ જ્યાં તમને એ શબ્દ પેસ્ટ કરવું છે.

7.માઉસ ના ડાબા બટન ને ક્લિક કરો.

8.ટૂલબાર ના પેસ્ટ ઓપ્શન પર માઉસ લઈ જાઓ. પેસ્ટ આઈકન પર ક્લિક કરો.

9.જે શબ્દ તમે કટ કર્યું હતું એ જે જગ્યા એ કર્સર હતું ત્યાં પેસ્ટ થઈ જશે.

સેવ     પ્રિન્ટ         અનડૂ     કટ          કોપી        પેસ્ટ

જ્યોતિ: વિન્ડો માં ટાઇટલ બાર માં ફાઇલ્સ ના નામ દીધેલાં છે.
તેજસ: હા અને સંગીત અને પેઇન્ટ પ્રવૃત્તિ ની જેમ અજ, વિન્ડો ને પણ બંધ કરવા માટે ટાઇટલ બાર ના ઉપર ખૂણા માં બનેલા ક્રોસ ના આઈકન ને ક્લિક કરો.
મોઝ: સરસ. હવે કમ્પ્યુટર ની મદદ થી તમે લખી પણ શકો છો અને લખેલા ટેક્સ્ટ ની બદલી પણ શકો છો.

જ્યોતિ: અમે કમ્પ્યુટર બંધ કેવી રીતે કરીયે?
મોઝ: કમ્પ્યુટર ને કેવી રીતે બંધ કરવું અને હજી ઘણી બધી વસ્તુઓ હું તમને કાલે બતાવીસ. હવે ઘરે જવાનું સમય આવી ગયું છે.
ચીન ચીનાકી..

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર,
તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • ટેક્સ્ટ ને એડિટ કરવા માટે કટ,કોપી,પેસ્ટ અને અંડુ ઓપ્શન નો ઉપયોગ.
  • એ નિર્ણય લેવું કે કટ-પેસ્ટ કયાઁ વાપરવું અને કોપી-પેસ્ટ કયાઁ વાપરવું.

કાર્યપત્રક

સ્તર 2 પાઠ 7

1.જાનવરો ની એની પૂછડી સાથે જોડી બનાઓ:

મે સ્કૂલ ની નોટિસ બોર્ડ થી ટાઈમ ટેબલ કોપી કર્યું.

પેસ્ટ

મે પેપર નો ટુકડો કાપવા માટે કાતર નો ઉપયોગ કર્યો.

કોપી

મે ગમ સ્ટિક થી લિફાફો ચીપકાવ્યો.

કટ



2.નીતા ને એના સહપાઠીઓ ના નામ ટેક્સ્ટ ફાઇલ માં દાખલ કરવા છે. આ કરવા માટે એ ‘કોપી અને પેસ્ટ’ કમાન્ડ નું ઉપયોગ કરવા માંગે છે. નીચે દીધેલાં પગલાઓ ને ક્રમબદ્ધ કરી એની મદદ કરો.

કોપી                       પેસ્ટ

ટૂલબાર પર કોપી પર ક્લિક કરો.
નામો ની સૂચિ ને સિલેક્ટ કરો.
ટૂલબાર પર પેસ્ટ પર ક્લિક કરો.
તમને જ્યાં પેસ્ટ કરવું છે ત્યાં કર્સર લય જાવ.

કાર્યપત્રક

સ્તર 2 પાઠ 7

3.બિટ્ટુ ટક્સ પેઇન્ટ અને ટેક્સ્ટ એડિટર માં અલગ અલગ આઈકંસ ને ઓળખવા માંગે છે. જે આઈકંસ તમે ટેક્સ્ટ એડિટર માં જોયા છે એના નીચે ટી લખો અને પેઇન્ટ માં જે આઈકંસ જોયા છે એની નીચે પી લખીને એની મદદ કરો.

4.રાહુલ એ એના મિત્રો નું નામ ટેક્સ્ટ ફાઇલ માં ટાઇપ કર્યું છે.એ હવે એને અલ્ફાબેટીક ક્રમ માં ગોઠવા માંગે છે. નામ ને એક થી બીજી જગ્યા લય જવા માટે એ કટ અને પેસ્ટ ઓપ્શન નો ઉપયોગ કરવા માંગે છે. યોગ્ય ક્રમ માં આ કરવા માટે ના ચરણો લખો.

કટ ટૂલબાર પર કટ પર ક્લિક કરો

   ટૂલબાર પર પેસ્ટ પર ક્લિક કરો.

નામ ને સિલેક્ટ કરો.

કર્સર ને ત્યાં લય જાઓ જ્યાં પેસ્ટ કરવું છે .

પેસ્ટ

પ્રવૃત્તિ                 કક્ષા II | પાઠ 7

1.એક ચાર્ટ પેપર પર બિલાડી દોરો. એની પૂછડી માં ગ્રીન રંગ ભરો. બીજા ચાર્ટ પેપર પર કૂતરો દોરો. બિલાડી ની ગ્રીન પૂછડી નું અવલોકન કરો. કુતરા માટે પણ એવિજ પૂછડી દોરો અને એમાં પણ ગ્રીન કલર ભરો.

1                        2                         3

કોપી

પેસ્ટ

2.સરળ શબ્દો ટાઈપ કરો: જે શબ્દો આંગડિયો દ્વારા દર્શાવ્યા ગયા છે એને બોક્સ ની અંદર ટાઈપ કરો. આને રમવા માટે અહીં જાઓ: Applications --> Childs Play

પ્રવૃત્તિ                 કક્ષા II | પાઠ 7

3.જમણી બાજુ દીધેલી ટોપી ને કટ કરીને જોકર પર પેસ્ટ કરો.

બીજી બાજુ ની પ્રવૃત્તિ માટે આ પેજ ખાલી રાખવા માં આવેલું છે…

પ્રવૃત્તિ                 કક્ષા II | પાઠ 7

4.સમૂહ પ્રવૃત્તિ:
શિક્ષક ટેક્સ્ટ એડિટર માં નીચે દીધેલી વાર્તા લખે છે અને વિદ્યાર્થીઓ ને નીચે દીધેલી પ્રવૃત્તિ કરવા માટે આપે છે.

વાર્તા ને વાંચો. કમ્પ્યુટર પર ટેક્સ્ટ કેવી રીતે એડિટ કરવું એનું અભ્યાસ કરો. આ પ્રવૃત્તિ કરવા માટે 2-2 વિદ્યાર્થીઓ ના સમૂહ બનાઓ. વિદ્યાર્થી A બતાવશે કે કયો શબ્દ કટ કરવો છે, અને કયાઁ પેસ્ટ કરવો છે. વિદ્યાર્થી B એને કરી ને દેખાડશે. હવે વિદ્યાર્થી B બતાવશે કે કયો શબ્દ કોપી કરીને કયાઁ પેસ્ટ કરવો છે. વિદ્યાર્થી A એને કરી ને દેખાડશે. બંને આમજ પોતાની ભૂમિકાઓ બદલતા રહશે અને ટેક્સ્ટ સાથે રમવા માં એમણે મજા પડશે!

તેનાલી રમન અને મુશ્કેલ કાર્ય

રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં તેનાલી રમન અત્યંત બુદ્ધિશાળી અને વિનોદી પુરુષ હતા. કૃષ્ણદેવરાય વિજયનગર રાજ્ય ના રાજા હતા. એક દિવસ, રાજા કૃષ્ણદેવરાય એ એમના દરબારીઓ ને પૂછ્યું, “ મને કહો, વિશ્વ નું સૌથી મુશ્કેલ કાર્ય કયું છે?” દરબારીઓ પાસે જવાબ તૈયાર હતો. એમણે કીધું, “હે રાજન,આ તો બધાજ જાણે છે કે હમણાં સુધી વિશ્વ નું સૌથી મુશ્કેલ કાર્ય છે દેશ નું શાસન સમભાડવું.” રાજા એમના ઉત્તર થી પ્રસન્ન થયા. પરંતુ એમણે જોયું કે તેનાલી રમન પોતામાંજ હંસી રહ્યા હતા.

તેનાલી રમન બોલ્યા, “હે રાજન, હૂઁ આ વાત થી સહમત છું કે દેશ ને ચલાવું એ મુશ્કેલ કાર્ય છે. પરંતુ હૂઁ એવું નથી વિચારતો કે આ વિશ્વ નું સૌથી મુશ્કેલ કાર્ય છે. એક હજી પણ કાર્ય છે જે આનાથી પણ વધુ મુશ્કેલ છે.”

“ અમને બતાઓ એવું કયું કાર્ય છે, રમન”. રાજાએ કીધું.
“એક માઁ નું કાર્ય” , રમન એ કીધું, “ એક નાના છોકરા ને ખુશ રાખવું, રાજ્ય ને જોવા કરતાં પણ ખૂબ અજ અઘરું કામ છે.”

પૂરું દરબાર જોર જોર થી હસવા લાગ્યું અને ખરેખર રમન ને એના શબ્દો સાચ્ચા છે એ સાબિત કરવાનું કહ્યું ગયું.

તો રમન એક સ્ત્રી અને તેના નાના પુત્ર ને રાજા ના સમક્ષ લાવ્યા. “ હવે તમને જે પણ જોઇયે છે તે રાજા થી માંગી લો”, એમણે નાના બાડક ને કહ્યું.

પ્રવૃત્તિ                 કક્ષા II | પાઠ 7

“ એક હાથી” , નાના બાડક એ તરત અજ કીધું.
તરત અજ એની માટે હાથી લય આવ્યા. “ આને મારા થેલા માં નાખી દો” , બાડક એ કહ્યું, “હૂઁ આને ઘરે લય જવા માંગુ છું”.
“પરંતુ પુત્ર આ તમારા થેલા માં નહી આવે. તમે ઘરે જાસો ત્યારે એ તમારી પાછળ- પાછળ આવશે”, રાજા એ કહ્યું.
બાડક એ કહ્યું “પરંતુ મને આ મારા થેલા માજ જોઇયે છે”, એણે કહ્યું “ મારા મિત્રો નહીં માને કે આ હાથી મારો છે, અગર હૂઁ આને મારા થેલા માં નહી લય જાઉં.”

અને એ રડવા લાગ્યો.
રાજા અને એમના દરબારીયો એ જે બની પડ્યું તે કર્યું.
પણ તે બાડક સાંભળવા માટે તૈયાર અજ ન તો. એ ખૂબ રોયો અને ખૂબ કોલાહલ મચાવયો.પછી માઁ એ રમન ને કઈં કીધું અને એ રમકડાનો હાથી લય આવ્યો. .
એ પોતાના છોકરા તરફ જઈને બોલી, “ જો મારા દીકરા. આ જો નાનો હાથી, આ મોટા હાથી કરતાં કેટલો અધિક સુંદર છે.

આણે હાર પણ પેરેલો છે, અને આના માથા ઉપર સરસ સોનેરી છત્રી પણ છે. આણે પગ માં ચકરી પણ છે, જે થી તું જ્યાં પણ જા આને પણ સાથે ખેંચી ને લય જવાય.આ તારા થેલા માં સરળતા થી આવી જશે.
આ લોકો ને કહો મોટો હાથી લય જાય. એમાં તું હાથી નાખીશ તો તારો થેલો ટૂટી જશે,અને તું એને તારા મિત્રો ના ઘરે પણ નહીં લઈ જય શક કેમકે આ ખૂબ અજ મોટો છે.”
બાડક એ રોવાનું બંધ કરી દીધું. નાનો બાડક અને એની માતા ખુશી ખુશી ચાલ્યા ગયા.
રાજા એ પોતાના માથા પરથી પરસેવો લૂછતાં કીધું, “રમન હું પણ માનું છું કે એક માઁ નું કાર્ય વિશ્વ નું સૌથી મુશ્કેલ કાર્ય છે.”

પ્રોજેકટ
પાઠ 9 માં આપેલ પ્રોજેકટ 6 કરો.

તપાસ કરો!
1.શબ્દો ને કોપી અને પેસ્ટ કરવાના અલગ અલગ રસ્તા શોધો. [ટૂલબાર આઈકન પર ક્લિક કરવા ની અલાવા].
2.ખબર પાડો કે કમ્પ્યુટર પર લખેલા ટેક્સ્ટ માં થી એક કોઈ શબ્દ ગોતવો હોય તો કેમ ગોતવું.
3.ટૂલબાર માં બાકી ઓપ્શન્સ ની તપાસ કરો જેમ કે રિડૂ.

શિક્ષકો નું
કોર્નર

સ્તર 2
પાઠ 7

  • કમ્પ્યુટર પર લખવા ના વિષય માં વિદ્યાર્થીઓ જે પહેલા થી જાણે છે તે યાદ દેવડાવીને કક્ષા ને શરૂકરો. ડેસ્કટોપ પર ટેક્સ્ટ એડિટર એપ્લિકેશન નું શોર્ટ કટ બનાઓ .ટેક્સ્ટ એડિટર ખોલો ને વિદ્યાર્થીઓ ને કહો ન્યુ, ઓપન અને સેવ થી મળતા ઓપ્શનસ ને નોટ કરે. આ વાત પર ભાર આપો કે આ ઓપ્શન્સ બધીજ પ્રવૃત્તિ માં એક અજ જેવા હોય છે. એન્ટર કી અને સ્પેસ બાર કી ના કાર્યો નું પુનરાવર્તન કરાવી ને એમની યાદ તાજા કરાવો. વિદ્યાર્થીઓ ને યાદ દેવડાઓ કે સેવ આઇકન પર ક્લિક કરીને પોતાના કાર્ય ને સેવ કરવું બહુ મહત્વપૂર્ણ છે.
  • બીજા વિષય ના કોઈ પણ એક ટોપિક ના શબ્દો ની સૂચિ બનાઓ. ઉદાહરણ માટે તમે જે ભોજન આપણે કરીયે છે એની સૂચિ બનાવી શકો છો –ફળ, શાક, દાળો, અને જાનવરો ના ઉત્પાદનો. હવે સૂચિ ની સૌથી ઉપર ના શબ્દ ને સિલેક્ટ કરો અને કટ કરો (મેન્યુ બાર ના ઉપર દીધેલી કાતર ની મદદ થી). જેમ વિદ્યાર્થીઓ ધ્યાન દેશે કે તમે શું કરી રહ્યા છો, એમણે જોઈને આશ્ચર્ય થશે કે શબ્દ કયાઁ ગયો. હવે એને સૂચિ ના સૌથી અંત માં પેસ્ટ કરો. વિદ્યાર્થીઓ ને સમજાઓ કે કમ્પ્યુટર કટ કરેલી વસ્તુ ને સેવ કરીને રાખે છે. જ્યારે આપણે એને પસંદ ની જગ્યા બતાવયે છે, એ શબ્દ ને ત્યાં પેસ્ટ કરી આપે છે. એમજ તમે વિદ્યાર્થીઓ ને કોપી ઓપ્શન પણ બતાવી શકો છો.
  • વિદ્યાર્થીઓ નો ધ્યાન આ તરફ લય જાઓ કે કટ,કોપી અને પેસ્ટ ના પ્રતીકો કેવી રીતે એને કાર્યો ને દર્શાવે છે. ઉદાહરણ માટે, કતાર નો ઉપયોગ કાપવા માટે થાય છે અને કઈ પેસ્ટ કરવા માટે તમે પેડ નો ઉપયોગ કરો છો, અને કોપી માં એક ની પછાડ એક એમ બે શીટ્સ હોય છે.આનાથી એમણે કાર્યો ને સમજવા અને યાદ રાખવા માં વધુ સરળતા લાગશે.
  • પાઠ નું સારાંશ આપો અને વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવા દો. એમણે કહો એલોકો સાઇન્સ અથવા એન્વાયરમેન્ટ સાઇન્સ માં જે પાઠ વાંચતાં હોય એના દસ મહત્વપૂર્ણ શબ્દો ની સૂચિ બનાવ. એમણે કહો સૂચિ આલ્ફાબેટીક ક્રમ માં બનાવે એડિટ ઓપ્શન્સ –કટ,કોપી અને પેસ્ટ ની મદદ થી. છેલ્લે, એમણે સૂચિ સેવ કરવા નું કહો.

હજી વાંચો:
http://www.aarp.org/learntech/computers/howto/a2002-07-16-cutpaste.html
http://www.activitiesforkids.com/printout/cutcopypaste.htm
http://www.lollie.com/happy/cutandpaste.html

અધ્યાય 8

કમ્પ્યુટર ને ચાલુ અથવા બંધ કરવું

આ અધ્યાય માં તમે શિખશો
કમ્પ્યુટર ને ચાલુ અથવા બંધ કરવું.

જ્યોતિ: જ્યારે ઉપયોગ માં નથી હોતા ત્યારે કમ્પ્યુટર ને બંધ કરી દેવા માં આવે છે જેનાથી વિજડી ની બચત થઈ સકે. શું તમે કૃપા કરીને કમ્પ્યુટર ચાલુ કરી આપસો?
મોઝ: ઠીક છે. ચાલો પહેલા ખાતરી કરીયે કે પાવર સપ્લાય નું સ્વિચ ઓન છે કે નહી.

મોઝ: cpu પર પાવર બટન શોધો અને એને ધીરે થી દબાઓ.જ્યોતિ: cpu પર નાની લાઇટ થઈ અને એ બ્લિંક કરી રહી છે.
મોઝ: એ લાઇટ દર્શાવે છે કે કમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે.

વિભાવનાઓ

કમ્પ્યુટર ને ચાલુ કરવું
કમ્પ્યુટર એક મશીન છે જે વિજડી પર ચાલે છે. કમ્પ્યુટર ના ભાગો જેમ કે cpu,મોનિટર,માઉસ અને કીબોર્ડ ને વિજડી ની આવશ્યકતા હોય છે.
Cpu ના પાવર બટન થી કમ્પ્યુટર ને ચાલુ કરવામાં આવે છે.

જ્યોતિ: સ્ક્રીન પર કઈંજ નથી કેમકે મોનીટર તો બંધ છે.
મોઝ: હા. મોનીટર ને ચાલુ કરવા માટે એના ઉપર નો બટન દબાઓ. આ બટન ને ટોગલ સ્વિચ કહવામાં આવે છે. મોનીટર ને બંધ કરવા માટે આ બટન ને ફરી દબાઓ.
જ્યોતિ: મોનીટર પર એક નાની લાઇટ બડે છે જે દર્શાવે છે કે મોનીટર ચાલુ છે. મોઝ: સાચું.મહત્તમ મોનીટર પર એવી ઓન અથવા ઓફ દર્શવા વાડી લાઇટ હોય છે.
તેજસ: ડેસ્કટોપ ને આવ્વાં માં આટલો અધિક સમય કેમ લાગે છે?મોઝ: એ ઉપયોગ માટે બધુ તૈયાર કરે છે. આને સ્ટાર્ટ અપ અથવા બૂટિંગ કહવામાં આવે છે.

વિભાવનાઓ

સ્ટાર્ટ એ બધી પ્રવૃત્તિઓ ની ક્રમ છે જે કમ્પ્યુટર ને ચાલુ કરવા પર એના દ્વારા કરવામાં આવે છે. આને બૂટિંગ પણ કહેવાય છે.

તેજસ: આઈકંસ વાડું ડેસ્કટોપ કયાઁ છે?આ યુઝરનેમ શું છે જે મોનીટર પર દેખાય છે?
મોઝ: ઠીક છે. પહેલા મને થોડાક પ્રશ્નો નું જવાબ આપો. જ્યારે તમારે ત્યાં કોઈ દરવાજા ની ઘંટી વગાડે છે તો તમે શું કરો છો?
જ્યોતિ: અમે દરવાજો ખોલીને તપાસ કરીયે છે કે કોણ આવ્યું છે.અમે એ વ્યક્તિ ને ઓળખતા હોયે છે તોજ અંદર આવ્વાં દઈએ છે.

મોઝ: એવિજ રીતે કમ્પ્યુટર ને પણ તપાસ કરવી પડે છે કે તમને એનું ઉપયોગ કરવાની અનુમતિ છે કે નહીં. જે યુઝરનેમ તમે નાખો છો એને કમ્પ્યુટર એની પાસે પેલ્લે થી સેવ કરેલા નામો થી મળાવી ને જુએ છે.
મોઝ જ્યોતિ અને તેજસ માટે યુઝરનેમ અને પાસવર્ડ બનાવી આપે છે.
જ્યોતિ: મે યુઝરનેમ માં જ્યોતિ નાખ્યું છે અને હવે કમ્પ્યુટર પાસવર્ડ માંગે છે. એ શું છે?

મોઝ: દરેક યુઝરનેમ ની એક કી હોય છે જેને પાસવર્ડ કહવામાં આવે છે. પાસવર્ડ એક ગોપનીય શબ્દ, અક્ષર અથવા નંબર હોય છે જે માત્ર તમને અને કમ્પ્યુટર ને ખબર હોય છે. તમે જ્યારે સાચું પાસવર્ડ અને યુઝરનેમ નાખસો ત્યારેજ તમને કમ્પ્યુટર નું ઉપયોગ કરવા મળશે.

કમ્પ્યુટર ને ઉપયોગ માટે કેવી રીતે ચાલુ કરવું:

1.યોગ્ય યુઝરનેમ દાખલ કરો
2.પાસવર્ડ દાખલ કરો.

જ્યોતિ: બધા વિદ્યાર્થીઓ પાસે પોતાના યુઝરનેમ અને પાસવર્ડ હોય છે!
મોઝ: સાચું. યુઝરનેમ ને લૉગિન પણ કહવામાં આવે છે. જેવુજ તમે યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કારસો તમને કમ્પ્યુટર માં લૉગ ઇન કરવામાં આવશે.

વિભાવનાઓ

લૉગિન અને પાસવર્ડ

  • જ્યારે કમ્પ્યુટર નો ઉપયોગ એક થી વધારે લોકો દ્વારા કરવામાં આવે છે, ત્યારે દરેક ઉપયોગકર્તા ને એક યુઝરનેમ અને પાસવર્ડ આપવા માં આવે છે કમ્પ્યુટર નો ઉપયોગ કરવા માટે.
  • અગર તમે યુઝરનેમ અને પાસવર્ડ ગલત દાખલ કરો છે તો એક ડાઈલોગ બોક્સ દેખાશે જે તમને પાછું યોગ્ય યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનું કહશે.

તેજસ: હવે જ્યારે મારી પાસે પોતાનું યુઝરનેમ અને પાસવર્ડ છે તો શું જ્યારે જ્યોતિ લૉગિન કરશે તો મારી ફાઇલ્સ જોઈ શક્સે?
મોઝ: ના. દરેક ઉપયોગકર્તા ને ફક્ત પોતાનું ડેસ્કટોપ અને પોતાના દ્વારા બનાવી ગયેલી અને સેવ કરેલી ફાઇલ્સ અજ દેખાશે.
જ્યોતિ: હવે હું મારા ડેસ્કટોપ પર અલગ વોલપેપર લગાવી શકું છું.

તેજસ: જ્યારે હૂઁ કમ્પ્યુટર નો ઉપયોગ કરી લઉં, પછી શું કરું?
મોઝ: લોગઆઉટ આઇકન ના ઉપયોગ થી તમે કમ્પ્યુટર થી બાહર આવી શકો છો. આ એમજ છે જેમ તમે ઘરે થી નિકડતા વખતે દરવાજા પર તાડૂ મારીને બંધ કરો છો. લૉગ આઉટ

તેજસ: એક વાર મારા લોગ આઉટ કર્યા પછી શું બીજા એજ કમ્પ્યુટર માં લોગિન કરી શકે છે?
મોઝ: હા. જેની પાસે કમ્પ્યુટર નું યુઝરનેમ છે, તે કમ્પ્યુટર નો ઉપયોગ કરી શકે છે.

વિભાવનાઓ

લૉગઆઉટ

વિભાવનાઓ કમ્પ્યુટર નો ઉપયોગ ના કરવો હોય ત્યારે એને લોગઆઉટ કરવામાં આવે છે.

જ્યોતિ: આપણે કમ્પ્યુટર નો ઉપયોગ કરી લીધો છે, તો વિજડી ની બચત કરવા માટે આપણે એને બંધ ના કરી દેવું જોઇયે?

શટ્ડાઉન


મોઝ: હા. કમ્પ્યુટર ને બંધ કરવા માટે લોગઆઉટ આઈકન ની પાસે શટ્ડાઉન ઓપ્શન ને ક્લિક કરો. આ એટ્લે કેમકે બૂટિંગ ના સમયે કમ્પ્યુટરે જે પ્રવૃત્તિઓ શરૂ કરી હતી, એને બંધ કરી દે. જ્યાં સુધી આ પ્રપ્રવૃત્તિ પૂરી ના થાય અમને પાવર બંધ ના કરવી જોઇયે.

વિભાવનાઓ

શટ્ડાઉન

શટ્ડાઉન કમ્પ્યુટર ની બધી પ્રવૃત્તિઓ ને બંધ કરી, કમ્પ્યુટર ને બંધ કરવાને કહે છે.

જ્યોતિ: cpu ની લાઇટ હવે બંધ થઈ ગઈ છે. ચાલો આપણે મોનીટર ને પણ બંધ કરી દઈએ.
શટ્ડાઉન ની પ્રપ્રવૃત્તિ પૂરી થયા પછી, મોઝ પાવર સપ્લાય બંધ કરી દે છે.


શટ્ડાઉન કેવી રીતે કરવું:

કમ્પ્યુટર ને શટ્ડાઉન કરવા માટે, ડાઈલોગ બોક્સ માથી શટ્ડાઉન ઓપ્શન ને સિલેક્ટ કરો. જ્યારે કમ્પ્યુટર ની લાઇટ બંધ થઈ જાય ત્યારેજ પાવર સપ્લાય બંધ કરવી.

જ્યોતિ: હવે આપણે શું કરીયે?
મોઝ: તમે આ વરસે કમ્પ્યુટર વર્ગ માં શું ભણયું છે તેનું પુનરાવર્તન કરો અને પ્રોજેક્ટ્સ પર કાર્ય કરો.
તેજસ: મોઝ, તમારી સાથે કમ્પ્યુટર શીખવા માં બહુજ મજા આવી. આવા વાળી છુટ્ટીયો માં તમારી ક્યાં જવાની યોજના છે?મોઝ: ટિંબકટું. ખબર પાડો આ ક્યાં છે.
હવે આગામી વર્ષે મળશું. ચીન ચિનાકી…

શીખવા યોગ્ય વાતો

આ પાઠ પૂરો થવા પર,
તમે નીચે દીધેલી વાતો શીખી શકશો:

  • કમ્પ્યુટર ને ચાલુ કરો,લોગિન,લોગોફ,અને શટ્ડાઉન કરો.
  • સમજાઓ કેવી રીતે અલગ અલગ ઉપયોગકર્તા એક અજ કમ્પ્યુટર નો ઉપયોગ કરી શકે છે.
  • લોગઆઉટ
    અને શટ્ડાઉન ના વચ્ચે અંતર બતાઓ.

કાર્યપત્રક

સ્તર 2 પાઠ 8

1.જ્યોતિ ને કમ્પ્યુટર ચાલુ કરવું છે. કમ્પ્યુટર ને સ્ટાર્ટ, ઉપયોગ અને શટ્ડાઉન કરવાના વિભિન્ન ચરણ નીચે દીધેલાં છે. આ ચરણો થોડા ઉપર નીચે છે. એને ક્રમબદ્ધ રીતે નંબર આપી જ્યોતિ ની મદદ કરો.

Cpu ની પાવર ચાલુ કરો

ઉપયોગકર્તા નું ડેસ્કટોપ દેખાશે

કમ્પ્યુટર નું એક્સેસ બંધ થઈ જશે

પાસવર્ડ દાખલ કરો

મોનીટર અને પાવર બંધ કરો

મોનીટર ચાલુ કરો


લોગઆઉટ પર ક્લિક કરો

કમ્પ્યુટર ને શટ્ડાઉન કરો

યુઝરનેમ દાખલ કરો

ખબર પાડો કે અંડરલાઇન કરેલા લાલ અક્ષરો ને મળાવા પર કયો શબ્દ બને છે.

કાર્યપત્રક

સ્તર 2 પાઠ 8

2.નીચે દીધેલી ચાવી ને એના તાડા સાથે મેચ કરો.

3.ડાબી બાજુ દીધેલાં શબ્દો ને વ્યવસ્થિત કરો અને જમણી બાજુ દીધેલાં શબ્દો સાથે મેચ કરો:

M E R U A S N E બૂટિંગ
O G I N L લોગઆઉટ
W P D A R O S S યુઝરનેમ
T G U O O L લોગિન
G B O T O I N પાસવર્ડ

કાર્યપત્રક

સ્તર 2 પાઠ 8

4.આ વાક્યો સાચ્ચા છે કે ખોટા
1.અમને પાસવર્ડ ગોપનીય રાખવું જોઇયે.………………………………………………………………………………….
2.તમને કમ્પ્યુટર નું ઉપયોગ કરવું હોય તો લૉગઆઉટ કરો.………………………………………………………………………………….
3.કમ્પ્યુટર નો ઉપયોગ કરવા માટે તમને યોગ્ય યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરવું પડશે.……………………………………….

5.નીચે દીધેલાં ની જોડી બનાઓ.

કમ્પ્યુટર મને આ નામ થી ઓળખે છે પાસવર્ડ
જ્યારે હું કમ્પ્યુટર નું ઉપયોગ કરી લઇસ,ત્યારે હું આ કરિસ. યુઝરનેમ
અગર હૂઁ યોગ્ય યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરિસ તો હું આ કરી શકિસ. શટ્ડાઉન
એક ગોપનીય શબ્દ જે બસ હૂઁ અને કમ્પ્યુટર જાણીએ છે. લૉગિન
કમ્પ્યુટર ને બંધ કરવા માટે મને આ કરવું પડસે લૉગઆઉટ

6.સુહાસ ને દરવાજો ક્યારે ખોલવો જોઇયે?કેમ?

પ્રવૃત્તિ                 કક્ષા II | પાઠ 8

1.ગેમ ને શરૂ કરવું, રમવું અને ખત્મ કરવું એવિજ રીતે છે જેવી રીતે કમ્પ્યુટર ને શરૂ કરવું, ઉપયોગ કરવું અને બંધ કરવું. Educational Suite Gcompris પર રમત રમો અને સમાનતા નું અવલોકન કરો.

2.સ્કૂલ જવા માટે તમે જે ગતિવિધિઓ કરો છો તેની સૂચિ બનાઓ. એવિજ રીતે જેમ તમે સ્કૂલ માં તમારો દિવસ શરૂ થાય એની પહેલા ઘણી બધી વસ્તુઓ કરો છો, કમ્પ્યુટર પર શરૂ થવા પહેલા ઘણી પ્રવૃત્તિઓ કરે છે.
3.જ્યારે તમે સ્કૂલ થી પાછા જવાના હોવ છો ત્યારે જે ગતિવિધિઓ કરો છો તેની સૂચિ બનાઓ.આ કરવા માટે પાંચ પાંચ ના સમૂહ બનાઓ. તમારી જ જેમ શુટ ડાઉન થવા પહેલા કમ્પ્યુટર પણ ઘણા કાર્યો કરે છે.
4.ત્રણ એવી વસ્તુઓ ની સૂચિ બનાઓ જેમાં તાડૂ હોય છે. આ કરવા માટે પાંચ પાંચ ના સમૂહ બનાઓ.દરેક સમૂહ અલગ વસ્તુઓ ને પસંદ કરે જેમ કે સૂટકેસ,કપબોર્ડ આદિ. ચર્ચા કરો કે તમે એને કેવી રીતે ખોલસો. શું તમે એક વસ્તુ ની ચાવી નું ઉપયોગ બીજી ને ખોલવા માં કરી શકો છો?કેમ નહી?
5.બે ચાવી લો અને એક પેપર ની શીટ પર એની આઉટ લાઇન ટ્રેસ કરો. બંને ચાવી ની વચ્ચે ની સમાનતા અને ભેદો ને નોટ કરો.

પ્રોજેકટ
પાઠ 9 માં દીધેલ પ્રોજેકટ 7 કરો.

 

તપાસ કરો!
1.તમે કેપિટલ અક્ષરો માં યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો તો શું થશે?હવે નાના અક્ષરો માં લખો અને જોવો શું થાય છે?
2.પાસવર્ડ્સ નો ઉપયોગ હજી કયાઁ થાય છે?

શિક્ષકો નું
કોર્નર

સ્તર 2
પાઠ 8

  • કક્ષા ની શૂરુઆત કરતાં વિદ્યાર્થીઓ ને પૂછો કે શું એમણે કોઈ દિવસ શિક્ષક કે પરિવાર ના કોઈ સદસ્ય ને કમ્પ્યુટર ચાલુ કરતાં વખતે ધ્યાન થી જોયું છે. એ લોકો કદાચ બતાવે કે એમણે બટન દબાવતા, કઈંક શબ્દો દાખલ કરતાં જોયું છે જેના પછી ડેસ્કટોપ દેખાય છે.એમણે કહો કે હવે તમે કમ્પ્યુટર ચાલુ કરસો અને એલોકો ધ્યાન થી અવલોકન કરે કે આને કેવી રીતે ચાલુ કરવામાં આવે છે.
  • પાવર ચાલુ કરો, પછી cpu અને પછી મોનીટર. (અગર તમે લેપટોપ નું ઉપયોગ કરી રહ્યા છો તો વિદ્યાર્થીઓ ને સમજાઓ કે આને ઉપયોગ પહેલા ચાર્જ કરવું પડે છે.એમણે દરશાઓ એના વાયર કેવી રીતે જોડાયેલા છે અને એ સંબંધિત સૂચક બતાઓ જે દર્શાવે છે કે બેટરી ચાર્જ થય રહી છે).એમણે cpu પર પાવર બટન ની પાસે વાડી લાઇટ ને નોટ કરવાનું કહો. એમણે બતાઓ કે cpu પર બટન દબાવા થી કમ્પ્યુટર ચાલુ થાય છે. વિદ્યાર્થીઓ ને કહો કે જુએ શું મોનીટર માં પણ એવું કોઈ બટન છે અને એની પાસે પણ લાઇટ છે. આ બટન ને બંધ કરો અને જુવો મોનીટર પણ બંધ થય ગયું. હવે કાર્ય શરૂ કરવા માટે આ બટન ને ફરી ચાલુ કરો. એમણે કહો મોનીટર પર જે સ્વિચ છે એને ટોગલ સ્વિચ કહેવાય છે. (આ બટન નું સ્થાન તમે જે પ્રકાર નું કમ્પ્યુટર અથવા મોનીટર નું ઉપયોગ કરો છો એના પર નિર્ભર કરે છે ).
  • કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે ડાઈલોગ બોક્સ તરફ વિદ્યાર્થીઓ નું ધ્યાન ખેંચો. એમણે બતાઓ કે તમે યુઝરનેમ ટાઈપ કરો છો અને પછી એ તમારા થી પાસવર્ડ માંગશે. વિદ્યાર્થીઓ ને આ સમજાઓ કે પાસવર્ડ એક કી છે અને એને યોગ્ય રીતે દાખલ કરવું જોઇયે. તમે તાડા અને ચાવી નું ઉદાહરણ દઈને યુઝરનેમ અને પાસવર્ડ ને સમજાવી શકો છો. એમણે બતાઓ કે પાસવર્ડ ને ગોપનીય રાખવું જોઇયે, જેનાથી બીજા મહત્વપૂર્ણ ફાઇલ્સ ને એક્સેસ,બદલવું,ડિલીટ અથવા દુરુપયોગ ના કરી શકે.
  • વિદ્યાર્થીઓ ને કહો જ્યારે કમ્પ્યુટર નો ઉપયોગ ના હોય ત્યારે, મોનીટર ને બંધ કરી દેવું જોઇયે, જેનાથી વિજડી ની બચત થાય. હવે તમે એમણે કમ્પ્યુટર થી લોગઆઉટ કેમ કરાય તે શિખડાઓ. એમણે સમજાઓ લોગઆઉટ નો મતલબ કમ્પ્યુટર ને બંધ કરવાનું નથી હોતું, પરંતુ આના પછી કોઈ બીજો યુઝર એને ઉપયોગ કરી સકે છે. હવે બતાઓ કે કમ્પ્યુટર ને બંધ કેવી રીતે કરાય. એમણે સમજાઓ કે જ્યારે cpu ની લાઇટ બંધ થઈ જાય એના પછીજ પાવર નું બટન બંધ કરો.
  • એમણે સમજાઓ કે કમ્પ્યુટર ચાલુ અને બંધ કરવામાં સમય કેમ લાગે છે. બૂટિંગ પ્રપ્રવૃત્તિ માં સિસ્ટમ ને ચેક કરીને ચાલુ કરવામાં આવે છે. એવુજ ચેક કમ્પ્યુટર બંધ કરતાં વખતે પણ કરવામાં આવે છે. આ વાત નોટ કરવો કે કમ્પ્યુટર બંધ કરવા પેહલા બધી પ્રવૃત્તિ ને બંધ કરવું જરૂરી છે.
  • કમ્પ્યુટર ને ચાલુ અથવા બંધ કરવાની પ્રપ્રવૃત્તિ નું સારાંશ આપો. વિદ્યાર્થીઓ ને સમજાઓ કે આ બધી પ્રવૃત્તિ શિક્ષક અથવા પરિવાર ના લોકો ની દેખરેખ માજ કરે.




હજી વાંચો:
http://en.wikipedia.org/wiki/Logging_(computer_security)

અધ્યાય 9

પ્રોજેક્ટ્સ

પ્રોજેકટ 1 (પાઠ 2)

કમ સે કમ બે પોષક અને તંદુરસ્ત ખાવાની વસ્તુઓ ની સૂચિ બનાઓ જે તમને પસંદ હોય, ઉદાહરણ માટે, સૂપ, સલાદ. એ ખબર પાડો કે કયા દેશ અથવા પ્રદેશ થી એ વસ્તુ મૂળરૂપે આવી છે.કક્ષા ને બતાઓ ખાવાનું કેવી રીતે બનાવાય.

ઈન્પુટ

ઈન્પુટ

પ્રોસેસિંગ

પ્રોસેસિંગ

આઉટપુટ

આઉટપુટ

પ્રોજેકટ 2 (પાઠ 3)
  • એક નાનો દડો લો
    બૉલ ને એક હાથ થી ટપ્પો પાડો અને બીજા હાથ થી પકડી લો. એક થી બીજા હાથ માં બૉલ નો પાથ વી-શેપ માં હોવો જોઇયે.
    આ પૂરા પાથ ને તમારી આંખો થી ધ્યાન થી જુવો. આ કસરત ને ફેકવા અને પકડવા વાળાહાથ બદલી-બદલી ને ફરી વાર કરો.

  • બૉલ ને એક હાથ થી બીજા હાથ માં ઊંધા U આકાર માં ઉછાડો. આ પૂરા પાથ ને તમારી આંખો થી ધ્યાન થી જુવો.
    આ કસરત ને ફેકવા અને પકડવા વાળા હાથ બદલી-બદલી ને ફરી વાર કરો.

  • બૉલ થી કઈ કઈ રમતો રમવા માં આવે છે?(ઉદાહરણ: ક્રિકેટ,ફૂટબાલ). ગેમ ની પહેલા જે સ્ટ્રેચિંગ કસરતો કરવામાં આવે છે એની ખબર પાડો. આ કસરતો શીખો અને તમારા મિત્રો સાથે શેર કરો.

પ્રોજેકટ 3 (પાઠ 4)
નીચે દીધેલી જગ્યાઓ પર જે વસ્તુઓ મહત્તમ દેખાય છે તેની સૂચિ બનાઓ. એ વસ્તુઓ ની વ્યવસ્થા નું અવલોકન કરો.
  • લાઇબ્રેરિ
  • કિરાના ની દુકાન
  • તમારા ઘર નું રસોડુ
  • તમારું સ્ટડી ટેબલ
  • પોસ્ટ ઓફિસ

પાંચ-પાંચ વિદ્યાર્થીઓ ના સમૂહ બનાઓ. દરેક સમૂહ એક જગ્યા ને પસંદ કરે અને પછી ચર્ચા કરે કે ત્યાં વસ્તુઓ કેવી રીતે ગોઠવવા માં આવે છે. એ લોકો એક બીજા ને પ્રશ્નો કરી શકે છે જેમ કે “વસ્તુઓ ને એવી રીતે ગોઠવવામાં કેમ આવે છે?” વસ્તુ અને જગ્યા દર્શાવતા ચિત્ર દોરો. અલગ અલગ વિદ્યાર્થીઓ ચિત્ર ના અલગ અલગ ભાગો ને દોરી શકે છે.

પ્રોજેકટ 4 (પાઠ 5)
તમારું એક વંશવૃક્ષ બનાઓ. આ ચિત્ર ને તમારી બાજુ માં બેસેલા વિદ્યાર્થી સાથે બદલી લો. એના પરિવાર ના વિષય ના જાણો. શું તમે વ્રક્ષ ના રૂપ માં બીજું કઈં દેખાડી શકો છો?અગર હા, તો તમારા સહભાગી જોડે બનાઓ અને કક્ષા માં બધા ને સમજાઓ. (ઉદાહરણ માટે: એક વ્રક્ષ ના આકાર માં પ્રાણિયો નું વર્ગીકરણ)

ઘરેલુ                        જંગલી

પ્રોજેકટ 5 (પાઠ 6) )
નીચે દીધેલાં ચિત્ર માં ચાર દિશાઓ ના એરો ની મદદ થી સ્કૂલ થી જ્યોતિ ના ઘર નું માર્ગ દોરો.
સંકેત: જ્યોતિ ના ઘર ના રસ્તા માં એક આઇસક્રીમ પાર્લર, એક હોસ્પિટલ અને એક લાઇબ્રેરિ આવે છે.

પ્રોજેકટ 6 (પાઠ 7)
ટેક્સ્ટ એડિટર ની મદદ થી એક પ્રશ્નોતરી બનાઓ. પાંચ-પાંચ વિદ્યાર્થીઓ ના સમૂહ બનાઓ. આ પ્રોજેકટ ના ત્રણ ચરણ છે.
પહલું ચરણ :
નીચે દીધેલાં માં થી એક વિષય ચૂનો. તમારી કોઈ પણ એક ટેક્સ્ટ બૂક માં એ વિષય હોવું જોઇયે જે તમે પસંદ કરયુ છે.

પ્રાણિયો આકારો અને રંગો
પક્ષીઓ હવામાન
પ્લાંટ્સ પાણીના સ્ત્રોતો
શરીર ના ભાગો સૌર મંડળ
અઠવાડિયા અને મહિના ના દિવસો માપ
ભોજન ભારતીય મુદ્રા
ઘર ના પ્રકારો વજન

બીજો ચરણ : તમારા વિષય થી સંબંધિત પાઠ ને ખોલો. વિષય થી જોડાયેલા શબ્દો ને ચૂનો. (નીચે ઉદાહરણ દીધેલ છે).
ઉદાહરણ માટે:પસંદ કરેલા વિષય- આકારો અને રંગોઆકારો: સ્ક્વેર, ત્રિકોણ, લંબચોરસ, વર્તુળ.
રંગો: લાલ, લીલો, પીળો, વાદળી, સફેદ, કાળો, નારંગી.
ત્રીજો ચરણ :પસંદ કરેલા શબ્દ ને અવ્યવસ્થિત કરીને ક્વિઝ તૈયાર કરો. ક્વિઝ ખાલી સ્થાન માં છૂટેલા અક્ષર ભરો અથવા જોડી બનાઓ અથવા શબ્દો સાથે ક્રોસવર્ડ પઝલ, અને સૌથી સરળ ફક્ત અવ્યવસ્થિત શબ્દો ના રૂપ માં હોય શકે છે. પઝલ ને એક રસપ્રદ શીર્ષક આપો. પઝલ નો ઉત્તર કેમ દેવો એની માટે સૂચનાઓ આપો. કમ્પ્યુટર માં ટેક્સ્ટ એડિટર ની મદદ થી પઝલ દાખલ કરો. પઝલ ને સેવ અને પ્રિન્ટ કરો. સમૂહો ના વચ્ચે પઝલ બદલો અને પછી એને ઉકેલો. બીજા સમૂહો સાથે પઝલ બદલો અને એમણે ક્વિઝ આપો.
ક્વિઝ નું શીર્ષક: આકારો અને રંગો.
પ્રશ્ન: નીચે દીધેલાં અસ્ત વ્યસ્ત નામો માં થી આકારો અને રંગો ના નામ શોધો.

1. ERSUQA                7. ANGELCRET
2. TIRELGAN              8. ITHWE
3. WOLLEY                9. ENGER
4. CLAKB                 10. ANOREG
5. CLCIRE                11. SEPHAS
6. EDR                    12. LORUOCS

પ્રોજેકટ 7 (પાઠ 8)
પાંચ-પાંચ વિદ્યાર્થીઓ નું સમૂહ બનાઓ. નીચે દીધેલાં માં થી એક વિષય ને પસંદ કરો અને સમૂહ માં એની ચર્ચા કરો. કમ્પ્યુટર ને શરૂ કરવું, બંધ કરવું, લૉગિન અને પાસવર્ડ ની નીચે દીધેલી વિભિન્ન પ્રવૃત્તિઓ સાથે સરખામણી કરો.
1.તમારી સ્કૂલ ના ગેટ પર ચોકીદાર કેમ છે?તમે સ્કૂલ માં દાખલ થાઓ છો ત્યારે ગેટ પર ચોકીદાર છે એ શું તપાસ કરે છે?
2. રેલ માં કે હવાઈજહાજ માં જવા માટે તમને શેની આવશ્યકતા હોય છે?
3.વાહન (સ્કૂટર અથવા કાર) ને કેવી રીતે ચાલુ અને બંધ કરવામાં આવે છે?4.અગર તમારી સાઇકલ આગડ નથી વધી રહી તો તમે એમાં શું તપાસ કરસો?

હવે તમે જે પણ ચર્ચા કરી એનું સારાંશ બનાઓ અને કક્ષા માં તેની પ્રસ્તુતિ આપો. તમે એક નાના નાટક ના જરીએ બતાવી શકો છો કે તમે શું પ્રવૃત્તિ કરો છો. ઉદાહરણ માટે: સ્કૂલ માં દાખલ થતાં વખતે જે તપાસ થાય છે એને દર્શાવી શકો છો. એક વિદ્યાર્થી ચોકીદાર બને, એક માઁ જે પોતાના છોકરા ને સ્કૂલ લાવે છે, એક અજનબી, અને બાકી બધા વિદ્યાર્થીઓ બને.

નોટ્સ:

કમ્પ્યુટર મસ્તી સ્તર 1

કમ્પ્યુટર મસ્તી સ્તર 2

કમ્પ્યુટર મસ્તી સ્તર 3

કમ્પ્યુટર મસ્તી સ્તર 4

કમ્પ્યુટર મસ્તી સ્તર 5

કમ્પ્યુટર મસ્તી સ્તર 6

કમ્પ્યુટર મસ્તી સ્તર 7

નોટ્સ:

નોટ્સ:

નોટ્સ:

બીજી પુસ્તકો

સિરીજ ની

સીડી માં કમ્પ્યુટર મસ્તી ટૂલકિત ઉપલબ્ધ છે (વિન્ડોસ ઓપરેટિંગ સિસ્ટમ માટે) પુસ્તક માં ઉપયોગ માં આવેલી એપ્લિકેશનસ માટે. કમ્પ્યુટર મસ્તી ના વિષય પર હજી માહિતી માટે કૃપયા કરી ને અમને info@computermasti.com પર લખો.